ફરવાના શોખીનો માટે ગુજરાત સ્વર્ગથી કમ નથી, ઇતિહાસ પ્રેમીઓ ખાસ લે આ સ્થળોની મુલાકાત
Archaeological Site: ફરવાના શોખીનો માટે ગુજરાત સ્વર્ગથી કમ નથી, અહીં દરેક પ્રકારના ટ્રાવેલરો માટે કંઇક ને કંઇક ખાસ છે. ભલે તમે ઇતિહાસ પ્રેમી હોવ કે પ્રકૃતિ પ્રેમી હોવ કે રોમાંચના દિવાના હોવ કે ધાર્મિક ટુરિઝમમાં રસ ધરાવો છો. તો આવો જાણીએ ગુજરાતના કેટલાક પર્યટન સ્થળો વિશે.
Trending Photos
Gujarat Tour: ગુજરાતના ભારતના સૌથી શાનદાર અને સુખી રાજ્યમાં ગણતરી થાય છે. એવું લાગે છે કે અહીં સાંસ્કૃતિક વારસો સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવ્યો છે. આવું એટલા માટે કારણ કે એક સમય હતો જ્યારે ગુજરાતમાં રાજાઓનું રાજ હતું. તેના કારણે આજે ગુજરાતના તમામ વિશાળ કિલ્લાઓ, વાવ, મસ્જિદ અને મંદિરો મોટી સંખ્યામાં મળી આવે છે. સમય પસાર થતો ગયો અને રાજાઓ બદલાતા ગયા પરંતુ તેમના દ્વારા બનાવવામાં આવેલા કિલ્લા આજે પણ મજબૂતી સાથે પોતાની હાજરી નોંધાવે છે.
ઇતિહાસ પ્રેમીઓ માટે મહત્વની છે આ સ્થળોની મુલાકાત
સાબરમતી આશ્રમ
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સાબરમતી આશ્રમની એક મહત્વની ભૂમિકા રહી છે. અમદાવાદ મહાત્મા ગાંધીની કર્મભૂમિ રહી. એમાં પણ સાબરમતી આશ્રમ તે વખતે પાવરહાઉસ જેવું ગણાતું હતું. જ્યાં હ્રદય કૂંજ એટલે ગાંધીજીના વસવાટનું સ્થળ આજે પણ મૂળ સ્થિતિમાં સચવાયેલું છે. અહીં તમને ગાંધીજીના દૈનિક કાર્યોની ચીજવસ્તુઓ અને અંગત ઉપયોગની વસ્તુઓ સંગ્રહિત છે જે જોવા મળશે. આ ઉપરાંત અહીં પુસ્તકાલય, ગાંધીજીના લખેલા પત્રો, લાઈટ એન્ડ સાઉન્ડ શો, વિનોબા-મીરા કુટિર, મગન નિવાસ વગેરે પણ જોવા મળશે જે આઝાદીની જંગના મૂક સાક્ષી સ્વરૂપ છે.
જામા મસ્જિદ
આ મસ્જિદ જોયા વિના તમારી અમદાવાદની યાત્ર અધૂરી છે. આ પોતાના નામ દિલ્હીની જામા મસ્જિદની માફક તેની શાનદાર અને રાજસી છે. ત્રણ દરવાજાથી માણેક ચોક તરફના કિનારે, ભદ્ર કિલ્લાની નજીક આવેલી જામા મસ્જિદને પશ્વિમી ભારતમાં સૌથી ઉંચી વોટરમાર્ક વાળી મસ્જિદ ડિઝાઇનના રૂપમાં ગણવામાં આવે છે.
પાટણ: રાણ કી વાવ (યૂનેસ્કો વિરાસત સ્થળ)
આ ખુબસુરત ઐતિહાસિક સ્થળનું નિર્માણ 11મી સદીમાં એક રાજાની યાદ તરીકે કરાવ્યું હતું. સરસ્વતી નદીના તટે બનેલી વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. આ વાવમાં 30 કિમી લાંબી રહસ્યમય સુરંગ પણ છે, જે પાટણના સિદ્ધપુરમાં જઈને નીકળે છે. ઐતિહસિક વાવની નક્શીકામ, અને કલાકૃતિની સુંદરતા ત્યાં આવનારા પર્યટકોને ખુબ ખુશખુશાલ કરી નાખે છે અને ઈતિહાસ સાથે તેમનો પરિચય પણ કરાવે છે. ભારતમાં તમને એવી અનેક ઈમારતો જોવા મળશે જે રાજાઓએ પોતાની પત્નીની યાદમાં બનાવડાવેલી છે. પણ રાણકી વાવ બધા કરતા અલગ છે. જેને વર્ષ 1063માં સોલંકી રાજવંશના રાણી ઉદયમતીએ સ્વર્ગવાસી પતિ રાજા ભીમદેવની યાદમાં બનાવી હતી. વાવની વાસ્તુકળા પર નજર ફેરવશો તો તે તમને એક ઉલ્ટા મંદિર જેવી લાગશે. જે હકીકત પણ છે તેને ઉલ્ટા મંદિરની રીતે ડિઝાઈન કરાઈ છે જેમાં સાત માળની સીડીઓ છે જે પૌરાણિક અને ધાર્મિક કલ્પનાઓ સાથે એકદમ ખુબસુરત રીતે કોતરણીકામ દ્વારા તૈયાર કરાઈ છે. વાવ લગભગ 30 મીટર ઊંડી છે. અહીં સુંદર નક્શીકામમાં પ્રાચીન અને ધાર્મિક ચિત્રો તૈયાર કરાયેલા છે.
મોઢેરા સૂર્ય મંદિર
અમદાવાદથી લગભગ 100 કિલોમીટર અને જિલ્લાના વડુમથક મહેસાણાથી લગભગ 25 કિલોમીટરના અંતરે આવેલા વિશ્વપ્રસિદ્ધ મોઢેરા આવેલું છે. અહીં પહોંચતા જ એક નવો અહેસાસ થશે. રાજ્યના મહેસાણા જિલ્લાના મોઢેરા ગામમાં આવેલું છે વિશ્વવિખ્યાત સૂર્ય મંદિર. જેને મોઢેરા મંદિર તરીકે પણ સંબોધવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા આ સ્થળને પ્રવાસન સ્થળ તરીકે પણ વિકસાવવામાં આવ્યું છે. સોલંકી યુગમાં નિર્માણ થયેલું આ મંદિર હસ્તશિપનો ઉત્કષ્ટ નમૂનો. મંદિરના સ્તંભો પર વિવિધ રામાયણ-મહાભારતના પ્રસંગોની કોતરણી પણ આવેલી છે. સૂર્ય મંદિરનું નિર્માણ રાજ વંશ સોલંકી કુળે કરેલું છે. આ મંદિરના ગર્ભગૃહમાં પડે છે સૂર્યનું પ્રથમ કિરણ. મોઢેરાનું વિશ્વપ્રસિદ્ધ સૂર્ય મંદિરની બનાવટ અને તેનું નકશી કામ અદભૂત, અવિસ્મરણીય છે.
સોમનાથ મંદિર (જ્યોતિર્લિંગ)
ઈતિહાસકારો કહે છે કે સોમનાથ મંદિર 17 વખત નષ્ટ થયું છે અને દરેક વખતે તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ પણ સ્વતંત્ર ભારતની મુખ્ય યોજનાઓમાં એક છે. હાલના મંદિરનું 1951માં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા સ્વતંત્રતા પછી પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું અને તે 1લી ડિસેમ્બર 1995ના રોજ ભારતના રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્મા દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે જૂનાગઢના રજવાડાને ભારતનો હિસ્સો બનાવ્યા બાદ ભારતના તત્કાલિન ગૃહમંત્રી સરદાર પટેલે જુલાઈ 1947માં સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો આદેશ આપ્યો હતો.
દ્રારકાધીશ મંદિર
પુરાણો પ્રમાણે લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ દ્વારકા નગરી વસાવી હતી ત્યારે જે સ્થાને તેમનો મહેલ એટલે હરિગૃહ હતો. ત્યાં જ દ્વારકાધીશ મંદિરનું નિર્માણ થયું. મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શ્રીકૃષ્ણની શ્યામવર્ણી ચતુર્ભૂજ પ્રતિમા છે. જે ચાંદીના સિંહાસન ઉપર વિરાજમાન છે. તેઓએ પોતાના હાથમાં શંખ, ચક્ર, ગદા અને કમળ ધારણ કરેલાં છે. જગત મંદિર દ્વારકા રોજ લાખો ભક્તોથી ભરેલું હોય છે. અહી રોજ લાખો શ્રદ્ધાળુઓ માથુ ટેકવે છે અને દ્વારકાધીશના ચરણ સ્પર્શ કરીને પોતાના ધન્ય અનુભવે છે.
ભાલકા તીર્થ
શ્રી કૃષ્ણ દ્વારા જીવન લીલા સમેટી તે ધાર્મિક સ્થળ એટલે ભાલકા તીર્થ ક્ષેત્ર, સોમનાથ નજીક આવેલું ભાલકા તીર્થ કે જ્યાં જગતગુરુ કૃષ્ણે પોતાની જીવન લીલા સમેટી લઈને અંતિમશ્વાસ લીધા હતા. પ્રાચીન ધાર્મિક માન્યાતા મુજબ ભગવાન શ્રીકૃષ્ણ સોમનાથ મહાદેવનાં અનન્ય ભક્ત હતા. ભગવાન કૃષ્ણ દ્વારકાધિશ હતા ત્યાંથી તેઓ સોમનાથ મહાદેવના દર્શન માટે આવતા હતા. સોમનાથ મહાદેવ મંદિર અનેક વખત બંધાયું જેમાં દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણએ કાસ્ટનું સોમનાથ મંદિર બનાવ્યું હોવાનું ઉલ્લેખ પુરાણોમાં આજે પણ જોવા મળે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે