Hair Care: રાત્રે સૂતા પહેલા આ 5 કામ કરી લેશો તો, વાળની સુંદરતા વધારવા અન્ય કોઈ ઉપાય કરવા નહીં પડે
Hair Care Routine: આ નાઈટ રૂટિનમાં કેટલાક સરળ કામનો જ સમાવેશ થાય છે તેને કરવા માટે તમારે વધારે મહેનત કરવી નહીં પડે અને વધારે સમય કાઢવાની પણ જરૂર નહીં પડે.
Trending Photos
Hair Care Routine: જો ખરતા વાળ તમારી પણ સમસ્યા હોય તો આજે તમને વાળને હેલ્ધી અને મજબૂત બનાવવા માટેનું હેર કેર રૂટિન જણાવી દઈએ. વાળને મજબૂત અને સુંદર બનાવવા માટે અલગ અલગ ઉપાયો તો તમે પણ કર્યા હશે પરંતુ તેની સાથે વાળને હેલ્ધી બનાવવા હોય તો એક નાઈટ રૂટિન ફોલો કરવું પણ જરૂરી છે. રોજ રાત્રે તમે સુતા પહેલા આ પાંચ સરળ કામ કરી લેશો તો વાળ ડેમેજ થતા અટકશે. નિયમિત રીતે આ પાંચ કામ કરીને સુવાથી વાળ સુંદર, શાઈની અને લાંબા પણ થાય છે. આ નાઈટ રૂટિનમાં કેટલાક સરળ કામનો જ સમાવેશ થાય છે તેને કરવા માટે તમારે વધારે મહેનત કે સમય કાઢવાની પણ જરૂર નહીં પડે.
સુતા પહેલા વાળ ઓળવા
સૌથી પહેલા નિયમ બનાવી લો કે રાત્રે સુતા પહેલા વાળને સારી રીતે ઓળી લેશો. સાથે જ વાળને ખુલ્લા રાખવાને બદલે લુઝ પોની અથવા તો ચોટી બનાવો. તેનાથી વાળના મૂળ નબળા પડતા નથી અને ડ્રાય પણ થતા નથી.
તેલ નાખવું
રાત્રે સુતા પહેલા નાળિયેર તેલ અથવા બદામ તેલને હૂંફાળું ગરમ કરી વાળના મૂળમાં સારી રીતે લગાડો. પાંચથી દસ મિનિટ માલિશ કરો. તેનાથી વાળને પોષણ મળે છે અને બ્લડ સર્ક્યુલેશન સુધરે છે જેના કારણે વાળના મૂળ મજબૂત થાય છે. બીજા દિવસે સવારે ભૂલ્યા વિના શેમ્પૂ પણ કરી લેવું.
વાળને સારી રીતે સૂકવો
આખા દિવસના કામના કારણે વાળવા પરસેવો થયો હોય અને વાળ અંદરથી ભીના હોય તો સૌથી પહેલા વાળને સારી રીતે કોરા કરી લો. ભીના વાળમાં સુઈ જવાથી વાળ વધારે તૂટે છે.
સાટીનનો સ્કાર્ફ
રાત્રે સુતા પહેલા વાળને સાટીનના કપડાથી કવર કરીને સુવાની આદત પાડો તેનાથી વાળમાં ગુંચ ઓછી ચડશે.
પર્યાપ્ત માત્રામાં પાણી પીવો
વાળને સુંદર બનાવવા માટે અને હેલ્ધી રાખવા માટે જરૂરી છે કે તમે સુતા પહેલા અને સવારે જાગીને સારી એવી માત્રામાં પાણી પીવો.. તેનાથી સ્ક્લેપ હાઇડ્રેટ રહે છે અને વાળની ડ્રાઇનેસ દૂર થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે