Dating: છોકરીને impress કરવા માટે અપનાવો 90ના દાયકાની આ Dating Tips! જરૂર થઈ જશે સેટિંગ

છોકરીઓને ઈમ્પ્રેસ કરવા માટે છોકરાઓ અનેક ટિપ્સ અજમાવતાં હોય છે પરંતુ આજકાલ પ્રેમનો એકરાર કરવા માટેની બોરિંગ સ્ટાઈલથી છોકરીઓ પણ કંટાળી ગઈ છે. ત્યારે આજે તમને બતાવીશું કે 90ના દાયકાની કઈ ટિપ્સથી તમને પોતાનો પ્રેમ મળી જશે.

Dating: છોકરીને impress કરવા માટે અપનાવો 90ના દાયકાની આ Dating Tips! જરૂર થઈ જશે સેટિંગ

નવી દિલ્લી: છોકરીઓને ઈમ્પ્રેસ કરવા માટે છોકરાઓ અનેક ટિપ્સ અજમાવતાં હોય છે પરંતુ આજકાલ પ્રેમનો એકરાર કરવા માટેની બોરિંગ સ્ટાઈલથી છોકરીઓ પણ કંટાળી ગઈ છે. ત્યારે આજે તમને બતાવીશું કે 90ના દાયકાની કઈ ટિપ્સથી તમને પોતાનો પ્રેમ મળી જશે. આજ-કાલ છોકરીઓને ઈમ્પ્રેસ કરવાના ચક્કરમાં છોકરાઓને પરસેવો વળી જાય છે. છોકરીઓને ઈમ્પ્રેસ કરવા માટે છોકરાઓ અનેક ટિપ્સ અજમાવતાં હોય છે પરંતુ આજકાલ પ્રેમનો એકરાર કરવા માટેની બોરિંગ સ્ટાઈલથી છોકરીઓ પણ કંટાળી ગઈ છે. ત્યારે આજે તમને બતાવીશું કે 90ના દાયકાની કઈ ટિપ્સથી તમને પોતાનો પ્રેમ મળી જશે. આ ટિપ્સ તમને ચોક્કસથી પોતાનો લેડી લવ શોધવામાં મદદ કરી શકે છે.

90ના દાયકાની ડેટિંગ ટિપ્સથી કરો પ્રેમનો એકરાર:
તમારે પોતના પ્રેમના એકરાર કરવાની સ્ટાઈલ બદલવી પડશે. આજે અમે તમને 90ના દાયકાની કેટલીક ડેટિંગ ટિપ્સ બતાવીશું, જેને ફોલો કરવાથી તમારા પ્રેમની રેલગાડી પૂરપાટ ઝડપે દોડવા લાગશે.

પત્ર લખીને પ્રેમનો કરો એકરાર:
આજકાલ પ્રેમનો એકરાર વોટ્સએપ અને ફેસબુક જેવી સોશિયલ મીડિયા સાઈટ્સ પર જ થઈ જાય છે. તેમાં ફીલિંગ્સ અને પ્રેમ જોવા મળતો નથી. 90ના દાયકામાં પ્રેમનો એકરાર પત્ર લખીને કરવામાં આવતો હતો. પ્રેમી પત્રમાં પોતાના દિલની બધી વાત લખી દેતા હતા. તમે પણ પત્ર લખીને છોકરી સાથે પ્રેમનો એકરાર કરો. આવું કરવાથી છોકરીને સ્પેશિયલ ફીલ થશે અને તે તમારા પ્રેમનો સ્વીકાર કરી લેશે.

ગીત ગાઈને એકરાર કરવાથી વાત બની જશે:
90ના દાયકામાં પ્રેમી પોતાના પ્રેમનો એકરાર ગીત ગાઈને કે ગીતના શબ્દો લખીને કરતો હતો. છોકરીઓેને આ સ્ટાઈલ ખૂબ પસંદ આવતી હતી. જો તમે મળીને કે ફોન પર ગીત ગાઈને પ્રેમનો એકરાર કરશો તો તે તમારા પ્રેમને ક્યારેય ઠુકરાવશે નહીં.

સ્ટ્રીટ ફૂડની સાથે મજા લો:
છોકરીઓને ટિક્કી, પાણી-પુરી, આઈસક્રીમ અને મોમોઝ બહુ પસંદ આવે છે. અનેકવાર નાની વસ્તુમાં વધારે ખુશી અને પ્રેમ ઝલકે છે. એટલા માટે મોટી રેસ્ટોરામાં જવાની જગ્યાએ 90ના દાયકાની જેમ રસ્તાના કિનારે પોતાની પ્રેમિકાને હાથથી પાણી-પુરી ખવડાવો. પછી જુઓ કેવી રીતે છોકરીને તમારી સાથે બહુ ઝડપથી પ્રેમ થઈ જશે.

છોકરીના મિત્રો સાથે દોસ્તી વધારો:
છોકરીની સામે હંમેશા સંયમિત ભાષાનો જ પ્રયોગ કરો. હસી-મજાકનું પણ ધ્યાન રાખો અને છોકરીના મિત્રો સાથે ભૂલથી પણ વિવાદમાં ન ઉતરશો. 90ના દાયકામાં આ વસ્તુનું ઘણું ધ્યાન રાખવામાં આવતું હતું. એકવાર છોકરીના મિત્રો તમારી ફેવરમાં આવી ગયા તો છોકરી પણ પ્રેમનો સ્વીકાર કરવામાં બહુ સમય લગાવશે નહીં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news