Keto Diet: વજન ઘટાડનારા ડાયટ વધારી રહ્યા છે કેન્સર અને હાર્ટની બીમારીઓનું જોખમ!

વજન ઓછુ કરવા માટે આ સ્લીમ ફીટ રહેનારા લોકો વચ્ચે કીટો ડાયટ ઘણું જ ફેમસ છે. હકીકતમાં અત્યાધુનિક લો-કાર્બોહાઈડ્રેટ થવાના કારણે કીટો ડાયટ ઝડપથી માણસનું વજન ઘટાડે છે. પરંતુ કેટલાક એક્સપર્ટે કીટો ડાયટથી થનારા નુકસાનને જોતા લોકોને સાવચેત કર્યા છે.

Keto Diet: વજન ઘટાડનારા ડાયટ વધારી રહ્યા છે કેન્સર અને હાર્ટની બીમારીઓનું જોખમ!

ઝી બ્યૂરો, અમદાવાદઃ વજન ઓછુ કરવા માટે આ સ્લીમ ફીટ રહેનારા લોકો વચ્ચે કીટો ડાયટ ઘણું જ ફેમસ છે. હકીકતમાં અત્યાધુનિક લો-કાર્બોહાઈડ્રેટ થવાના કારણે કીટો ડાયટ ઝડપથી માણસનું વજન ઘટાડે છે. પરંતુ કેટલાક એક્સપર્ટે કીટો ડાયટથી થનારા નુકસાનને જોતા લોકોને સાવચેત કર્યા છે. કીટો ડાયટે ગત કેટલાક સમયમાં ઘણો જ વધુ ટ્રેન્ડમાં છે. વજન ઓછુ કરવા અથવા સ્લીમ ફીટ રહેનારા વચ્ચે કીટો ડાયટ ઘણું જ ફેમસ છે. હકીકતમાં અત્યાધુનિક લો-કાર્બોહાઈડ્રેટ ડાયટ થવાના કારણે કીટો ડાયટ ઝડપથી માણસનું વજન ઘટાડે છે. પરંતુ કેટલાક એક્સપર્ટે કીટો ડાયટથી થનારા નુકસાનને જોતા લોકોને સાવચેત કર્યા છે.

અનેક હેલ્થ એક્સપર્ટનું માનવુ છે કે કીટો ડાયટનું જોખમ અને લોન્ગ ટર્મ્સ ડિસીઝનું કારણ પણ બની શકે છે. જેને લઈને હાલમાં જ ફ્રન્ટિયર્સ ઈન ન્યૂટ્રીશન અને સેવેન મેડિસિનમાં એક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ સિવાય અમેરિકા અને કેનેડામાં સંસ્થાઓમાં અંદાજિત 123 જૂની સ્ટડ઼ીઝનું વિશ્લેષણ થયુ છે. સંશોધકોએ નોંધ્યુ છે કોટિજેનિક ડાયટ ન માત્ર કાર્બોહાઈડ્રેટની ઉણપને સીમિત કરે છે. પરંતુ તેનાથી મેટાબોલિઝમની કાર્યશૈલીને પણ અસર પહોંચે છે.

સંશોધકો એ પણ જણાવે છે કે કીટોજેનિક ડાયટનું નુકસાન તેના ફાયદાથી ઘણુ વધુ થઈ શકે છે. તેમણે કહ્યું છે કે કિટો ડાયટમાં હાજર માંસ, ચીઝ, ઓઈલ સહિત કેટલાક મુખ્ય તત્વોના કારણે શરીરને ખાસ પ્રકારના પોષક તત્વો નથી મળી શકતા.આ જ કારણ છે કે કીટો ડાયટ પર રહેનારા લોકોમાં કેટલીક બીમારીઓનું જોખમ વધુ હોય છે.

કેટલાક સંશોધકનું એવું પણ કહેવું છે કે કીટો ડાયટમાં હાજર ફૂડ પ્રોડક્ટ મોટા આંતરડાના કેન્સર, હાર્ટ ડિસીઝ અને અલ્જાઈમર જેવી બીમારીઓનું કારણ બની શકે છે. સ્ટડીમાં આ દાવો કરવામાં આવ્યો છે કે કીટોજેનિક ડાયટ કિડનીથી જોડાયેલી મુશ્કેલી અથવા ડાયાબિટીસ જેવી બીમારીઓને આમંત્રણ આપે છે.

શું છે કીટો ડાયટ?
કીટો ડાયટમાં કાર્બ્સની ફેટવાળી વસ્તુઓને પ્રાથમિકતા આપવામાં આવે છે. તેમાં માંસ, ફેટી ફિશ, ઈંડા, માખણ અને ક્રીમ, ચીજ, અખરોટ, બદામ, ઓઈલ, એવોકાડો, લીલા શાકભાજી અને અનેક પ્રકારના મસાલા સામેલ હોય છે.

કીટો ડાયટમાં કઈ વસ્તુઓ નથી લેવાતી?
કીટો ડાયટ કરનારા લોકોએ વધુ કાર્બાઈડ વાળી વસ્તુઓથી દૂર રહેવું પડે છે. તેમાં શુગર ફૂડ, આખા અનાજ, ફળ, રાજમા, દાળ, બટાકા, શક્કરિયા, ગાજર અને મધ જેવી અનેક વસ્તુઓથી અંતર બનાવવું પડે છે.

Disclaimer: The information on this site is not intended or implied to be a substitute for professional medical advice, diagnosis or treatment. All content, including text, graphics, images and information, contained on or available through this web site is for general information purposes only.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news