Skin Care: રોજ ખાવી આ 5 હેલ્ધી વસ્તુઓ, ચહેરા પર 7 દિવસમાં દેખાવા લાગશે Glow
Skin Care: કેમિકલયુક્ત પ્રોડક્ટના કારણે પણ ચહેરા પર ખીલ, ડાઘ વગેરે જેવી સમસ્યાઓ થાય છે. તેવામાં તમે તમારા આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરીને તમારી ત્વચાને ચમકદાર બનાવી શકો છો. આજે તમને એવી 6 વસ્તુઓ વિશે જણાવીએ જેનું સેવન સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ ફાયદાકારક છે.
Trending Photos
Skin Care: આજના સમયમાં ત્વચા સંબંધિત સમસ્યાઓ સામાન્ય બની ચુકી છે. ડાઘરહિત ત્વચા માટે લોકો ઘણા મોંઘા સ્કીન કેર પ્રોડક્ટનો ઉપયોગ પણ કરે છે. તેના ઉપયોગથી થોડા સમય માટે ત્વચામાં સુધારો જોવા મળે છે પરંતુ લાંબા સમય સુધી તેનો ઉપયોગ ત્વચા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ઘણીવાર કેમિકલયુક્ત પ્રોડક્ટના કારણે પણ ચહેરા પર ખીલ, ડાઘ વગેરે જેવી સમસ્યાઓ થાય છે. તેવામાં તમે તમારા આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરીને તમારી ત્વચાને ચમકદાર બનાવી શકો છો. આજે તમને એવી 6 વસ્તુઓ વિશે જણાવીએ જેનું સેવન સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ ફાયદાકારક છે.
1. બીટ
બીટ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તે ડેડસ્કીનને દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે. આ સિવાય તે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં પણ મદદ કરે છે. જો તમે દરરોજ બીટનો રસ પીવો છો તો તમારી ત્વચા બેદાગ અને ચમકદાર બની શકે છે.
2. દહીં
ત્વચાની સંભાળ માટે દહીંનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય તમે તેને તમારા રોજિંદા આહારમાં સામેલ કરીને ત્વચાના ડાઘ દૂર કરી શકો છો. તમે દરરોજ તમારા આહારમાં દહીંનો સમાવેશ કરો છો તો તેમાં રહેલું લેક્ટિક એસિડ, ઝિંક, વિટામિન બી ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર કરી શકે છે.
3. પાલક
લીલા શાકભાજીમાં સામેલ પાલક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઘટાડવા ઉપરાંત તે ત્વચા માટે પણ ફાયદાકારક છે. તેમાં રહેલા એન્ટી ઓકિસડન્ટ ગુણો વૃદ્ધત્વની અસરને ઘટાડે છે.
4. દાડમ
આયરનથી ભરપૂર દાડમ શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદ કરે છે. જો તમે નિયમિતપણે દાડમ ખાઓ છો અથવા તેનો રસ પીતા હોવ તો તમે ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓથી બચી શકો છો. તમારા આહારમાં દરરોજ એક ગ્લાસ દાડમના રસનો સમાવેશ કરો.
5. લીંબુ
લીંબુ ભોજનનો સ્વાદ વધારવા ઉપરાંત ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તે ત્વચા માટે કુદરતી ક્લીંઝરનું કામ કરે છે. તેમાં વિટામિન સી, વિટામિન બી અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે. જે ત્વચાને ચમકદાર બનાવે છે.
6. અળસી
અળસીના બીજ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ઓમેગા-3 ફેટી એસિડ જોવા મળે છે જે તમારી ત્વચાને હાઇડ્રેટ રાખે છે. તમે આ બીજનો ઉપયોગ ખોરાકમાં અલગ અલગ રીતે કરી શકો છો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે