Jaggery Test: તમે તો નથી ખાતાને મિલાવટી ગોળ ? આ રીતે ઘરે ચેક કરો ગોળ શુદ્ધ છે કે ભેળસેળયુક્ત
Jaggery Test: શું તમે વિશ્વાસ સાથે કઈ શકો છો કે તમારા રસોડામાં જે ગોળ છે તે શુદ્ધ છે ? આજના સમયમાં જ્યાં દરેક વસ્તુમાં ભેળસેળનું પ્રમાણ વધી રહ્યું છે તેમાંથી ગોળ પણ બાકાત નથી. જો તમે મિલાવટી ગોળનો ઉપયોગ કરો છો તો તેનાથી તમારા સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પણ થઈ શકે છે. ઘરમાં ઉપયોગમાં આવતો ગોળ શુદ્ધ છે કે નહીં તે જાણવા માટે તમે આ સ્ટેપ્સ ફોલો કરી શકો છો.
Trending Photos
Jaggery Test: ભોજનમાં મીઠાશ માટે ગોળને હેલ્થી ઓપ્શન માનવામાં આવે છે. ગોળનો ઉપયોગ સામાન્ય રીતે વધારે કરવામાં આવે છે. ગોળ એવી વસ્તુ છે જેનો ઉપયોગ રસોઈમાં કરવાની સાથે મીઠાઈમાં પણ થાય છે. ગોળમાં આયરન, કેલ્શિયમ, પોટેશિયમ, વિટામીન જેવા પોષક તત્વો પણ હોય છે તેને ખાંડની સરખામણીમાં શરીર માટે વધારે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારા રસોડામાં જે ગોળ છે તે શુદ્ધ છે કે નહીં ? આજના સમયમાં જ્યાં દરેક વસ્તુમાં ભેળસેળનું પ્રમાણ વધી રહ્યું છે તેમાંથી ગોળ પણ બાકાત નથી.
માર્કેટમાં ભેળસેળયુક્ત ગોળ પણ મળે છે. તેથી ગોળથી થતા ફાયદા મેળવવા માટે એ જાણવું જરૂરી છે કે તમે જે ગોળનો ઉપયોગ કરો છો તે શુદ્ધ છે કે મિલાવટી. જો તમે મિલાવટી ગોળનો ઉપયોગ કરો છો તો તેનાથી તમારા સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પણ થઈ શકે છે. ઘરમાં ઉપયોગમાં આવતો ગોળ શુદ્ધ છે કે નહીં તે જાણવા માટે તમે આ સ્ટેપ્સ ફોલો કરી શકો છો.
આ પણ વાંચો:
ગોળનો રંગ
શુદ્ધ ગોળ નો રંગ ડાર્ક બ્રાઉન હોય છે. પીળા કે આછા ભૂરા રંગનો ગોળ ક્યારેય ન ખાવો. શેરડી અને કેમિકલના રિએક્શનથી પાકેલા બોર્ડનો રંગ ડાર્ક બ્રાઉન હોય છે. જ્યારે તેમાં ભેળશેળ કરવામાં આવે છે તો તેનો રંગ આછો પડી જાય છે.
ગોળનો સ્વાદ
ગોળનો સ્વાદ પણ તમને જણાવી દેશે કે ગોળમાં ભેળસેળ થઈ છે કે નહીં. શુદ્ધ ગોળ એકદમ મીઠો લાગે છે. પરંતુ ભેળચળયુક્ત ગોળ કડવો અને ખારો લાગે છે. ઘણી વખત ખાંડ જેવી મીઠાશ પણ તેમાંથી આવે છે.
પાણી વડે ટેસ્ટ કરો
ગોળની શુદ્ધતા ચકાસવા માટે એક ગ્લાસમાં પાણી ભરો અને તેમાં ગોળના નાના ટુકડા ઉમેરો. જો ગોળ શુદ્ધ હશે તો થોડીવારમાં પાણીમાં ઓગળી જશે. જો ગોળમાં ભેળસેળ થઈ હશે તો તે પાણીમાં ઓગળશે નહીં અને ગ્લાસના તળિયામાં ચોંટી જશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે