પેસ્ટ કંટ્રોલ વિના કરવો હોય વંદાનો સફાયો તો રસોડામાં મુકી દો આમાંથી કોઈ એક વસ્તુ, 1 રાતમાં કામ તમામ
Get Rid Of Cockroaches: રાત પડે એટલે રસોડામાં વંદા રાજ કરવા લાગે છે. ખૂણેખૂણેથી નીકળતા વંદા ઘરમાં બીમારી વધારે છે. તેથી જો ઘરમાં વંદા દેખાવા લાગે તો તુરંત તેને દુર કરવાના ઉપાય કરી લેવા જોઈએ. વંદાને ભગાડવા માટે ઘરના રસોડાની જ કેટલીક વસ્તુઓ ઉપયોગી સાબિત થાય છે. આ વસ્તુઓનો ઉપયોગ કરશો તો તમારે પેસ્ટ કંટ્રોલ કરવાની પણ જરૂર નહીં પડે.
Trending Photos
Get Rid Of Cockroaches: ઘરમાં જો વંદાનો ત્રાસ વધી જાય તો કોઈપણ વસ્તુ સાચવવી મુશ્કેલ થઈ જાય છે. ખાસ કરીને રસોડામાં તો વંદાની હાજરી ચિંતા વધારી દે છે. રાત પડે અને વંદા ઘરના ખૂણે ખૂણેથી નીકળીને રસોડામાં આતંક મચાવે છે. રસોડામાં ફરતા બનતા બીમારીનું કારણ પણ બની શકે છે. વંદાથી મુક્તિ મેળવવા માટે કેમિકલ યુક્ત દવાઓ પણ બજારમાં મળે છે પરંતુ આવી દવાઓનો ઉપયોગ પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. આવી સ્થિતિમાં આજે તમને કેટલીક ઘરેલુ વસ્તુઓ વિશે જણાવીએ જેની સુગંધ વંદાઓનો સફાયો કરી દે છે. રસોડાની આ વસ્તુઓનો ઉપયોગ કરીને તમે પેસ્ટ કંટ્રોલ વિના જ વંદા થી મુક્તિ મેળવી શકો છો.
વંદા ભગાડવાના ઘરગથ્થુ ઉપાય
આ પણ વાંચો:
તમાલ પત્ર
ભોજનમાં સ્વાદ વધારતું તમાલપત્ર વંદાનો સફાયો કરી શકે છે. જો રસોડામાં વંદા વધી ગયા હોય તો તમાલપત્રનો પાવડર બનાવીને તેને રસોડાના ખૂણે ખૂણે રાખી દો. રાત્રે તમે તમાલપત્રનો પાવડર રાખશો તો બીજા દિવસથી તમારા ઘરમાં એક પણ વંદો નહીં દેખાય.
બોરિક પાવડર
બોરિક પાવડર સરળતાથી તમને કોઈ પણ દુકાનેથી મળી શકે છે. બોરિક પાવડરમાં થોડું પાણી ઉમેરી તેની નાની નાની ગોળી બનાવીને રસોડામાં ખૂણે ખૂણે રાખી દો. એક દિવસ આ ગોળી રાખ્યા પછી મહિનાઓ સુધી તમારા ઘરના રસોડામાં વાંદા જોવા નહીં મળે.
બેકિંગ સોડા
બેકિંગ સોડા પણ દરેક ઘરના રસોડામાં સરળતા થી મળી રહે છે. વંદાને ભગાડવા માટે એક કપ પાણીમાં બેકિંગ સોડા અને ખાંડ ઉમેરીને એક મિશ્રણ તૈયાર કરી લો. આ મિશ્રણનો છંટકાવ એ બધી જ જગ્યાએ કરી દો જ્યાં વધારે આવતા હોય.
આ પણ વાંચો:
લવિંગ
લવિંગ પણ વાંદાને ભગાડવામાં મદદ કરી શકે છે. રસોડાના ખૂણે ખૂણે લવિંગ રાખી દેવાથી તેની તીવ્ર સુગંધ વંદાને રસોડાથી દૂર રાખે છે.
ઈંડાની છાલ
ઈંડાની છાલથી પણ વંદા દૂર ભાગે છે. આ વાત રિસર્ચમાં પણ સાબિત થઈ ચૂકી છે જો તમે ઈંડા ખાવ છો તો ઈંડાનો ઉપયોગ કર્યા પછી તેમના ફોતરાને ફેંકવા ને બદલે ઘરના ખૂણાઓમાં થોડી વાર રાખી મૂકો ત્યાર પછી વંદા દેખાતા બંધ થઈ જશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે