Khus Sharbat: ઉનાળા માટે બેસ્ટ છે ખસનું શરબત, આ છે ઘરે બનાવવાની એકદમ સરળ રીત
Khus Sharbat Recipe: આજે તમને જણાવીએ ફટાફટ ઘરે ખસનું શરબત બનાવવાની રીત. ખસનું શરબત બનાવું ખૂબ જ સરળ છે અને એક ટેસ્ટમાં પણ તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. શરબત બનાવવાની આ રીતે તો એકદમ ઈઝી પણ છે.
Trending Photos
Khus Sharbat Recipe: ઉનાળામાં આપણે બધાને ઠંડી વસ્તુ ખાવી કે પીવી ગમે છે. આ દિવસોમાં જો ઘરે કોઈ મહેમાન આવે તો તેમને પણ કંઈ ઠંડુ જ પીવડાવવામાં આવે છે. આવા સમયે મોટાભાગે ફટાફટ લીંબુ પાણી બને છે. પરંતુ તમારે આવું હવે નહીં કરવું પડે. કારણ કે આજે તમને જણાવીએ ફટાફટ ઘરે ખસનું શરબત બનાવવાની રીત. ખસનું શરબત બનાવું ખૂબ જ સરળ છે અને એક ટેસ્ટમાં પણ તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. આ શરબત ઉનાળામાં સ્વાસ્થ્ય માટે પણ સારું ગણાય છે. કારણ કે આ શરબત શરીરને ઠંડુ રાખવાની સાથે હાઇડ્રેટ પણ રાખે છે.
આ પણ વાંચો:
ખસનું શરબત બનાવવાની સામગ્રી
ખસ એસેન્સ -1 ચમચી
પાણી- 3 કપ
ખાંડ - 4 કપ
ગ્રીન ફૂડ કલર -જરૂર અનુસાર
શરબત બનાવવાની રીત
ગેસ પર એક પેન રાખો તેમાં પાણી અને ખાંડ ઉમેરી બંનેને ધીમા તાપે પકાવો. ખાંડને બરાબર ઓગળવા દો. ખાંડ ઓગળી જાય પછી તેને ધીમી આંચ પર ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો. જ્યારે ચાસણી તૈયાર થઈ જાય પછી તમે ગેસ બંધ કરી દો. હવે તેમાં ખસ એસેન્સ અને ગ્રીન ફૂડ કલર ઉમેરો. ત્યારબાદ તે ઠંડુ થઈ જાય એટલે કાચની બોટલમાં સ્ટોર કરી લો. જ્યારે શરબત સર્વ કરવું હોય ત્યારે થોડી ચાસણી લઈ તેમાં જરુર અનુસાર પાણી અને બરફ ઉમેરી સર્વ કરો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે