કપડા પર લાગેલા હળદરના પીળા ડાઘ પણ થઈ જશે 5 મિનિટમાં દુર, અજમાવો આ ઘરગથ્થુ નુસખો

Stains Removal Hacks: કપડા ઉપર હળદરના ડાઘ લાગી જાય છે અને પછી તે સરળતાથી જતા નથી. આજે તમને હળદરના ડાઘ કપડા પરથી કેવી રીતે દૂર કરવા તેના કેટલાક ઘરગથ્થુ ઉપચાર વિશે જણાવીએ. આ ઉપાય કરવાથી કપડા પરથી હળદરના ડાઘ પણ દૂર થઈ જશે અને કપડામાં નવા હોય તેવી ચમક આવી જશે.

કપડા પર લાગેલા હળદરના પીળા ડાઘ પણ થઈ જશે 5 મિનિટમાં દુર, અજમાવો આ ઘરગથ્થુ નુસખો

Stains Removal Hacks: ઘરમાં કામ કરતી વખતે કપડા ઉપર ડાઘ લાગી જાય તે સામાન્ય વાત છે. પરંતુ કેટલીક વસ્તુઓના ડાઘ એવા હોય છે જે એક વાર પડે પછી જતા નથી. આવી એક વસ્તુ છે હળદર. ઘણી વખત કપડા ઉપર હળદરના ડાઘ લાગી જાય છે અને પછી તે સરળતાથી જતા નથી. આજે તમને હળદરના ડાઘ કપડા પરથી કેવી રીતે દૂર કરવા તેના કેટલાક ઘરગથ્થુ ઉપચાર વિશે જણાવીએ. આ ઉપાય કરવાથી કપડા પરથી હળદરના ડાઘ પણ દૂર થઈ જશે અને કપડામાં નવા હોય તેવી ચમક આવી જશે.

આ પણ વાંચો:

ટુથપેસ્ટ

સૌથી પહેલા ટૂથસ્ટમાં બેકિંગ સોડા મિક્સ કરો અને આ પેસ્ટને ડાઘ હોય તેના ઉપર સારી રીતે લગાડો. પાંચ મિનિટ માટે કપડા પર આ પેસ્ટને રહેવા દો અને પછી પાણીથી ધોઈને સાફ કરી લો આ ઉપાય કરવાથી ડાઘ દૂર થઈ જાય છે.

વાઈટ વિનેગર

તેના માટે થોડું લિક્વિડ ડિટરજન્ટ લેવું અને તેમાં વ્હાઇટ વિનેગર મિક્સ કરવું. હવે આ મિશ્રણને કપડાં પર ડાઘ હોય તે જગ્યા પર સારી રીતે લગાવી દસ મિનિટ માટે છોડી દો. ત્યાર પછી કપડાને ધોવાથી ડાઘ નીકળી જશે.

લીંબુનો રસ

લીંબુના રસમાં નેચરલ સિટ્રિક એસિડ હોય છે. જે કપડાં પર લાગેલા ડાઘને દૂર કરવામાં ખૂબ જ મદદ કરે છે. કપડા ઉપર હળદરના ડાઘ લાગી ગયા હોય તો તેના ઉપર લીંબુ કાપીને ઘસવાથી ડાઘ નીકળી જાય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news