સિનસપાટા કે કલર કરવાથી મેળ નહીં પડે, છોકરી પટાવવી હોય તો આ 10 વાતોનું રાખો ખાસ ધ્યાન

મોટા ભાગના Handsome છોકરા માત્ર સિનસપાટા મારતા રહી જાય છે. અને છોકરીઓ બીજાને પસંદ કરી લે છે. તમને ખબર છે આવું કેમ થાય છે? એના પાછળ ખાસ કારણો જવાબદાર છે. ખાસ જાણી લો, છોકરીઓ લટ્ટુ હોય છે છોકરાઓની આ 10 બાબતો પર...

સિનસપાટા કે કલર કરવાથી મેળ નહીં પડે, છોકરી પટાવવી હોય તો આ 10 વાતોનું રાખો ખાસ ધ્યાન

ઝી બ્યૂરો, અમદાવાદઃ ઈસ્ટાઈલ મૈં રહેંગા તો લડકી પટેગા...નહીં તો મિલેગા ઝટકેમેં ઠેંગા....સ્ટાઈલ મેં રહેનેકા...સ્ટાઈલ ફિલ્મનું આ ગીત એટલે યાદ આવી ગયું કારણકે, એમાં છોકરીઓને કેવા છોકરા પસંદ હોય છે એ વાત કરવામાં આવી છે. અને આપણો આજનો આ આર્ટીકલ એ જ ટોપિક પર છે. દરેક છોકરા એવું ઈચ્છે છે કે તે એવું તો શું કરે કે છોકરીઓ તેમનાથી આકર્ષાય. છોકરીઓને પોતાની તરફ આકર્ષિત કરવા માટે કલરબાજ છોકરાઓ સિનસપાટા કરવાથી લઈને અલગ અલગ સ્ટાઈલો મારવાના વિવિધ નુસ્ખાઓ અજમાવે છે. ઘણીવાર છોકરાઓને એ ખ્યાલ જ નથી હોતો કે છોકરીઓને શું ગમે છે. ગોરાચટ્ટ હોવાથી, સ્ટાઈલ મારવાથી છોકરીઓ ઈમ્પ્રેસ નથી થતી. જો તમે પણ છોકરીઓને પોતાના તરફ આકર્ષિત કરવા માંગો છો કે પછી સીધા શબ્દોમાં કહીએ કે જો તમે પણ છોકરી પટાવવા માંગતા હોવ, તો આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખજો નહીંતર તમારો મેળ નહીં પડે....

1. ડ્રેસિંગ સેન્સ
દરેક છોકરાઓમાં ડ્રેસિંગ સેન્સ હોવી ખૂબ જ જરૂરી છે. કેમ કે, સૌથી પહેલાં તો છોકરીઓ એ જ જુએ છે કે સામાવાળા છોકરામાં ડ્રેસિંગ સેન્સ છે કે નહીં. દરેક છોકરાને એ ખ્યાલ હોવો જોઈએ કે, તેના પર કેવા કપડા (કઈ સ્ટાઈલના કપડા) અને કેવો રંગ સૂટ થાય છે. ઘણીવાર એવું પણ બને કે જે તમને સૂટ ન કરતું હોય તેવા જ પ્રકારના કપડા તમે પહેરો છો. સૌથી મહત્વની વાત તો એ છે કે કેવા ફંક્શનમાં કેવા સ્થળે કયા પ્રકારના કપડા પહેરવા, કેવા રંગના કપડા પહેરવા. જો આ સેન્સ છોકરાઓમાં હશે તો ચોક્કસથી તમારા તરફ છોકરીઓ આકર્ષાશે. જો તમારામાં ડ્રેસિંગ સેન્સની સમજ ન હોય તો તમે અન્યની મદદ લઈને પણ એ જાણી શકો છો કે તમારા પર કયો રંગ અને કેવા કપડા સૂટ કરે છે. તો અત્યાર જ જાણી લેજો કે તમે ડ્રેસિંગ સેન્સ ધરાવો છો કે નહીં.

2. ગુડ લુકિંગ સાથે સ્માર્ટ હોવું જરૂરી
ઘણા છોકરાઓના મનમાં જો એવું હોય કે તેઓ દેખાવથી બહુ જ સુંદર લાગે છે માટે તેમનાથી કોઈ પણ છોકરીઓ આકર્ષિત થઈ જશે. તો એ વાત ખોટી છે. હા, સામેવાળા પાત્રનો દેખાવ ચોક્કસ જરૂરી છે પણ તે 100 ટકા નહીં. છોકરો ગુડ લુકિંગની સાથે સાથે સ્માર્ટ હોવો પણ જરૂરી છે. કેમ કે, સ્માર્ટનેસ હશે તો તેમાર પ્રત્યે છોકરીઓ આકર્ષાશે, ન કે માત્ર દેખાવથી.

Jeans: દાયકાઓ પહેલાં મજૂરો માટે બનેલું જીન્સ કેવી રીતે બન્યુ ફેશન, જાણો જીન્સના જન્મથી ફેશન ટ્રેન્ડ તરીકે જમાવટ સુધીની કહાની

3. મેનર્સ હોવી જરૂરી
મેનર્સ એટલે કે રીતભાત. છોકરામાં વાત કરવાની, બોલવાની, વ્યવહારની મેનર્સ છે કે નહીં તે ખૂબ જ મહત્વનું છે. છોકરા જો ગમે એટલા સારા હોય પણ જો મેનર્સ જ ન હોય તો છોકરીઓ તેમનાથી આકર્ષિત નહીં થાય અને જો થશે તો લગભગ ટૂંક જ સમયમાં તેને એ વસ્તુનો ખ્યાલ આવી જશે કે, છોકરામાં મેનર્સ નથી. માટે જો તમે છોકરીઓને પોતાના પ્રત્યે આકર્ષિત કરવા માગો છો. તો મેનર્સ શીખવી પડશે. તે પછી બોલવાની, વાત કરવાની અને બીજી ઘણીબધી.

4. સેન્સ ઓફ હ્યુમર
કોઈપણ છોકરી એવા છોકરા પ્રત્યે જલદીથી આકર્ષાતી હોય છે જેનામાં સેન્સ ઓફ હ્યુમર હોય. છોકરામાં સેન્સ ઓફ હ્યુમર હોવુ જરૂરી છે. માર્ક ટ્વેઈને કહ્યું છે કે, હ્યુમર ઈઝ મેનકાઈન્ડઝ ગ્રેટેસ્ટ બ્લેસિંગ, જેમનામાં સેન્સ ઓફ હ્યુમર હોય છે તે વ્યક્તિ અણગમતી સ્થિતિ સહી શકે છે, વાતાવરણને હળવું બનાવી અણધાર્યા સંજોગોને અતિક્રમી શકે છે. કોઈ પણ સ્થિતિ-સંજોગો અને ખુદ પર જે હસી શકે છે તે વ્યક્તિ દિલદાર નથી હોતી, પરંતુ બુદ્ધિશાળી અને પ્રામાણિક જરૂર હોય છે. માટે જ સેન્સ ઓફ હ્યુમર હોય તેવા છોકરાઓ પ્રત્યે છોકરીઓ જલદી આકર્ષાય છે.

5. સેલ્ફ કોન્ફિડન્સ જરૂરી પણ ઓવરકોન્ફિન્સ નહીં
સેલ્ફ કોન્ફિડન્સ દરેક છોકરામાં હોવો જ જોઈએ. સેલ્ફ કોન્ફિડન્સ હોય તેવા છોકરાઓ પ્રત્યે છોકરીઓ આકર્ષાય છે. પરંતુ ઓવરકોન્ફિડન્સ હશે તો છોકરીઓને એ વસ્તુ નહીં ગમે. ઘણા છોકરાઓમાં દરેક વાતને લઈ કંઈક વધુ જ ઓવરકોન્ફિડન્સ હોય છે. જે વાત દરેક છોકરીઓને પસંદ પડે તે જરૂરી નથી.

6. કયા સમયે શું બોલવું તેની સમજ હોવી
છોકરાઓમાં એ સમજ જો હશે કે તેને કયા સમયે શું બોલવું અને કઈ રીતે બોલવું તો તેમના પ્રત્યે કોઈપણ છોકરી જલદી ઈમ્પ્રેસ થશે. સૌથી મહત્વની વાત એ જ છે કે, છોકરાઓને ક્યાં શું બોલવું તે ખબર હોવી જોઈએ. જો તેને આ સમજ હશે તો છોકરીઓ ચોક્કસથી તેમના પ્રત્યે આકર્ષાશે.

7. પર્સનાલિટી
છોકરાઓમાં પર્સનાલિટી ખૂબ જ મહત્વનો પોઈન્ટ છે. સૌથી પહેલા છોકરીઓ છોકરાઓની પર્સનાલિટીથી જ આકર્ષિત થાય છે. એવું જરૂરી નથી કે દરેક છોકરા પ્રોફેશનલ જ હોવા જોઈએ તો જ તેમની પર્સનાલિટી સારી લાગે.

8. રિસ્પેક્ટફૂલ હોવું જરૂરી
છોકરા જો કોઈપણની રિસ્પેક્ટ કરતા હશે તો તે વાત છોકરીઓને વધારે પસંદ પડશે. માટે છોકરાઓ રિસ્પેક્ટફૂલ હશે તો છોકરીઓ તેમનાથી ચોક્કસ આકર્ષાશે.

9. વિશ્વાસપાત્ર હોવું જરૂરી
કોઈપણ વિશ્વાસપાત્ર માણસ દરેકને પસંદ જ હોય છે. કેમ કે, આપણે જેના પર વિશ્વાસ કરીએ છીએ તેમને દરેક વાત બિન્દાસ શેર કરી શકીએ. માટે જો છોકરાઓમાં આ ગુણ હશે તો ચોક્કસથી તેમના પ્રત્યે છોકરીઓ આકર્ષાશે. માટે વિશ્વાસપાત્ર હોવું ખૂબ જરૂરી છે.

10. નેરો માઈન્ડેડ ન હોવા જોઈએ
નેરો માઈન્ડેડ છોકરાઓ લગભગ કોઈ છોકરીને નથી ગમતા. છોકરો જો નેરો માઈન્ડેડ હશે તો છોકરી તેના પ્રત્યે જલદી નહીં આકર્ષાય. કેમ કે, છોકરીઓને મુક્ત મનના છોકરાઓ વધુ ગમે છે. છોકરીઓને રોકટોક કરે તેવા છોકરાઓ પસંદ નથી પડતા. માટે નેરો માઈન્ડેડ તો ન જ હોવું જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news