International Men's Day: આજે છે આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ, જાણો તેનો ઇતિહાસ અને મહત્વ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women's Day)ની માફક દર વર્ષે 19 નવેમ્બરના રોજ આંતરાષ્ટ્રીય પુરૂષ દિવસ (International Men's Day) ઉજવવામાં આવે છે. જોકે જે ઉત્સાહ અને સપોર્ટ સાથે મહિલા દિવસ ઉજવવામાં આવે છે.

International Men's Day: આજે છે આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ, જાણો તેનો ઇતિહાસ અને મહત્વ

નવી દિલ્હી: International Men's Day: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women's Day)ની માફક દર વર્ષે 19 નવેમ્બરના રોજ આંતરાષ્ટ્રીય પુરૂષ દિવસ (International Men's Day) ઉજવવામાં આવે છે. જોકે જે ઉત્સાહ અને સપોર્ટ સાથે મહિલા દિવસ ઉજવવામાં આવે છે, તે પ્રકારની એક્સાઇમેન્ટ તથા ક્રેજ પુરૂષ દિવસ માટે જોવા મળતી નથી. આ દિવસે ખાસકરીને પુરૂષોને ભેદભાવ, શોષણ, ઉત્પીડન, હિંસા અને અસમાનતાથી બચાવવા અને તેમને તેમના અધિકાર અપાવવા માટે ઉજવવામાં આવે છે. તમને જણાવી દઇએ કે 80 દેશોમાં 19 નવેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ ઉજવવામાં આવે છે અને યુનેસ્કો દ્વારા પણ સહયોગ મળી રહ્યો છે. આ વખતે આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસની થીમ છે. ''મેકિંગ અ ડિફરેન્ટ ફોર મેન એન્ડ બોયઝ''

આ રીતે થઇ પુરૂષ દિવસની શરૂઆત
આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ 19 નવેમ્બરના રોજ ઉજવવામાં આવતો એક વાર્ષિક આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ છે. તેની શરૂઆત 7 ફેબ્રુઆરીના રોજ થોમસ ઓસ્ટર દ્વારા કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસના પ્રોજેક્ટની કલ્પના 8 ફેબ્રુઆરી 1991માં કરવામાં આવી હતી. ત્યારબાદ 1999માં આ પ્રોજેક્ટને ત્રિનિદાદ અને ટોબૈગોમાં ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો. 

આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસનો ઇતિહાસ
1923માં ઘણા પુરૂષો દ્વારા 8 માર્ચના રોજ ઉજવવાની આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની તર્જ પર આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ ઉજવવાની માંગ કરવામાં આવી હતી. તેના લીધે પુરૂષોએ આંદોલન પણ કર્યું હતું. તે સમયે પુરૂષોએ 23 ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ ઉજવવાની માંગ કરી હતી. ત્યારબાદ 1968માં અમેરિકન જર્નલિસ્ટ જોન પી.હૈરિસે એક આર્ટિકલ લખતાં કહ્યું હતું કે સોવિયત સિસ્ટમમાં સંતુલનની ઉણપ છે. પછી 19 નવેમ્બર 1999માં ત્રિનિદાદ અને ટોબૈગો લોકો દ્વારા પહેલીવાર આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ ઉજવવામાં આવ્યો હતો. ડો. જીરોમ તિલકસિંહે જીવનમાં પુરૂષોના યોગદાનને એક નામ આપવાનું બીડું ઉઠાવ્યું હતું. તેમના પિતાના જન્મ દિવસના દિવસે વર્લ્ડ પુરૂષ દિવસ ઉજવવામાં આવે છે. ધીમે ધીમે દુનિયાભરમાં 19 નવેમ્બરના રોજ પુરૂષ દિવસ ઉજવવામાં આવે છે. 

ભારતે વર્ષ 2007માં પહેલીવાર આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ ઉજવવામાં આવ્યો હતો. ત્યારબાદથી ભારતમાં દર વર્ષે 19 નવેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવે છે. 

કેવી રીતે ઉજવવામાં આવે આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ?
મેન્સ ડે પુરૂષોનો દિવસ હોય છે. વિદેશોમાં આ દિવસે પુરૂષો માટે ઘણા પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તેમને પાર્ટી આપવામાં આવે છે, ફરવા માટે મોકલવામાં આવે છે. જોકે ભારતમાં વાત કરીએ તો અહીં ધીરે-ધીરે આ દિવસ ઉજવવાનું ચલણ શરૂ થયું છે. સાથે જ સોશિયલ મીડિયા પર પણ આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસની ધૂમ જોવા મળે છે. તમે પણ તમારા પરિવારના મેલ સભ્યો સાથે અને મેલ મિત્રો સાથે આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસની શુભેચ્છાઓ અને ભેટ આપીને આ દિવસને ખાસ બનાવી શકો છો. તમે પણ તેમને લંચ અથવા ડિનર પાર્ટી આપીને સેલિબ્રેટ કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news