બેડ પર બધુ ચાલે એવું ના હોય, સુતા પહેલા પતિ-પત્ની ભૂલથી પણ ન કરતા આ કામ....નહીં તો...

Husband Wife Sex Life: પતિ-પત્નીએ સૂતા પહેલા ક્યારેય શોપિંગ, ખર્ચ અથવા આર્થિક સંકટ સાથે જોડાયેલી બાબતોની ચર્ચા ન કરવી જોઈએ. આમ કરવાથી, આરોપ-પ્રત્યારોપનો સિલસિલો શરૂ થાય છે અને સંબંધો પર ખરાબ અસર પડે છે. આ સાથે જ તેના કારણે સર્જાયેલ તણાવને કારણે તેમની ઊંઘ બગાડે છે. બંને હળવા હોય, તેવા સમયે આવા મુદ્દાઓ પર શાંતિથી વાત કરવી વધુ હિતાવહ રહેશે.

બેડ પર બધુ ચાલે એવું ના હોય, સુતા પહેલા પતિ-પત્ની ભૂલથી પણ ન કરતા આ કામ....નહીં તો...

Sexual Relationships: પતિ-પત્નીનો સંબંધ ખૂબ જ ખાસ હોય છે, આ સંબંધમાં નાની તિરાડ પણ ઘણું નુકસાન પહોંચાડે છે. વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવું પતિ-પત્નીના સંબંધોની મજબૂતી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સુખી દાંપત્યજીવન માટે રાત્રે સુતા પહેલા આ કેટલાક ઉપાયો અવશ્ય કરવા જોઈએ. દરેક પતિ-પત્નીના પોતાના દાંપત્ય જીવન ખુશખુશાલ રહે તે માટે ઘણી બાબતોને ધ્યાનમાં રાખે છે. આવા સમયે આપણે ઘણી એવી ભૂલો કરીએ છીએ, જેનાથી આપણા જીવનમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર દરેક દંપતિએ પોતાના સંબંધો મધુર રાખવા માટે તમારે અમુક ભૂલો કરવાથી બચવું જોઇએ.

સૂતા પહેલા ન કરો આ કામ:
પતિ-પત્નીએ સૂતા પહેલા ક્યારેય શોપિંગ, ખર્ચ અથવા આર્થિક સંકટ સાથે જોડાયેલી બાબતોની ચર્ચા ન કરવી જોઈએ. આમ કરવાથી, આરોપ-પ્રત્યારોપનો સિલસિલો શરૂ થાય છે અને સંબંધો પર ખરાબ અસર પડે છે. આ સાથે જ તેના કારણે સર્જાયેલ તણાવને કારણે તેમની ઊંઘ બગાડે છે. બંને હળવા હોય, તેવા સમયે આવા મુદ્દાઓ પર શાંતિથી વાત કરવી વધુ હિતાવહ રહેશે.

- પતિ-પત્નીએ સૂતા પહેલા લેપટોપ કે મોબાઈલનો ઉપયોગ કરવાનું ટાળવું જોઇએ. તેમજ બેડ પર લેપટોપ કે મોબાઈલનો ઉપયોગ ન કરવો જોઈએ. જીવનસાથી સાથેના સંબંધોને બગાડવામાં મોબાઇલ સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે.

- રાત્રે સૂતા પહેલાના સમયે એવા કામ ન કરો, જેનાથી સમસ્યા વધે. આમ કરવાથી આખી રાત મુશ્કેલીમાં પસાર થાય છે. વધુ સારું રહેશે કે, તમે સૂતા પહેલા સારા કાર્યો કરો, જેનાથી તમે તણાવમુક્ત રહેશો. જેનાથી એકબીજા વચ્ચે પ્રેમ વધશે.

- રાત્રે સૂતા પહેલા કોઈએ ભારે ખોરાક ન ખાવો જોઈએ. આમ કરવાથી અનેક પ્રકારની બીમારીઓ ઉત્પન્ન થાય છે અને ક્યારેક તેના કારણે પતિ-પત્ની વચ્ચે અંતર પણ વધી જાય છે.

-રાત્રે સૂતા પહેલા દિવસ દરમિયાન થયેલા ઝઘડા કે, દલીલનો ક્યારેય ઉલ્લેખ ન કરો. શક્ય તેટલી વહેલી તકે આવા મુદ્દાને સમાપ્ત કરવું વધુ હિતાવહ રહેશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news