Perfume Vs Deodorant: પરફ્યૂમ અને ડિયોડરેંટમાં શું ફરક છે? સમજો ક્યારે કોનો ઉપયોગ કરવો

સામાન્ય રીતે લોકો ગરમીની સિઝનમાં પરસેવાથી છુટકારો મેળવવા અથવા પછી પાર્ટી, ઓફિસ અને મિત્રો વચ્ચે પોતાને ફ્રેશ ફીલ કરાવવા માટે પરફ્યૂમ અથવા ડિયોડરેંટનો ઉપયોગ કરે છે. મોટાભાગના લોકોએ તેમને પોતાની ડેલી ગ્રૂમિંગમાં સામેલ કરેલ છે. શું તમે જાણો છો કે ડિયોડરેંટ અને પરફ્યૂમ બે અલગ પ્રકારની પ્રોડ્ક્ટ છે? 

Perfume Vs Deodorant: પરફ્યૂમ અને ડિયોડરેંટમાં શું ફરક છે? સમજો ક્યારે કોનો ઉપયોગ કરવો

Perfume Vs Deodorant: ઘણા બધા લોકો પરફ્યૂમ અને ડિયોડરેન્ટનો ઉપયોગ કરે છે. સામાન્ય રીતે લોકો ગરમીની સિઝનમાં પરસેવાથી છુટકારો મેળવવા અથવા પછી પાર્ટી, ઓફિસ અને મિત્રો વચ્ચે પોતાને ફ્રેશ ફીલ કરાવવા માટે પરફ્યૂમ અથવા ડિયોડરેંટનો ઉપયોગ કરે છે. મોટાભાગના લોકોએ તેમને પોતાની ડેલી ગ્રૂમિંગમાં સામેલ કરેલ છે. શું તમે જાણો છો કે ડિયોડરેંટ અને પરફ્યૂમ બે અલગ પ્રકારની પ્રોડ્ક્ટ છે? 

ફ્રેગનેંસમાં અંતર
ડિયોડરેન્ટ અને પરફ્યૂમમાં સૌથી મોટું અંતર પરફ્યૂમ એસેંસનું રહે છે. પરફ્યૂમમાં એસેંસ 25 ટકા રહે છે, તો બીજી તરફ ડિયોડરેંટમાં પરફ્યૂમ અસેંસ માત્ર 1-2 ટકા સુધી જ હોય છે. એટલા માટે ડિયોડરેંટની તુલનામાં પરફ્યૂમની સુગંધ હાર્ડ હોય છે. 

લોન્ગ લાસ્ટિંગનેસનું અંતર
પરફ્યૂમ અસેંસ વધુ હોવાથી પરફ્યૂમ ન ફક્ત ડિયોડરેંટની તુલનામાં હાર્ડ હોય છે, પરંતુ ખુશ્બુના મામલે લોન્ગ લાસ્ટિંગ પણ હોય છે. જ્યારે ડિયોડરેંટની ફ્રેગનેન્સ 4 કલાકથી વધુ હોતી નથી, તો બીજી તરફ પરફ્યૂમની સુગંધ લગભગ 12 કલાક સુધી યથાવત રહે છે. 

પરસેવાની અસર
પરફ્યૂમ બોડીમાંથી પરસેવાની દુર્ગંધને દૂર કરવામાં કારગર છે. પરંતુ આ પરસેવા પર બેઅસર સાબિત થાય છે. તો બીજી તરફ ડિયોડરેંટમાં એન્ટી પર્સપરેંટ નામનો એક પદાર્થ હોય છે, જે શરીરના પરસેવાને ચૂસીને ત્વચાને ચિકણી થતાં રોકે છે અને તમે લાંબા સમય સુધી ફ્રેશ ફીલ કરો છો. 

સ્કિન પર પ્રભાવ
પરફ્યૂમમાં ભારે માત્રામાં કોન્સંટ્રેટ રહે છે. એવામાં તેને ડાયરેક્ટ સ્કિન પર સ્પ્રે કરવું ખૂબ નુકસાનકારક સાબિત થઇ શકે છે. એટલા માટે પરફ્યૂમ હંમેશા બાલ અને કપડાં પર એપ્લાય કરો. જો ડિયોડરેંટની વાત કરીએ તો તેમાં કોન્સંટ્રેશનની માત્રા ઓછી હોય છે એટલા માટે ડિયોડરેંટની સુગંધ સ્કીન પર વધુ સમય સુધી ટકી રહે છે. 

કિંમત
ડિયોડરેંટ અને પરફ્યૂમની વચ્ચે કિંમતનો પણ મોટો તફાવત રહે છે. સામાન્ય રીતે ડિયોડરેંટ ખૂબ ઓછા ભાવમાં માર્કેટમાં મળી જાય છે. કેટલીક કંપનીઓ લો બજેટમાં પણ પરફ્યૂમનો વિકલ્પ બજારમાં ઉપલબ્ધ છે, પરંતુ સારી બ્રાંડ અને ગુડ ક્વાલિટીના પરફ્યૂમ ખૂબ મોંઘા હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news