Hair Care: ઉનાળામાં વધારે ખરતાં હોય વાળ તો ટ્રાય કરો આ નુસખા, એકવારમાં દેખાશે અસર
Hair Care: ગરમીમાં ખરતા વાળને અટકાવવા માટે તમે કેટલા ઘરેલુ નુસખા અજમાવી શકો છો. આ ઘરેલુ નુસખા અજમાવવાથી વાળ મજબૂત થશે અને ખરતા અટકશે. આ ઘરેલુ નુસખા કરવા માટે તમારે વધારે ખર્ચ પણ નહીં કરવો પડે. આ નુસખા ઝડપથી અસર કરે છે.
Trending Photos
Hair Care: ગરમીના વાતાવરણમાં તડકાના કારણે વાળ ઝડપથી ડેમેજ થાય છે. ધૂળ અને પરસેવાના કારણે વાળમાં ગંદકી વધી જાય છે અને તેના કારણે વાળ ઝડપથી કરવા લાગે છે. વાળ ખરવાની સમસ્યા મોટાભાગના વ્યક્તિઓને સતાવતી હોય છે. ઘણા લોકો ખરતા વાળને અટકાવવા માટે દવાઓ અને મોંઘી પ્રોડક્ટનો ઉપયોગ પણ કરે છે પરંતુ દરેક માટે આ શક્ય નથી. તેવામાં ગરમીમાં ખરતા વાળને અટકાવવા માટે તમે કેટલા ઘરેલુ નુસખા અજમાવી શકો છો.
આ ઘરેલુ નુસખા અજમાવવાથી વાળ મજબૂત થશે અને ખરતા અટકશે. આ ઘરેલુ નુસખા કરવા માટે તમારે વધારે ખર્ચ પણ નહીં કરવો પડે. આ નુસખા ઝડપથી અસર કરે છે.
એલોવેરા
ગરમીના દિવસોમાં વાળમાં એલોવેરાનો ઉપયોગ કરવો જોઈએ તેનાથી વાળને જરૂરી પોષક તત્વો મળે છે અને વાળ સિલ્કી બને છે સાથે જ તે ખરતા અટકે છે. જ્યારે પણ વાળને શેમ્પુ કરવાના હોય તેની 30 મિનિટ પહેલા એલોવેરા જેલને વાળમાં લગાડી લો. ત્યાર પછી હેર વોશ કરી લો. જો તમે ઈચ્છો તો નાળિયેર તેલમાં એલોવેરા જેલ મિક્સ કરીને પણ લગાડી શકો છો.
નાળિયેર તેલ
જે રીતે શિયાળામાં નાળિયેર તેલ સ્કીનને ફાયદો કરે છે તે રીતે ઉનાળામાં નાળિયેર તેલ વાળને મજબૂત બનાવે છે. જો તમે નાળિયેર તેલ થી વાળમાં મસાજ કરશો તો વાળ મજબૂત થશે અને ખરતા અટકશે.
ઈંડા અને ઓલિવ ઓઇલ
વાળને ખરતા અટકાવવા માટે ઈંડા અને ઓલિવ ઓઇલનું મિશ્રણ પણ રામબાણ ઈલાજ સાબિત થાય છે. એક બાઉલમાં એક ઈંડુ તોડી લેવું. તેમાં એક ચમચી ઓલિવ ઓઇલ ઉમેરો. બંને વસ્તુને વાળમાં લગાડો અને 30 મિનિટ સુધી રહેવા દો. ત્યાર પછી વાળને શેમ્પુ કરી લો. આ વસ્તુનો ઉપયોગ કરવાથી પહેલી વારમાં જ ફાયદો દેખાવા લાગશે.
મેથી
સુકી મેથી વાળ માટે લાભકારી છે. તેનાથી ખરતા વાળની સમસ્યા દૂર થાય છે. તેના માટે મેથીને રાત્રે પાણીમાં પલાળી સવારે તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને વાળમાં અડધા કલાક સુધી રાખો અને પછી શેમ્પુ કરી લો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે