ગાડી, બંગલો, પૈસા કે દેખાવ નહીં...પુરુષોની આ વસ્તુ હોય છે મહિલાઓને સૌથી વધુ પસંદ! સ્ટડીમાં થયો ખુલાસો
એક સ્ટડીમાં પાર્ટનરનું સેન્સ ઓફ હ્યુમર અને સેક્સ્યુઅલ સેટિસફેકશન જેવી ક્વોલિટીને લોકોએ સામેલ કરી છે પરંતુ મોટાભાગના લોકોએ એમ કહ્યું કે તેમનો પાર્ટનર તેમના મિત્રો કે પરિવાર પ્રત્યે સારો વર્તાવ કરે તે વધારે જરૂરી છે.
Trending Photos
નવી દિલ્લીઃ પુરૂષોમાં આ ખાસિયતો મહિલાઓને કરે છે સૌથી વધુ ઈમ્પ્રેસ. લાંબા અને સારા સંબંધ માટે તમારા પાર્ટનરમાં આ પ્રકારની સમજ હોવી જરૂરી. પુરૂષ અને સ્ત્રી બંને એકબીજા વિના અધૂરા છે. એકબીજાના જીવનમાં બંનેનું હોવું ખૂબ મહત્વનું છે. ઘણા કિસ્સાઓમાં પુરૂષો એવું વિચારતા હોય છે કે મહિલાઓને પુરૂષોના રૂપિયા કે તેમના દેખાવમાં રસ હોય છે પરંતુ એવું હોતું નથી તો બીજીતરફ મહિલા વર્ગ પણ એવું માનતો હોય છે કે પુરૂષોને મહિલાઓ સાથે સૌથી વધારે શારીરિક સંબંધ બાંધવામાં રસ છે પરંતુ પુરૂષ પણ મહિલાઓ સાથે આત્મીયતાના સંબંધ ઈચ્છતો હોય છે..
કોઈપણ સંબંઘ જુદી જુદી વાતો પર ટકેલો હોય છે. જીવનસાથીની પસંદગીમાં લોકો રૂપિયા, સુંદરતા જ નથી જોતા પરંતુ અન્ય બાબતોનું પણ ધ્યાન રાખતા હોય છે. એક અભ્યાસમાં સામે આવ્યું કે જ્યારે વાત મજબૂત સંબંધની હોય ત્યારે પાર્ટનરનો તમારા પરિવાર અને મિત્રો સાથેનો વર્તાવ સેક્સ અને રૂપિયા કરતા પણ વધારે મહત્વનો બની જાય છે. આ અભ્યાસમાં વિસ્તારપૂર્વક ખાસિયતો વિશે અભ્યાસ કરવામાં આવ્યો છે.
આ સ્ટડીમાં પાર્ટનરનું સેન્સ ઓફ હ્યુમર અને સેક્સ્યુઅલ સેટિસફેકશન જેવી ક્વોલિટીને લોકોએ સામેલ કરી છે પરંતુ મોટાભાગના લોકોએ એમ કહ્યું કે તેમનો પાર્ટનર તેમના મિત્રો કે પરિવાર પ્રત્યે સારો વર્તાવ કરે તે વધારે જરૂરી છે. સર્વે પ્રમાણે પરિવારના લોકોને પસંદ કરવા કે એકબીજાના મિત્રોના પોતે મિત્ર જવાની ક્વોલિટી હોય તેમાં કઈ ખોટું નથી આ બાબતો પાર્ટનરને એકબીજાની પસંદ આવતી હોય છે.
પરિવાર કે મિત્રો સાથેના સંબંધ કેળવવાથી પાર્ટનર વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બને છે અને પોતાનાપણાનો ભાવ આવે છે. સર્વે મુજબ જ્યારે કોઈ લોન્ગ ટર્મ રિલેશનશીપમાં કોઈ મુશ્કેલી આવે અને આવા સમયે સપોર્ટિવ ફેમિલી કે નજીકના મિત્રો હોય તો આવા મુશ્કેલ સમયમાં તેમની મદદ મળી રહે છે. હા એ વાત જરૂરી છે કે તમારા વ્યક્તિગત નિર્ણય પર તે હાવી ના થવું જોઈએ અને તેમાં જબરદસ્તી સમાધાન કરવામાં આવે તેવું પણ ન હોવું જોઈએ.
સોશિયલ સાયન્ટિસ્ટ મેનેલોસ એપોસ્ટોલૂ અને ક્રિસ્ટોફોરોસ ક્રિસ્ટોફોરોના નેતૃત્વમાં નિકોસિયાના રિસર્ચમાં 207 લોકોનો અભ્યાસ કરાયો જેમાં તેમના ભૂતકાળ અને વર્તમાન જીવનનું વિશ્લેષણ કરવામાં આવ્યું. રિસર્ચમાં લોકોને એમ પણ પૂછવામાં આવ્યું કે તમે તમારા પાર્ટનરના કયા ગુણને સર્વોપરી રાખો છો, જેમ કે તેમનો ઈમાનદાર રહેવાનો કે કોઈપણ વાતને લાંબી ન ખેંચી જવા દેવાનો કે પછી તે કેટલો સકારાત્મક છે.
રિસર્ચ પ્રમાણે પુરૂષોએ એવું માન્યું કે સફળ સંબંધ માટે સેક્સ્યુઅલ સેટિસફેકશન અને વાત જવા દેવાની સમજ હોવી વધારે મહત્વપૂર્ણ છે. મહિલાઓના મતે તેમનો પાર્ટનર કમિટેડ હોય તે વધારે મહત્વનું છે. નિષ્ણાતોના મત પ્રમાણે માતા-પિતાને તેમના સંતાનોની અંગત જિંદગી અને જીવનસાથીને લઈ રસ રહેતો હોય છે. જો તમારા પેરન્ટ્સ તમારા લાઈફ પાર્ટનરને પસંદ નથી કરતા તેવામાં તેઓ સંબંધમાં દખલ કરવાનો પ્રયત્ન કરે છે..
સર્વે પ્રમાણે જે કપલ્સ તેમના પરિવાર સાથે રહેતા હોય ત્યારે સંબંધ તૂટવાની શક્યતા ઘટી જાય છે. પાર્ટનરનો જો પરિવાર સાથે સારો વ્યવહાર હોય તો બંને વચ્ચે આપમેળે બોન્ડિંગ મજબૂત બની જાય છે. જો પાર્ટનરના મિત્રો સાથે સારી બોન્ડિંગ નહીં થાય તો તમારો સંબંધ કમજોર બની જાય છે. કારણ કે મિત્રો તરફથી ઈમોશનલી સપોર્ટ મળતો હોય છે અને પાર્ટનર એ મિત્રો સાથેનો ઈમોશનલી સપોર્ટ ગુમાવવા માગતો નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે