તડકાના કારણે હાથ-પગની સ્કીનના હાલ થયા છે આવા? તો અજમાવો આ ઘરેલુ નુસખા, તુરંત કરે છે અસર
Home Remedies For Sun Tanning: સુંદર દેખાવા માટે લોકો પોતાના ચહેરાની તો ખૂબ જ માવજત રાખતા હોય છે પરંતુ ઉનાળા દરમિયાન પોતાના શરીરના અન્ય અંગોની સંભાળ રાખતા નથી. જેની અસર ઉનાળામાં હાથ અને પગની ત્વચા પર સૌથી વધુ દેખાય છે.
Trending Photos
Home Remedies For Sun Tanning: સુંદર દેખાવા માટે લોકો પોતાના ચહેરાની તો ખૂબ જ માવજત રાખતા હોય છે પરંતુ ઉનાળા દરમિયાન પોતાના શરીરના અન્ય અંગોની સંભાળ રાખતા નથી. જેની અસર ઉનાળામાં હાથ અને પગની ત્વચા પર સૌથી વધુ દેખાય છે. હાથ અને પગની ત્વચા કાળી થઈ જાય છે. આ રીતે જ્યારે સ્કીનનો રંગ બદલી જાય તો તેની અસર તમારી પર્સનાલિટી પર પણ પડે છે. બેદરકારીના કારણે જ્યારે ત્વચા કાળી પડી જાય છે તો પછી તેને લઈને ચિંતા થાય છે. પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમને આજે ખાંડમાંથી બનતા એક સ્ક્રબ વિશે જણાવીએ જેને ટેન થયેલી ત્વચા પર લગાડવાથી તુરંત જ સન ટેન દૂર થાય છે. આ સ્ક્રબ નો ઉપયોગ કરવાથી સ્કીન ટોનમાં પણ સુધારો થાય છે અને ડેડ સ્કીન ઝડપથી દૂર થાય છે.
આ પણ વાંચો:
ખાંડનું સ્ક્રબ બનાવવા માટેની સામગ્રી
બે લીંબુનો રસ
એક મોટો ચમચો ખાંડ
સ્ક્રબ બનાવવાની રીત
એક બાઉલમાં લીંબુનો રસ કાઢી અને તેમાં ખાંડ ઉમેરી તેને બરાબર મિક્સ કરો. ખાંડ થોડી ઓગળી જાય અને થોડી બાકી રહે ત્યારે તમે આ મિશ્રણને સ્ક્રબ તરીકે ઉપયોગમાં લો. ત્વચા ઉપર જ્યાં પણ સન ટેન થયું હોય ત્યાં આ મિશ્રણ લગાવો અને હળવા હાથે મસાજ કરો. દસ મિનિટ મસાજ કર્યા પછી હુંફાળા ગરમ પાણીથી હાથ-પગ સાફ કરી લો. સારું પરિણામ મેળવવા માટે અઠવાડિયામાં ત્રણથી ચાર વખત આ સ્ક્રબનો ઉપયોગ કરો.
આ પણ વાંચો:
સ્ક્રબને ઉપયોગમાં લેવાની બીજી રીત
જો તમારે લીંબુના રસ અને ખાંડનું મિશ્રણ બનાવવું ન હોય તો લીંબુને અડધું કાપી તેના ઉપર ખાંડ ભભરાવીને તેનાથી પણ તમે મસાજ કરી શકો છો. ખાંડ જ્યાં સુધી ઓગળે ત્યાં સુધી હળવા હાથે મસાજ કરવું અને પછી હુંફાળા પાણીથી હાથને સાફ કરી લેવા. આ રીતે પણ તમે લીંબુ અને ખાંડનું સ્ક્રબ ઉપયોગમાં લઈ શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે