Hair Care: 30 દિવસમાં કમર સુધી લાંબા થઈ જશે વાળ, વાળને લાંબા અને મજબૂત કરવા લગાવો આ હેર માસ્ક
Hair Care: બદલતી લાઈફ સ્ટાઈલ, પ્રદૂષણ અને પોષણના અભાવના કારણે નાની ઉંમરમાં જ લોકોને વાળ સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે. જેમાં સૌથી સામાન્ય ફરિયાદ એ હોય છે કે વાળનો ગ્રોથ વધતો નથી અને વાળ નબળા પડી જાય છે. જો તમારી પણ આ જ ફરિયાદ હોય તો આજે તમને એક એવું હેર માસ્ક બનાવવાની રીત જણાવીએ જેનો ઉપયોગ કરવાથી વાળ મજબૂત થશે અને ઝડપથી લાંબા પણ થશે.
Trending Photos
Hair Care: બદલતી લાઈફ સ્ટાઈલ પ્રદૂષણ અને પોષણના અભાવના કારણે નાની ઉંમરમાં જ લોકોને વાળ સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે. જેમાં સૌથી સામાન્ય ફરિયાદ એ હોય છે કે વાળનો ગ્રોથ વધતો નથી અને વાળ નબળા પડી જાય છે. જો તમારી પણ આ જ ફરિયાદ હોય તો આજે તમને એક એવું હેર માસ્ક બનાવવાની રીત જણાવીએ જેનો ઉપયોગ કરવાથી વાળ મજબૂત થશે અને ઝડપથી લાંબા પણ થશે. વાળની ગણતરીના દિવસોમાં જ કમર સુધી લાંબા કરી અને મજબૂત બનાવતું હેર માસ્ક બીટ અને લીમડાના પાનમાંથી તૈયાર કરવાનું છે.
હેર માસ્ક બનાવવાની સામગ્રી
આ પણ વાંચો:
10 થી 12 લીમડાના પાન
એક નાનકડું બીટ
એક ચમચી નાળિયેરનું તેલ
હેર માસ્ક બનાવવાની રીત
હેર માસ્ક બનાવવા માટે સૌથી પહેલા લીમડાના પાનને પાણીમાં સારી રીતે ધોઈ અને ટુકડા કરી લો. બીટ ની પણ છાલ ઉતારી ઝીણું સમારી લો. હવે બીટ અને લીમડાના પાનને મિક્સર જારમાં સારી રીતે બ્લેન્ડ કરી સ્મુધ પેસ્ટ તૈયાર કરો.
આ પેસ્ટને એક વાટકીમાં કાઢી તેમાં એક ચમચો નાળિયેરનું તેલ ઉમેરો. હવે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી વાળના મૂળમાં લગાડો. 30 થી 40 મિનિટ સુધી આ માસ્ક ને માથામાં રહેવા દો અને પછી વાળને માઈલ્ડ શેમ્પૂથી ધોઈ લો.
બીટ અને લીમડાનો આહેર માસ અઠવાડિયામાં બે વખત તમે લગાવશો એટલે તમારા વાળ ખરતા અટકી જશે અને વાળની લંબાઈ પણ ઝડપથી વધશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે