Coffee Scrub Benefits: ત્વચા અને વાળ માટે વરદાન છે કોફી પાવડર, જાણો કોફીનો ઉપયોગ કરવાની સાચી રીત
Coffee Scrub Benefits: કોફી પીને જે રીતે સુસ્તી ભગાડી શકાય છે તે રીતે કોફીનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તો તેનાથી ત્વચા અને વાળની કેટલીક સમસ્યાઓને કાયમ માટે દુર કરી શકાય છે. કોફીનો ઉપયોગ કરવાથી સફેદ વાળ, ડ્રાય સ્કેલ્પ, ડાર્ક સર્કલ, ત્વચા પરની ડેડ સ્કીન જેવી તકલીફો એકવારમાં જ દુર થઈ જાય છે.
Trending Photos
Coffee Scrub Benefits: મોટાભાગના લોકોના દિવસની શરૂઆત ચા અથવા તો કોફી પી ને થતી હોય છે. ચા અને કોફી ઊંઘ ભગાડવા માટે સૌથી ઉત્તમ ડ્રિંક્સ છે. તેનું સેવન કરવાની સાથે જ સુસ્તી ઉડી જાય છે. જોકે કોફીની વાત કરીએ તો કોફી ત્વચા અને વાળ માટે લાભકારી ગુણથી ભરપૂર છે. કોફી પીવાથી સુસ્તી ઉડી જાય છે તે જ રીતે કોફીનો ઉપયોગ કરીને ત્વચા અને વાળની સમસ્યાઓને પણ દૂર ભગાડી શકાય છે. તો ચાલો તમને જણાવીએ કે તમે કોફી નો ઉપયોગ કેવી રીતે વાળ અને સ્કીન માટે કરી શકો છો.
સ્ક્રબ
કોફી એક નેચરલ એક્સફોલીએટીંગ સ્ક્રબ છે. જેનો ઉપયોગ સ્કીન માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેના માટે સૌથી પહેલા કોફીને એક બાઉલમાં લઈ અને તેમાં થોડું નાળિયેરનું અથવા તો ઓલિવ ઓઇલ ઉમેરો. સારી રીતે મિક્સ કરીને તેને ચહેરા પર લગાડો અને મસાજ કરો.
આ પણ વાંચો:
આંખ માટે બેસ્ટ
ઘણા લોકો એવા હોય છે જેને આંખ નીચે ડાર્ક સર્કલ વધી ગયા હોય છે. તેને દૂર કરવામાં પણ કોફી મદદ કરી શકે છે. તેના માટે ઠંડા પાણીમાં કોફી ડાઈલ્યુટ કરી તેમાં રૂ બોળી અને આંખની નીચે લગાવો. દસ મિનિટ પછી સાદા પાણીથી આંખ ધોઈ લો.
વાળ માટે બેસ્ટ
તમે વાળ ધોવા માટે નોર્મલ શેમ્પૂનો જ ઉપયોગ કરતા હશો પરંતુ રેગ્યુલર શેમ્પુમાં જો તમે કોફી મિક્સ કરીને તેનાથી વાળ સાફ કરો છો તો સ્કેલ્પ બરાબર સાફ થઈ જાય છે અને ડેડ સ્કીન પણ દૂર થઈ જાય છે.
ફેસ માસ્ક
ચહેરાની ડેડ સ્કીનને દૂર કરવા માટે કોફીનો ફેસપેક તરીકે ઉપયોગ કરી શકાય છે. ચહેરા પર લગાડવા માટે તમે કોફીમાં દહીં અથવા મધ ઉમેરી શકો છો. આ બંને વસ્તુને બરાબર મિક્સ કરીને 15 મિનિટ માટે ચહેરા પર લગાડો અને પછી ચહેરો સાફ કરો. આ ફેસપેકથી ચહેરાનું ટેક્સચર સુધરે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે