Dogs Tail : કૂતરાની પૂંછડી વાંકી જ કેમ હોય છે? એની પાછળ રહેલું છે ખાસ કારણ

why is a dogs tail crooked know the reason : કૂતરાની પૂંછડી વાંકી હોય એવી આપણે ત્યા કહેવત છે.. પરંતુ આ કહેવત અમસ્તી જ નથી બની, આ પાછળ કૂતરાની બનાવટ કારણભૂત છે

Dogs Tail : કૂતરાની પૂંછડી વાંકી જ કેમ હોય છે? એની પાછળ રહેલું છે ખાસ કારણ

Dogs Tail : આપણે સૌ કોઇએ સાંભળ્યું જ હશે કે, કૂતરાની પૂંછડી વાંકી જ રહે ક્યારેય સીધી ન થાય... પરંતુ તેનું કારણ ખબર છે કે, શા માટે પૂંછડી વાંકી જ રહે છે... આજે તમને આ અંગેનો જવાબ મળી જશે... 

સામાન્ય રીતે જોઇએ તો કોઇ કૂતરાની પૂંછડી કેટલી વાંકી હશે તે તેઓની પ્રજાતિ પર નક્કી થાય છે. આ સિવાય તેના વિકાસક્રમ દરમિયાન તેની જરૂરિયાતોના કારણે તેની પૂંછડીનો વિકાસ વાંકો થાય છે. એક્સપર્ટના મતે ઠંડીના વાતાવરણમાં કૂતરાઓ મોટા ભાગે પૂંછડી વાંકી રાખીને બેસતા હોય છે. 

પરંતુ એક સવાલ એ પણ છે કે, શું કૂતરાની પૂછડી સીધી કરી શકાય.? તો આજ કાલ એવી ઘણી સર્જરી છે જેના થકી કૂતરાની પૂછડી સીધી કરી શકાય છે. પરંતુ આ તેના સ્વાસ્થ્ય માટે સારી બાબત નથી. આજની તારીખે કૂતરના એવી ઘણી પ્રજાતિ છે જેમાં તેની પૂંછડી સીધી જ રહે છે. ખાસ કરીને ફરાહો હાઉંડ નામની પ્રજાતિમાં સીધી પૂંછડી જોવા મળે છે.

સૌથી છેલ્લે તમને જણાવી દઇએ કે, દુનિયામાં કૂતરાની એવી પણ પ્રજાતિઓ છે જેમાં તેને પૂંછડી જ નથી હોતી. જેમાં ફ્રેંચ, બુલડોગ, બોસ્ટન ટેરિયર જેવી મુખ્ય પ્રજાતિ છે. તેની સામે કેટલાક કૂતરાઓ એવા પણ છે કે, જેના માલિક પૂંછડી કપાવી નાખે છે... એમાં પણ પશ્ચિમિ દેશોમાં કૂતરાની પૂંછડી કપાવવી એ સામાન્ય બાબત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news