Upper Lips Darkness: હોઠ ઉપરની સ્કીનની કાળાશ દુર કરશે આ ઘરગથ્થુ વસ્તુઓ, 7 દિવસમાં દેખાશે અસર

Dark Upper Lips: મહિલાઓ જ્યારે હોઠ ઉપરના વાળ દૂર કરવા થ્રેડીંગ અથવા તો વેક્સ કરાવે છે ત્યારે ઘણી વખત આ પ્રકારની પ્રોડક્ટ ત્વચાને સૂટ કરતી નથી. તેના કારણે હોઠ ઉપરની ત્વચા કાળી પડવા લાગે છે. 

Upper Lips Darkness: હોઠ ઉપરની સ્કીનની કાળાશ દુર કરશે આ ઘરગથ્થુ વસ્તુઓ, 7 દિવસમાં દેખાશે અસર

Dark Upper Lips: હોઠ કાળા થઈ ગયા હોય તેવી ફરિયાદ વિશે તો તમે ઘણીવાર સાંભળ્યું હશે. પરંતુ ઘણા લોકો એક અલગ પ્રકારની સમસ્યાથી પીડાતા હોય છે. આ સમસ્યા હોય છે હોઠ ઉપરની ત્વચા કાળી થઈ જવી. મહિલાઓ જ્યારે હોઠ ઉપરના વાળ દૂર કરવા થ્રેડીંગ અથવા તો વેક્સ કરાવે છે ત્યારે ઘણી વખત આ પ્રકારની પ્રોડક્ટ ત્વચાને સૂટ કરતી નથી. તેના કારણે હોઠ ઉપરની ત્વચા કાળી પડવા લાગે છે. જો તમારી સાથે પણ આવું થયું હોય અને હોઠ ઉપરની ત્વચા વાળ વિના પણ ડાર્ક લાગતી હોય તો તેને દૂર કરવાના ઘરગથ્થુ ઉપાય આજે તમને જણાવીએ.

આ પણ વાંચો:

1. હળદર એવો મસાલો છે જે દરેક ઘરમાં હોય છે અને તે ઔષધીય ગુણથી પણ ભરપૂર હોય છે. હળદર નો ઉપયોગ કરીને તમે ડાર્ક સ્કિનને નોર્મલ કરી શકો છો. દૂધ અથવા દહીંમાં હળદર ઉમેરીને ડાર્ક સ્કિન પર લગાડવામાં આવે તો થોડા દિવસોમાં જ ત્વચા નોર્મલ થઈ જાય છે.

2. દૂધનો ઉપયોગ કરીને પણ ત્વચાની ડાર્કનેસથી મુક્તિ મેળવી શકાય છે. તેના માટે ઓટમીલ પાઉડરમાં દૂધ અને ચંદન પાવડર મિક્સ કરીને સ્કીન પર લગાવો.

3. દહીંનો ઉપયોગ વાળ અને ત્વચાની સંભાળ માટે કરવામાં આવે છે. તેમાં એવા તત્વો હોય છે જે ત્વચાની કાળાશને દૂર કરે છે. તેથી જ હોઠ ઉપરની કાળાશને દૂર કરવા માટે તમે દહીં અને ગુલાબજળનો ઉપયોગ કરી શકો છો. દહીંમાં ગુલાબજળ ઉમેરીને થોડી મિનિટો માટે ત્વચા પર લગાડો અને પછી ત્વચાને સાફ કરો. 

4. મધની મદદથી પણ ત્વચા પર પડેલા ડાર્ક સ્પોટ  દૂર કરી શકાય છે. મધ અને ગુલાબજળને મિક્સ કરીને ડાર્ક થયેલી સ્કીન પર લગાડી 20 મિનિટ સુધી રાખો. ત્યાર પછી ત્વચાને પાણીથી સાફ કરો.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news