Dating Tips: ખાલી આટલું કરશો તો ગર્લફ્રેન્ડ થઈ જશે ગદગદિત! તમને ચોંટી પડશે તમારી ચકુડી!

તમારી ઈનકમ કે પોકેટમની ભલે  ઓછી હોય પરંતુ તમારી પ્રેમની નાવને પાર લગાવવામાં બજેટ અડચણરૂપ નહીં બને. આજે અમે તમને કેટલીક સરળ ટિપ્સ આપીશું, જેને અજમાવીને તમે ઓછા ખર્ચમાં પણ પોતાની ડેટને સ્પેશિયલ બનાવી શકો છો.

Dating Tips: ખાલી આટલું કરશો તો ગર્લફ્રેન્ડ થઈ જશે ગદગદિત! તમને ચોંટી પડશે તમારી ચકુડી!

નવી દિલ્લી: તમારી ઈનકમ કે પોકેટમની ભલે  ઓછી હોય પરંતુ તમારી પ્રેમની નાવને પાર લગાવવામાં બજેટ અડચણરૂપ નહીં બને. આજે અમે તમને કેટલીક સરળ ટિપ્સ આપીશું, જેને અજમાવીને તમે ઓછા ખર્ચમાં પણ પોતાની ડેટને સ્પેશિયલ બનાવી શકો છો. લગ્ન પહેલાં રિલેશનશિપમાં રહેવું આજકાલ કોમન છે. ત્યારે જ તો મોટાભાગના યુવાનોની ગર્લફ્રેન્ડ હોય છે. હવે પ્રેમમાં હોય અને યુવતીને ખુશ કરવી છે તો તેને ડેટ પર લઈ જવી જોઈએ. પરંતુ પ્રેમની ગાડી બજેટ પર આવીને અટકી જાય છે. કેમ કે મોંઘી રેસ્ટોરાંમાં જમવા જવું અને મૂવી જોવા પર યુવાનના ઘણા રૂપિયા ખર્ચ થઈ જાય છે. એવામાં તે વિચારમાં પડી જાય છે કે...

No description available.

આ બધી વાતો વિચારીને અને મોંઘવારીને જોઈને જો તમે પરેશાન છો તો ચિંતા ન કરશો. કેમ કે તમારી ઈનકમ કે પોકેટમની ભલે  ઓછી હોય પરંતુ તમારી પ્રેમની નાવને પાર લગાવવામાં બજેટ અડચણરૂપ નહીં બને. આજે અમે તમને કેટલીક સરળ ટિપ્સ આપીશું, જેને અજમાવીને તમે ઓછા ખર્ચમાં પણ પોતાની ડેટને સ્પેશિયલ બનાવી શકો છો.

No description available.

1. ઘરે એરેન્જ કરો લંચ કે ડિનર:
જો યુવાન પોતાના ઘરે ગર્લફ્રેન્ડને ઈન્વાઈટ કરી શકે છે તો તેને લંચ કે ડિનરનો પ્લાન બનાવવો જોઈએ. તેમાં ઓછા ખર્ચની સાથે ટાઈમ સ્પેન્ડ કરવાની વધારે તક મળે છે. જો તમે એકલાં રહેતા હોય તો તમારી ગર્લફ્રેન્ડની સાથે મળીને ખાવાનું બનાવીને પણ ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકે છે.

2. કુદરતની ખૂબસૂરતીમાં ખોવાઈ જાઓ:
જ્યારે લોકો પ્રેમમાં હોય છે ત્યારે તેમને દરેક વસ્તુ સારી લાગે છે. એવામાં પ્રકૃતિથી વધીને બીજું કંઈ હોઈ શકે નહીં. આથી યુવાન પોતાની ડેટને ખાસ બનાવવા માટે પોતાની ગર્લફ્રેન્ડને કોઈ હિલ સ્ટેશન પર લઈ જઈ શકે છે. જો તમે ઈચ્છો તો બર્ડ સેન્ચ્યુરી કે હરિયાળીવાળી જગ્યા પર જઈ શકો છો.

3. ફોટોશૂટથી મેમરીને કેદ કરી લો:
મેમરી એક એવી વસ્તુ છે જેની છાપ હંમેશા દિલ પર જળવાઈ રહે છે. આથી તેને સંભાળીને રાખવા માટે ફોટોશૂટ સૌથી સારો વિકલ્પ છે. યુવાન પોતાની ગર્લફ્રેન્ડની સાથે કોઈ ખૂબસૂરત લોકેશન પર સારા અંદાજમાં ફોટો ક્લિક કરાવી શકે છે.

No description available.

4. ફ્લી માર્કેટથી કરો શોપિંગ:
યુવતીઓને શોપિંગ કરવાનું ખૂબ પસંદ હોય છે. પછી તે મોલ હોય કે સ્ટ્રીટ માર્કેટ. જો તેને પસંદગીની વસ્તુ મળી જાય તો તે તેનાથી ખુશ થઈ જાય છે. આથી યુવક પોતાની ડેટને સ્પેશિયલ બનાવવા માટે ગર્લફ્રેન્ડને ફ્લી માર્કેટ લઈ જઈ શકે છે. અહીંયા વસ્તુ સસ્તી અને વેરાયટીમાં મળે છે.

5. સ્ટ્રીટ ફૂડમાં પણ મજા આવશે:
જો તમે અને તમારી ગર્લફ્રેન્ડ ખાવા-પીવાના શોખીન હોય તો સ્ટ્રીટ ફૂડ્સ તમારા માટે શાનદાર વિકલ્પ છે. તમારી આજુબાજુ અનેક એવા વિસ્તાર હશે જ્યાંની કેટલીક ડિશ બહુ ફેમસ હશે. આથી તમારી ડેટને ખાસ બનાવવા માટે બંને લોકો તે વસ્તુની મજા લો અને ટેસ્ટી ફૂ઼ડનો આનંદ ઉઠાવો.

6. પિકનિકથી દિવસને સ્પેશિયલ બનાવો:
જ્યારે આપણે પરિવારની સાથે સમય પસાર કરવાનું વિચારતાં હોય ત્યારે પિકનિક સૌથી શાનદાર વિકલ્પ હોય છે. કેમ કે  અહીંયા તમે કોઈ પાર્કમાં બેસીને ઘરેથી બનાવેલા ભોજનની મજા માણી શકો છો. સાથે જ ત્યાં બેસીને કલાકો વાત કરી શકો છો. જો તમને સ્પોર્ટ્સમાં રસ હોય તો તમે બેડમિન્ટન, લુડો, ફ્લાઈંડ ડિસ્ક વગેરે પણ રમી શકો છો.

No description available.

7. ઐતિહાસિક સ્થળની મુલાકાત લો:
દરેક શહેરની કોઈને કોઈ વિશેષતા હોય છે. એવામાં ત્યાં કોઈ ઐતિહાસિક બિલ્ડિંગ કે વિરાસત હોય છે. જેને જોવા માટે લોકો દૂર-દૂરથી લોકો આવતાં હોય. આથી યુવકે ડેટને સ્પેશિયલ બનાવવા માટે પોતાની ગર્લફ્રેન્ડને આવી જગ્યા પર લઈ જવી જોઈએ. અહીંયા ફરવાથી તેને પણ મજા આવશે અને તમે બંને એકબીજાની સાથે સારો ક્વોલિટી સમય પણ પસાર કરી શકશો.

8. એડવેન્ચરને બનાવો ભાગ:
લાઈફનું ફનનું પણ હોવું જરૂરી છે. આથી ડેટમાં જો એડવેન્ચરનો સમાવેશ કરી લઈએ તો તે વધુ સ્પેશિયલ બની જાય છે. તેનાથી યુવક અને યુવતીની વચ્ચે બોન્ડિંગ વધે છે. સાથે જ તેમની વચ્ચે તાલમેલ પણ સારો બને છે. જો તમે રોપિંગ, સ્કેટિંગ, ડાઈવિંગ, સાઈકલિંગ વગેરે પ્રકારની એડવેન્ચર એક્ટિવિટી કરી શકો છો. તો આ એક્ટિવિટીથી તમારો મૂડ પણ ફ્રેશ થઈ જશે. તેનાથી રિલેશનશિપ વધારે સ્ટ્રોંગ બનશે.

9. ગર્લફ્રેન્ડનું પસંદનું ધ્યાન રાખો:
ડેટને ઓછા બજેટમં સ્પેશિયલ બનાવવા માટે તમે એવી એક્ટિવિટીમાં ભાગ લો. જે તમારી ગર્લફ્રેન્ડને વધારે પસંદ હોય. જો તેને પેઈન્ટિંગનો શોખ છે તો તમે તેને કોઈ આર્ટ એક્ઝિબિશનમાં લઈ જઈ શકો છો. જો તેને ડાન્સ કે કલ્ચરલ એક્ટિવિટીઝ પસંદ હોય તો તમે તેને કોઈ કોન્સર્ટ કે કલ્ચરલ ઈવેન્ટમાં લઈ જઈ શકો છો. તેમાં તમારે વધારે પૈસા ખર્ચવા નહીં પડે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news