Chocolate: શું ચોકલેટ ખાવાથી વજન વધે? જાણો ચોકલેટના ફાયદા અને નુકસાન
Chocolate: આ અભ્યાસના તારણોને આધારે વૈજ્ઞાનિકો કહે છે કે, સવારે અથવા રાત્રીના સમયે ચોકલેટ ખાવાથી વજન વધતું નથી. સવારે ચોકલેટનું સેવન કરવાથી ફેટ બર્ન થવાની સાથે સાથે બ્લડ શુગરનાં લેવલને ઓછુ કરવામાં પણ મદદ મળે છે. આ અભ્યાસમાં ખાન-પાનની આદત અને તેનું ક્યારે સેવન કરવુ તે વાત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ તમને ભાગ્યે જ એવા લોકો મળશે જે ચોકલેટ ખાવાનું પસંદ નથી કરતા. જોકે, ઘણા લોકો ચોકલેટના ગેરફાયદાના કારણે તેને ખાવાનું ટાળે છે. એવું માનવામાં આવે છે કે ચોકલેટ ઝડપથી વજન વધારે છે. જેના કારણે મોટાભાગના લોકોને ન ઈચ્છવા છતા ચોકલેટથી અંતર જાળવી રાખવુ પડે છે. આવા લોકો માટે હવે એક સારા સમાચાર છે. તાજેતરમાં વૈજ્ઞાનિકોએ કરેલા અધ્યયનમાં એવી વાત સામે આવી છે જે ચોકલેટ પ્રેમીઓ માટે કોઈ મોટી ખુશીથી ઓછી નથી.
અધ્યયનમાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે, વજન ઘટાડવા અને ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખવા માટે ચોકલેટનું સેવન અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ અભ્યાસ સ્ત્રીઓ પર માસિક ધર્મ બાદ કરવામાં આવ્યો. અત્યાર સુધી એવું માનવામાં આવતુ હતું કે, ચોકલેટનું સેવન કરવું એ વજન અને ડાયાબિટીસ બંને માટે હાનિકારક હોઈ શકે છે. જોકે અધ્યયન દરમિયાન વૈજ્ઞાનિકોને આ માન્યતાથી બિલકુલ વિપરીત પરિણામ જોવા મળ્યા.
ચોકલેટ ખાવાના ફાયદા શું છે?
મેનોપોઝની અવસ્થાવાળી મહિલાઓ પર આ અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ સ્ત્રીઓને મર્યાદિત સમય માટે ચોક્કસ માત્રામાં ચોકલેટ આપવામાં આવી. અભ્યાસના નિષ્કર્ષમાં વૈજ્ઞાનિકોને બે મહત્વપૂર્ણ બાબતો જાણવા મળી. પહેલી- સવારે ચોકલેટનું સેવન કરવાથી ફાસ્ટિંગ ગ્લૂકોઝનું સ્તર ઓછુ થાય છે અને બીજુ- ચોકલેટનું સેવન કર્યા છતાં સ્ત્રીઓના વજનમાં કોઈ જ નોંધપાત્ર વધારો થયો ન હતો. હાર્વર્ડ ગેઝેટ દ્વારા કરવામાં આવેલ આ અભ્યાસ ફેડરેશન ઓફ અમેરિકન સોસાયટીઝ ફોર એક્સપેરિમેન્ટલ બાયોલોજી (FASEB) માં પ્રકાશિત થયો છે.
વ્હાઈટ મિલ્ક ચોકલેટ પર કરવામાં આવ્યું અધ્યયન-
આ અધ્યયનમાં ભાગ લેનારને બે અઠવાડિયા સુધી દરરોજ 100 ગ્રામ વ્હાઈટ મિલ્કની ચોકલેટ આપવામાં આવી હતી. સહભાગીઓએ વ્હાઈટ મિલ્કની ચોકલેટ ખાધા પછી બોડીમાં એનર્જી અનુભવી. સૌથી અગત્યની વાત એ છે કે અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે, ચોકલેટનું સેવન કરવાથી વજન વધે છે. જ્યારે આ અધ્યયનમાં આ વાત તદ્દન ખોટી સાબિત થઈ. વ્હાઈટ ચોકલેટ બ્લડ શુગર લેવલને કંટ્રોલ રાખવામાં ફાયદાકારક છે. જોકે, આ અધ્યયન દરમિયાન ચોકલેટ વપરાશના સમયને ધ્યાનમાં રાખવામાં આવ્યો છે.
અભ્યાસના મહત્વના મુદ્દાઓ કયા હતા?
આ અભ્યાસના તારણોને આધારે વૈજ્ઞાનિકો કહે છે કે, સવારે અથવા રાત્રીના સમયે ચોકલેટ ખાવાથી વજન વધતું નથી. સવારે ચોકલેટનું સેવન કરવાથી ફેટ બર્ન થવાની સાથે સાથે બ્લડ શુગરનાં લેવલને ઓછુ કરવામાં પણ મદદ મળે છે. આ અભ્યાસમાં ખાન-પાનની આદત અને તેનું ક્યારે સેવન કરવુ તે વાત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
નિષ્કર્ષ શું હતું?
બ્રિગામ અને હાર્વર્ડ સાથે સંકળાયેલ મહિલા હોસ્પિટલના મેડિસિન અને ન્યુરોલોજી વિભાગના પ્રોફેસર, માર્ટા ગેરાલેટ કહે છે કે, ચોકલેટ ખાવાથી કેલેરીની માત્રા વધતી હોવા છતા વજન વધતું નથી. આ અભ્યાસ વ્હાઈટ ચોકલેટ પર કરવામાં આવ્યો. મહિલાઓ ઉપરાંત અન્ય વયજૂથના લોકો પર પણ આ અધ્યયન કરવામાં આવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે