શારીરિક સંબંધ ક્યારે બાંધવા અને ક્યારે નહીં, જાણો આયુર્વેદમાં જણાવેલા મહત્વના નિયમો

Relationship Tips: આયુર્વેદના આ નિયમોનું પાલન કરવામાં આવે તો વ્યક્તિ ક્યારેય બીમાર પડતો નથી અને સહવાસથી પ્રાપ્ત થયેલ સંતાન પણ સર્વગુણ સંપન્ન બને છે. 

શારીરિક સંબંધ ક્યારે બાંધવા અને ક્યારે નહીં, જાણો આયુર્વેદમાં જણાવેલા મહત્વના નિયમો

Relationship Tips: આજના સમયમાં પણ લોકો શારીરિક સંબંધો અંગે ખુલીને વાત કરતા અચકાય છે. શારીરિક સંબંધો ફક્ત આનંદ માટે નથી હોતા તેનાથી દીર્ઘાયુ, વંશ વૃદ્ધિ, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે. સહવાસ અંગે આયુર્વેદમાં પણ કેટલાક નિયમો દર્શાવવામાં આવ્યા છે. આયુર્વેદના આ નિયમોનું પાલન કરવામાં આવે તો વ્યક્તિ ક્યારેય બીમાર પડતો નથી અને સહવાસથી પ્રાપ્ત થયેલ સંતાન પણ સર્વગુણ સંપન્ન બને છે. 

આ દિવસોમાં શારીરિક સંબંધ ન બનાવો

આયુર્વેદ અનુસાર સંતાન પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતા દંપત્તિએ અમાસ, પૂર્ણિમા, ચતુર્થી, અષ્ટમી, રવિવાર, સંક્રાંતિ, શ્રાદ્ધ પક્ષ, નવરાત્રી, શ્રાવણ માસ અને સંધિકાળ સમયે શારીરિક સંબંધો ન બનાવવા જોઈએ. આ સમય દરમિયાન પતિ પત્ની બ્રહ્મચર્યનું પાલન કરે તો ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. 

આ પણ વાંચો:

આ સમય સંબંધ બનાવવા માટે શ્રેષ્ઠ

આયુર્વેદ અનુસાર શારીરિક સંબંધ બનાવવા માટે રાતનો સમય શ્રેષ્ઠ ગણાય છે. આ સમયે બનાવેલા સંબંધથી જે સંતાન ઉત્પત્તિ થાય છે તે દીર્ઘાયુ, ગુણવાન, સંસ્કારવાન અને યશસ્વી બને છે. 

આ સ્થિતિમાં ન બનાવો સંબંધ

આયુર્વેદ અનુસાર સ્ત્રી જ્યારે માસિક ધર્મમાં હોય અથવા તો કોઈ રોગ થયો હોય ત્યારે શારીરિક સંબંધ બનાવવા નહીં.

આ પણ વાંચો:

આ જગ્યા પર સંબંધ બનાવવાનો ટાળો

શાસ્ત્રોમાં એવી જગ્યાઓનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે જ્યાં પતિ પત્નીએ શારીરિક સંબંધો બનાવવાથી દૂર રહેવું જોઈએ. જેમકે વૃક્ષ નીચે, સાર્વજનિક જગ્યામાં, સ્મશાન ઘાટ પર, હોસ્પિટલમાં, મંદિરમાં, બ્રાહ્મણના ઘરમાં કે ગુરુના ઘરમાં સંભોગ કરવો નહીં. 

ગર્ભ રહ્યા પછી ન બનાવો સંબંધ

પત્નીનો ગર્ભકાળ ચાલતો હોય ત્યારે પુરુષે તેની સાથે સહવાસ ન કરવો જોઈએ. સ્ત્રીની ગર્ભાવસ્થા દરમિયાન સંભોગ કરવાથી ભાવિ સંતાન શારીરિક રીતે નબળું થઈ શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news