સફેદ કપડાની પીળાશ 5 રૂપિયામાં થશે દુર, આ ટ્રિક અજમાવશો તો નવા હોય તેવા ચમકશે સફેદ કપડા
White Clothes Cleaning: વારંવાર સફેદ કપડા ધોવામાં આવે છે તેના કારણે તેના પર થોડા સમયમાં પીળાશ દેખાવા લાગે છે. પીળા પડેલા સફેદ કપડાને ફરીથી નવા જેવા ચમકાવવા હોય તો તેના માટે આજે તમને ખૂબ જ સરળ ટિપ્સ જણાવીએ.
Trending Photos
White Clothes Cleaning: સફેદ કપડા પહેરવામાં સારા લાગે છે પરંતુ એકવાર પહેર્યા બાદ તેને ધોવા માથાનો દુખાવો થઈ જાય છે. સફેદ કપડાને એકવાર પહેર્યા પછી ધોવા પણ ફરજિયાત થઈ જાય છે કારણ કે તે એકવારમાં જ મેલા દેખાવા લાગે છે. વારંવાર સફેદ કપડા ધોવામાં આવે છે તેના કારણે તેના પર થોડા સમયમાં પીળાશ દેખાવા લાગે છે. પીળા પડેલા સફેદ કપડાને ફરીથી નવા જેવા ચમકાવવા હોય તો તેના માટે આજે તમને ખૂબ જ સરળ ટિપ્સ જણાવીએ. આ ટીપ્સ ફોલો કરી તમે સફેદ કપડાંને સરળતાથી સાફ કરી શકો છો અને સફેદ કપડા એકદમ નવા હોય તેવા ચમકી જશે.
સફેદ કપડા ધોવા માટેની ટીપ્સ
આ પણ વાંચો:
આગલી રાત્રે લીંબુમાં પલાળો
લીંબુનો રસ બ્લીચિંગ એજન્ટ છે જે સફેદ કપડા પર ખૂબ જ સારી રીતે કામ કરે છે. તેથી સફેદ કપડા ધોવા માટે ગરમ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરી તેમાં કપડાને એક રાત પલાળી રાખવા અને બીજા દિવસે ધોવા. લીંબુને બદલે તમે સફેદ કપડા સાફ કરવા માટે વિનેગરનો ઉપયોગ કરી શકો છો.
રંગીન કપડા સાથે ધોવા નહીં
મોટા ભાગના લોકો સફેદ કપડા ધોતી વખતે એક મોટી ભૂલ કરે છે કે તેને અન્ય રંગીન કપડાની સાથે ધોવે છે. પરંતુ આવું ન કરવું જોઈએ. સફેદ રંગના કપડાં હંમેશા અલગથી ધોવા જોઈએ. રંગીન કપડાના કારણે સફેદ કપડાનો રંગ પણ નિસ્તેજ થઈ જાય છે.
આ પણ વાંચો:
વધુ પડતો ડિટર્જન્ટ ન વાપરો
ઘણા લોકો સફેદ કપડાં ધોવા માટે વધુ પડતા ડિટર્જન્ટનો ઉપયોગ કરે છે. પરંતુ વધુ પડતા ડિટર્જન્ટથી કપડાં સાફ નથી થતા પરંતુ કપડાંનો રંગ પીળો પડવા લાગે છે. સફેદ કપડાં માટે હંમેશા લિક્વિડ ડિટર્જન્ટનો ઉપયોગ કરવો જોઈએ.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે