Daily કેટલું દૂધ પીવું જોઇએ અને તેની સાથે શું ન ખાવું, જાણો આ અંગે શું કહે છે આયુર્વેદ

આપણા રોજિંદા જીવનમાં દૂધનું ઘણું મહત્વનું સ્થાન છે. પ્રોટિન અને કેલ્શિયમની (Calcium) સાથે પોટેશિયમ અને વિટામિન્સથી ભરપૂર દૂધને (Milk) એક સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે

Daily કેટલું દૂધ પીવું જોઇએ અને તેની સાથે શું ન ખાવું, જાણો આ અંગે શું કહે છે આયુર્વેદ

નવી દિલ્હી: આપણા રોજિંદા જીવનમાં દૂધનું ઘણું મહત્વનું સ્થાન છે. પ્રોટિન અને કેલ્શિયમની (Calcium) સાથે પોટેશિયમ અને વિટામિન્સથી ભરપૂર દૂધને (Milk) એક સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે, કેમ કે, તે પેટ ભરવાની સાથે જ સ્વાસ્થ્ય માટે પણ ઘણું ફાયદાકારક છે. પરંતુ દૂધને લઇને કોઇને કોઇ રિસર્ચ સામે આવે છે. કેટલાકમાં એવો દાવો કરવામાં આવે છે કે દૂધ પીવું કેટલું મહત્વનું છે, અને કેટલાકમાં દાવો છે કે વધુ દૂધ પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. કેટલાક લોકો એ પણ જાણતા નથી કે, દૂધ સાથે કઈ વસ્તુ ખાવી જોઇએ અને કઈ નહીં. જો તમારા મનમાં પણ દૂધને લઇને કોઈ સમસ્યા છે તો અહીં જાણો તમામ સવાલોના જવાબ.

રોજ કેટલું દૂધ પીવું જોઇએ
દરેક માટે એક જ પેરામીટર યોગ્ય નથી હોતું તેથી દરેક વ્યક્તિની દૂધ સાથે જોડાયેલી જરૂરિયાત પણ તેની ઉંમર પર નિર્ભર કરે છે. તેથી ઉંમરના હિસાબથી જાણો કયા વ્યક્તિને કેટલું દૂધ પીવું જોઇએ.

  • 1 થી 3 વર્ષ: એકથી ત્રણ વર્ષની ઉંમરના બાળકોએ દરરોજ 100 થી 200 મિલીલીટર દૂધ પીવું જોઇએ. જેથી તેમને ઉંમર વધવાની સાથે યોગ્ય પ્રમાણમાં કેલશિયમ મળી શકે. દૂધ ઉપરાંત બાળકોને દૂધ અને દહીંથી બનેલા પ્રોડક્ટ્સ પણ આપી શકો છો.
  • 4 થી 10 વર્ષ: ચારથી 10 વર્ષના બાળકોને દરરોજ 200 થી 300 મિલીમીટર દૂધ પીવું જરૂરી હોય છે. જેનાથી તેમના હાડકા મજબૂત (Strong Bones) બનવવામાં મદદ મળે છે. સાથે જ તેમને અન્ય ડેરી પ્રોડક્ટ્સ પણ આપવા જોઇએ.
  • 11 થી 18  વર્ષ: અગિયારથી અઢાર વર્ષના બાળકોને દરરોજ ઓછામાં ઓછું 3 કપ દૂધ જરૂર આપવું જોઇએ કેમ કે, તે દરમિયાન તેમનો શારીરિક અને માનસિક વિકાસ ઝડપથી વધે છે અને દૂધ તેમની મદદ કરી શકે છે.
  • 18 વર્ષથી વધુ ઉંમરના લોકો: ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના (ICMR) એક રિપોર્ટ અનુસાર, 18 વર્ષથી વધુ ઉંમરના લોકો દરરોજ 1 થી 2 ગ્લાસ દૂધ પીવું જોઇએ, કેમ કે, આ ઉંમરમાં તેમને દરરોજ 600 મીલી ગ્રામ કેલશિયમની જરૂરિયાત હોય છે.

આ પણ વાંચો:- Bad Pillow Side Effects: ખોટું ઓશીકું બગાડે છે તમારું આરોગ્ય, જાણો ચેક કરવાની રીત

દૂધની સાથે આ વસ્તુ ન ખાવી

  1. દૂધની સાથે ફળ ના ખાવા- ઘણા લોકોને બનાના શેક, મેંગો શેક, સ્ટ્રોબેરી શેક જેવી વસ્તુઓ ખુબજ પસંદ હોય છે. પરંતુ આયુર્વેદની (Ayurveda) સાથે એક્સપર્ટ્સનું પણ આ માનવું છે કે, દૂધને ફળની સાથે મિક્સ કરી (Milk with Fruits) ના પીવું જોઇએ. આયુર્વેદનું માનીએ તો દૂધની તાસીર ઠંડી હોય છે જ્યારે કેળા, સ્ટ્રોબેરી, કેરી વગેરે ફળોની તાસીર ગરમ. એવામાં ગરમ અને ઠંડી તાસીરવાળી વસ્તુઓ એક સાથે મિક્સ કરી ખાવાથી પાચન તંત્ર પર ખરાબ અસર પડે છે અને આ કારણે કબજિયાત, શરદી, ખાંસી, એલર્જી અને ફોલ્લીઓ જેવી સમસ્યાઓ થઈ શકે છે.
  2. દૂધ સાથે ખાટી વસ્તુઓ ના ખાવી- વિટામિનથી ભરપૂર અથવા કોઇપણ ખાટા ફળ જેમ કે, સંતરા, લીંબૂ, મોસંબી, આમળા, ચેરી વગેરે પણ દૂધની સાથે ક્યારે ન ખાવી જોઇએ. આયુર્વેદનું માનીએ તો આ કરવાથી દૂધ ઝેરી બની શકે છે અને તમને પાચનની સાથે સ્કિન સાથે જોડાયેલી બીમારીઓ (Skin Disease) થવાનો પણ ખતરો વધી જાય છે.
  3. દૂધ સાથે પ્રોટીનવાળી વસ્તુઓ ના ખાવી- દૂધને પ્રોટીનના અન્ય સ્ત્રોતની (Avoid Milk with other Protein) સાથે ક્યારે પણ મિક્સ કરી ના પીવું જોઇએ. આ કારણ છે મીટ, ચિકન, ફિશ, દાળ વગેરેની સાથે દૂધનું સેવન ક્યારે ન કરવું જોઇએ કેમ કે, આ તમામ વસ્તુ પ્રોટીનનો સારો સોર્સ છે અને દૂધમાં પણ પ્રોટીન હોય છે. આ કરવાથી પેટમાં ભારેપણું આવી શકે છે અને પાચન સાથે જોડાયેલી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news