આ ઘઉંને કહે છે, 'ખેડૂતોનું કાળુ સોનું', ફાયદા એટલા કે ખરીદવા થઇ જશો મજબૂર
Black wheat nutritious: ઘઉંના લોટની રોટલી તો તમે બધાને ખાધી હશે પરંતુ શું તમે કાળા ઘઉંની રોટલી ખાધી છે. તમને જણાવી દઇએ કે કાળા ઘઉંનો લોટ કોઇ સામાન્ય લોટની તુલનામાં વધુ ફાયદાકારક હોય છે.
Trending Photos
Black Wheat Seed: દુનિયાના કૃષિ વિજ્ઞાન અને બાયોટેક્નોલોજીએ ખૂબ વિકાસ કરી લીધો છે. હાલમાં બજારોમાં વિવિધ પ્રકારની શાકભાજીઓ આવી ગઇ છે. જાંબલી કોબી, કાળા ચોખા અને ઘણી બીજા પ્રકારની હાઇબ્રીડ શાકભાજીઓ જે શરીરને કોઇ સામાન્ય શાકભાજીના મુકાબલે વધુ ફાયદો પહોંચાડે છે. આપણે ઘઉંની ઘણી વેરાયટી જોઇ હશે પરંતુ શું તમે કાળા ઘઉ વિશે સાંભળ્યું ચેહ? તમને જણાવી દઇએ કે કાળા ઘઉં કોઇ સામાન્ય ઘઉંના મુકાબલે વધુ ફાયદાકારણ હોય છે. કાળા ઘઉંમાં ઉપલબ્ધ એંથોસાએનિન પિગમેંટના કારણે તેનો રંગ કાળો હોય છે. કોઇ સામાન્ય ઘઉંમાં એંથોસાએનિનની માત્રા 5 પીપીએમ હોય છે જ્યારે કાળા ઘઉંમાં આ 100 થી 200 પીપીએમ હોય છે. આ હાર્ટની બિમારીઓ, કેન્સર અને ડાયાબિટીઝના ખતરાને ઓછો કરે છે. કાળા ઘઉંમાં સામાન્ય ઘઉંના મુકાબલે વધુ આયરન હોય છે.
કાળા ઘઉંના ફાયદા (Black wheat benefits)
1. તમને જણાવી દઇએ કે કાળા ઘઉં હાર્ટ, કેન્સર, ડાયાબિટીસ, મેદસ્વીતા સહિત ઘણી બીજી બિમારીઓના ખતરાને ઓછી કરે ચે. આ એન્ટીઓક્સીડેન્ટ્સથી ભરપુર હોય છે. કોઇ સામાન્ય ઘઉંના મુકાબલે જિંકની માત્રા પણ વધુ મળી આવે છે. તેના સેવનથી શરીરની ઇમ્યૂનિટીમાં જોરદાર વધારો જોવા મળે છે.
2. શિયાળાની સિઝન આવી ગઇ છે એવામાં સિઝનમાં જૂના સાંધાના દુખાવામાં વધારો શરૂ થઇ જાય છે. હેલ્થ એક્સપર્ટ્સનું માનીએ તો તેમાં ઉપલબ્ધ ઔષધિય ગુણ ઘૂંટણ અને સાંધાના દુખાવામાં રાહત આપે છે. આ સાથે જ એમીનિયા અથવા રક્તાલપતાને ખતમ કરે છે. બજારમાં આ ઘઉંની ડિમાન્ડ ખૂબ વધુ હોય છે.
3. તેના ફાયદાને જોતા તેને 'ખેડૂતોનું કાળુ સોનું' કહેવામાં આવે છે. બજારમાં તેની કિંમત કોઇ સામાન્ય ઘઉંના મુકાબલે ત્રણથી ચાર ગણી વધારે હોય છે. ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં કાળા ઘઉંની ખેતી કરવામાં આવે છે. તેની ખેતીનો ખર્ચ પણ ખૂબ ઓછો હોય છે. આ ઘઉની ખેતી કરનાર ખેડૂતો ઓછા ખર્ચમાં વધુ નફો કમાઇ શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લો. ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી)
આ પણ વાંચો: 7 Seater Car ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 3 ગાડીના ગ્રાહકો છે દીવાના
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો: BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે