Hair Serum : માત્ર 5 મિનિટમાં ઘરે બનાવો હેર સીરમ, વાળ બનશે જાડા અને સુપર સિલ્કી
Hair Care Tips: આજે અમે તમારા માટે ઘરે જ ઓનિયન હેર સીરમ બનાવવાની રીત લાવ્યા છીએ. ડુંગળીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, વાળમાં ડુંગળી લગાવવાથી વાળનો ગ્રોથ વધે છે.
Trending Photos
How To Use Onion Hair Serum: હવામાન બદલાતા જ તમને વાળ ખરવાની સમસ્યા થવા લાગે છે, જેનાથી છુટકારો મેળવવા માટે તમે ઘણા પ્રકારના મોંઘા ઉત્પાદનોનો ઉપયોગ કરો છો. પરંતુ તમારા વાળ પર આ ઉત્પાદનોની કોઈ અસર દેખાતી નથી. આવી સ્થિતિમાં આજે અમે તમારા માટે ઘરે જ ઓનિયન હેર સીરમ બનાવવાની રીત લાવ્યા છીએ. ડુંગળીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે કોઈપણ પ્રકારના વાળના ચેપ સામે લડવામાં મદદરૂપ થાય છે. તો ચાલો જાણીએ કે ઓનિયન હેર સીરમ કેવી રીતે બનાવવી.
ઓનિયન હેર સીરમ બનાવવા માટે સામગ્રી
ડુંગળી 1
નાળિયેર તેલ 2 ચમચી
દિવેલ 1 ચમચી
ઓનિયન હેર સીરમ કેવી રીતે બનાવવી?
ઓનિયન હેર સીરમ બનાવવા માટે સૌથી પહેલા ડુંગળી લો.
પછી તમે તેને છોલીને તેના ટુકડા કરી લો અને તેને ગ્રાઇન્ડરમાં નાખો.
આ પછી, તેને સારી રીતે પીસી લો અને સ્મૂધ પેસ્ટ બનાવો.
ત્યારબાદ કોટનના કપડાની મદદથી ડુંગળીનો રસ નીચોવી લો.
આ પછી આ રસમાં નારિયેળ તેલ, દિવેલ ઉમેરો.
પછી આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો.
આ પછી તૈયાર મિશ્રણને એક કન્ટેનરમાં ભરીને સ્ટોર કરો.
ઓનિયન હેર સીરમ કેવી રીતે એપ્લાય કરવી?
ઓનિયન હેર સીરમ લો અને તેને કોટન બોલની મદદથી તમારા વાળમાં લગાવો.
પછી તેને ઓછામાં ઓછા 1 કલાક માટે છોડી દો.
આ પછી, તમારા વાળને હૂંફાળા પાણીથી ધોઈ લો અને શેમ્પૂથી ધોઈ લો.
આ સીરમ વાળના ચેપ સામે લડવામાં મદદરૂપ સાબિત થાય છે.
(Disclaimer:અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)
આ પણ વાંચો:
2000 રૂપિયાની નોટ પર RBI એ આપ્યું મોટું અપડેટ, તમારી પાસે હોય તો ખાસ જાણો
2024ની ચૂંટણી પર નજર, પીએમ મોદીએ મંત્રીઓને નવ મહિના માટે આપ્યો મોટો ટાસ્ક
આર્ટિકલ 370: 20 અરજીઓ પર સુનાવણી કરશે CJI,સુપ્રીમમાં ત્રણ વર્ષ પહેલા આવ્યો હતો કેસ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે