શું તમે પણ ટુથબ્રશને પાણીથી પલાળી લગાવો છો ટુથપેસ્ટ ? તો આ વાત તમારા માટે જાણવી છે જરૂરી

Oral Health: કેટલાક લોકો એવું માને છે કે બ્રશને આ રીતે પલાળવું યોગ્ય નથી તેના કારણે દાંત સાફ થતા નથી. બ્રશ પલાળવાથી ટૂથપેસ્ટમાંથી ફીણા જલ્દી બને છે અને દાંત બરાબર સાફ નથી થતા. 

શું તમે પણ ટુથબ્રશને પાણીથી પલાળી લગાવો છો ટુથપેસ્ટ ? તો આ વાત તમારા માટે જાણવી છે જરૂરી

Oral Health: મોટાભાગના લોકો દાંત સાફ કરવા માટે ટુથ બ્રશનો ઉપયોગ કરે ત્યારે સૌથી પહેલા તેને પાણીથી સાફ કરે છે. ત્યાર પછી તેના ઉપર ટૂથપેસ્ટ લગાડે છે અને બ્રશ કરે છે. કેટલાક લોકો એવું માને છે કે બ્રશને આ રીતે પલાળવું યોગ્ય નથી તેના કારણે દાંત સાફ થતા નથી. બ્રશ પલાળવાથી ટૂથપેસ્ટમાંથી ફીણા જલ્દી બને છે અને દાંત બરાબર સાફ નથી થતા. આજે આ પ્રકારના કન્ફ્યુઝનને દૂર કરીએ.

આ પણ વાંચો:

હકીકતમાં ટુથપેસ્ટ લગાડતા પહેલા બ્રશને પલાળવું યોગ્ય છે કે નહીં તેના વિશેષ સ્વાસ્થ્ય નિષ્ણાંતો શું કહે છે જાણો. ડેન્ટલ એક્સપર્ટ જણાવે છે કે ટુથપેસ્ટ લગાડતા પહેલા બ્રશને પાણીથી ધોવું સારી બાબત છે. તેનાથી બે ફાયદા થાય છે. એક તો બ્રશ પર જામેલી ધૂળ અને ગંદકી સાફ થઈ જાય છે. બીજો ફાયદો એ છે કે બ્રશના બ્રિસસ્લ સોફ્ટ થઈ જાય છે જેના કારણે દાંત અને પેઢાને નુકસાન નથી થતું અને સરળતાથી દાંત સાફ થાય છે. નિષ્ણાતો જણાવે છે કે બ્રશનો ઉપયોગ કરતા પહેલા અને કર્યા પછી તેને સારી રીતે સાફ કરવું ખૂબ જ જરૂરી છે. 

એમાં નેતા ભૂલ ભરેલી છે કે બ્રશને ટૂથપેસ્ટ લગાડ્યા પહેલા ધોવાથી દાંત બરાબર સાફ થતા નથી. બ્રશને ઉપયોગમાં લેતા પહેલા ધોવું જરૂરી છે કારણ કે તેના પર જામેલી ધૂળ દૂર થઈ શકે. દાંત ની સંભાળ રાખવા માટે એ પણ જરૂરી છે કે ટુથ બ્રશને બે થી ત્રણ મહિના ઉપયોગમાં લઈને તેને બદલી દેવું જોઈએ. સ્વસ્થ દાંત માટે દિવસમાં બે વખત બ્રશ કરવું જરૂરી છે એક સવારે જાગીને અને રાત્રે સુતા પહેલા.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news