Belly Fat: આ ફેટ બર્નિંગ ડ્રિંક પીવાથી માત્ર 10 દિવસમાં ગાયબ થઈ જશે વધેલી ચરબી, જાણો બનાવવાની રીત

Belly Fat: આજે તમને ફેટ બર્નિંગ ડ્રિંક બનાવવાની રીત જણાવીએ. આપીને તમે એક મહિનો નિયમિત પીશો એટલે તમારું વજન ઝડપથી ઘટી જશે. તેનું સેવન કરવાનો ફાયદો એ છે કે તેનાથી બોડી હાઇડ્રેટ પણ રહે છે અને સાથે જ બોડી ડિટોક્ષ પણ થાય છે. તો ચાલો તમને જણાવીએ શરીર માટે ખૂબ જ ગુણકારી એવું ફેટ બર્નિંગ ડ્રિંક કેવી રીતે બનાવવું.

Belly Fat: આ ફેટ બર્નિંગ ડ્રિંક પીવાથી માત્ર 10 દિવસમાં ગાયબ થઈ જશે વધેલી ચરબી, જાણો બનાવવાની રીત

Belly Fat: આજના સમયમાં વધેલા વજનથી મોટાભાગના લોકો પરેશાન જોવા મળે છે. આજે તમને શરીરની વધેલી ચરબીને દૂર કરવા માટેનો એક સરળ ઉપાય જણાવીએ. આ ઉપાય કરવા માટે તમારે કલાકો સુધી જિમમાં મહેનત કરવાની પણ જરૂર નથી. તમે ઘર બેઠા શરીરની વધેલી ચરબીને ઉતારી શકો છો. આજે તમને ફેટ બર્નિંગ ડ્રિંક બનાવવાની રીત જણાવીએ. આપીને તમે એક મહિનો નિયમિત પીશો એટલે તમારું વજન ઝડપથી ઘટી જશે. તેનું સેવન કરવાનો ફાયદો એ છે કે તેનાથી બોડી હાઇડ્રેટ પણ રહે છે અને સાથે જ બોડી ડિટોક્ષ પણ થાય છે. તો ચાલો તમને જણાવીએ શરીર માટે ખૂબ જ ગુણકારી એવું ફેટ બર્નિંગ ડ્રિંક કેવી રીતે બનાવવું.

ફેટ બર્નિંગ ડ્રિંક બનાવવા માટેની સામગ્રી

આ પણ વાંચો:

10-12 ફુદીનાના પાન
1 મધ્યમ કાકડી
1 ચમચી આદુની પેસ્ટ
1 લીંબૂનો રસ
8 ગ્લાસ પાણી

ફેટ બર્નિંગ ડ્રિંક કેવી રીતે બનાવવું?

ફેટ બરનિંગ ડ્રિન્ક બનાવવા માટે સૌથી પહેલા એક કન્ટેનરમાં ઉપરની બધી જ વસ્તુઓને મિક્સ કરી તેમાં પાણી ભરી તેને ઢાંકીને આખી રાત મૂકી રાખો. બીજા દિવસે સવારે પાણીને ગાળી લો. હવે જે પાણી તૈયાર થયું છે તેને દિવસ દરમિયાન પીવાનું રાખો. આ પાણીને સવારથી રાત સુધીમાં થોડું થોડું કરીને પીવું અને રાત્રે ફરીથી બધી જ તાજી સામગ્રીને પાણીમાં પલાળી દેવી. આ રીતે તમે એક મહિના સુધી આ પાણી પીશો તો શરીરમાં વધેલી ચરબી દૂર થવા લાગશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news