Diwali 2022 : દિવાળી ક્યારે ઉજવવી તેનુ કન્ફ્યૂઝન છે, તો આ રહ્યું ખરુ મુહૂર્ત

Diwali 2022 : આ વર્ષે દિવાળીના પર્વની ઉજવણી ક્યારે કરવી તેને લઈ ખૂબ મોટી મૂંઝવણ છે. કયા દિવસે ભગવાન કુબેરની પૂજા કરવી અને કયા દિવસે ધનતેરસની ઉજવણી કરવી એ અંગે કન્ફ્યુઝન છે. ક્યારે નવા વર્ષે ભગવાનના આશીર્વાદ લેવા માટે મંદિરમાં જવું અને ક્યારે ભાઈબીજની ઉજવણી કરવી આ તમામ સવાલોનો જવાબ મળી ગયો 

Diwali 2022 : દિવાળી ક્યારે ઉજવવી તેનુ કન્ફ્યૂઝન છે, તો આ રહ્યું ખરુ મુહૂર્ત

આશકા જાની/અમદાવાદ :દિવાળીના પર્વની ઉજવણીને લઈ ઘણી મૂંઝવણ છે. ક્યારે ધનતેરસની ઉજવણી કરવી અને ક્યારે નવા વર્ષ ઉજવણી કરી, અને ક્યારે નવા મુહૂર્ત કરવા તેને લઈને આ દિવાળીએ લોકોમાં અસમંજસ છે. કારણ કે, આ વર્ષે વાઘ બારસ અને ધનતેરસના મુહૂર્ત એક જ દિવસે આવે છે. આ જ મૂંઝવણ નવા વર્ષ અને ભાઈબીજ માટે પણ છે. જેથી મૂંઝવણ ઉભી થઇ છે. જો આ કન્ફ્યુઝન તમને પણ હોય તો આ આર્ટિકલ તમારું કન્ફ્યુઝન દૂર કરશે.

જ્યોતિષ શાસ્ત્રી ચેતન પટેલ જણાવે છે કે, આ વર્ષે દિવાળીના પર્વની ઉજવણી ક્યારે કરવી તેને લઈ ખૂબ મોટી મૂંઝવણ છે. કયા દિવસે ભગવાન કુબેરની પૂજા કરવી અને કયા દિવસે ધનતેરસની ઉજવણી કરવી એ અંગે કન્ફ્યુઝન છે. ક્યારે નવા વર્ષે ભગવાનના આશીર્વાદ લેવા માટે મંદિરમાં જવું અને ક્યારે ભાઈબીજની ઉજવણી કરવી આ તમામ સવાલોનો જવાબ મળી ગયો છે. ધનતેરસની ઉજવણી 22 ઓક્ટોબર, શનિવારના દિવસે સાંજે 6.02 મિનિટથી થાય છે અને ત્યારબાદના શુભ મુહૂર્તમાં લક્ષ્મી પૂજન કરી શકશે. 

ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજાના શ્રેષ્ઠ મુહૂર્ત 

  • સમય સાંજે 6.07 થી 7.41 લાભ રાત્રે 9.16 થી 10.50 શુભ
  • રાત્રે 10.51 થી 12.24 અમૃત
  • રાત્રે 12.25 થી 01.58 ચલ 

કાળીચૌદશ ના દિવસની ઉજવણી 23 ઓક્ટોબર રવિવારના દિવસે સાંજે 6.03 મિનિટ પછી ચૌદશ શરુ થશે. તેથી સાંજે અને રાત્રે મહાકાલી હનુમાનજી બટુક ભૈરવ, કાલભૈરવ વીર, અને દશ મહાવિદ્યાની આરાધના તેમજ તંત્ર મંત્ર યંત્ર સાધના તેમજ તાંત્રિક ઉપાસના માટે ઉત્તમ મુહર્ત ગણાય. ફેક્ટરીમાં મશીનરી તેમજ યંત્રપૂજા માટે પણ ઉત્તમ ગણવામાં આવશે.  

દિવાળીના પર્વ પછીનો દિવસ પડતર ગણવામાં આવ્યો છે. દિવાળીના પર્વની ઉજવણી 24 ઓક્ટોબર સોમવારના રોજ સાંજે 5.27 મિનિટથી શરૂ થશે. માટે ચોપડા પૂજનનું મુહર્ત ત્યારબાદ શરૂ થશે. જ્યારે દિવાળી બાદ બીજો દિવસ આપણે સામાન્ય રીતે નવા વર્ષ તરીકે ઉજવણી કરીએ છીએ. પરતું આ વર્ષે 25 ઓક્ટોબર મંગળવારના દિવસે સૂર્યગ્રહણ હોવાથી પડતર દિવસ ગણાશે. જ્યારે નવા વર્ષની ઉજવણી અને પેઢી ખોલવાનું મુહૂર્ત 26 ઓક્ટોબર બુધવારના દિવસે થશે. જ્યારે ભાઈબીજની ઉજવણી 27 ઓક્ટોબર ગુરૂવારે કરવામાં આવશે.   

હવે દિવાળીની ઉજવણીની તમારી મૂંવણનો અંત આવ્યો છે. દિવાળી અને નવા વર્ષની ઉજવણી વચ્ચે એક પડતર દિવસ છે. માટે એક દિવસ છોડીને નવા વર્ષની ઉજવણી કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news