સ્થાનિક મિકેનિક પાસે વાહનની સર્વિસ કરાવતા હોવ તો સાવધાન!, આ વાતો ધ્યાનમાં રાખજો...નહીં તો પસ્તાશો

તમારામાંથી મોટાભાગના લોકો કારની સર્વિસ રજીસ્ટ્રર સર્વિસ સ્ટેશનમાં કરવાતા હશે પરંતુ જો કોઈ એવા હોય કે સમયના અભાવના કારણે મિકેનિક પાસે પોતાની કારી સર્વિસ કરાવી લે છે.  બીજી બાજુ, સમયની અછતને કારણે, કેટલાક લોકો તેમની કારની સર્વિસ મિકેનિક થકી કરાવે છે જે તેઓ અધિકૃત સર્વિસ સ્ટેશન પર રાહ જોવા કરતાં વધુ સારી રીતે જાણે છે.

સ્થાનિક મિકેનિક પાસે વાહનની સર્વિસ કરાવતા હોવ તો સાવધાન!, આ વાતો ધ્યાનમાં રાખજો...નહીં તો પસ્તાશો

તમારામાંથી મોટાભાગના લોકો કારની સર્વિસ રજીસ્ટ્રર સર્વિસ સ્ટેશનમાં કરવાતા હશે પરંતુ જો કોઈ એવા હોય કે સમયના અભાવના કારણે મિકેનિક પાસે પોતાની કારી સર્વિસ કરાવી લે છે.  બીજી બાજુ, સમયની અછતને કારણે, કેટલાક લોકો તેમની કારની સર્વિસ મિકેનિક થકી કરાવે છે જે તેઓ અધિકૃત સર્વિસ સ્ટેશન પર રાહ જોવા કરતાં વધુ સારી રીતે જાણે છે. આજે અમે તમને એ જણાવીશું કે સ્થાનિક મિકેનિક પાસે સર્વિસિંગ કરાવો તો તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

એન્જિન ઓઈલ
જ્યારે પણ તમે સર્વિસિંગ માટે જાવ ત્યારે એન્જીન ઓઈલનું ધ્યાન રાખવું.  સારા ઓઈલમાં એન્જિન ઓઈલ ઉમેરવામાં આવે છે. બને તો કોઈ સારી કંપનીનું એન્જિન તમારી સાથે લઈ જાઓ અને તેને તમારી કારમાં ભરી લો.

બ્રેક ઓઈલ
જ્યારે પણ કાર સર્વિસિંગ માટે જાવ ત્યારે મિકેનિકને બ્રાન્ડનું બ્રેક ઓઈલ લેવાનું કહો. જો તમારી કારનું બ્રેક ઓઈલ સારુ નહીં હોય તો અકસ્માતનો ભય રહેલો છે. બ્રેક અચાનક જામ થઈ જાવાની સમસ્યા રહે છે. સર્વિસિંગ દરમિયાન બ્રેક ઓઈલનું ખાસ ધ્યાન રાખવું. 

સસ્પેન્શન
સસ્પેન્શને વાહનનો એક ખાસ ભાગ છે, સર્વિસિંગ દરમિયાન સસ્પેન્શન ચેક કરાવા જરૂરી છે. કેટલીક વખત એવું થય છે કે એન્જિન ઓઈલ, બ્રેક ઓઈલ, વ્હીલ એલાઈમેન્ટ કરાયા છતા કારમાંથી અલગ અવાજ આવે અને ગાડી થાડો લોડ લઈ રહી હોય તેવું લાગે તેવા સમયે તેમે વિચારતા હોવ કે સર્વિસ કરાવી તો પણ કારમાં કેમ આવું થઈ રહ્યું છે. તમારી કારના સસ્પેન્શનમાં સમસ્યા આવે છે ત્યારે આવું થાય છે. સસ્પેન્શન ખરાબ થઈ જવાથી ગાડી જમ્પીંગ કરતી નથી અને પછડાયા કરે છે. 

બેટરી
કારની લોકલ બેટરી ક્યારેય ઇન્સ્ટોલ કરશો નહીં કારણ કે તે ઝડપથી ડિસ્ચાર્જ થાય છે. બેટરી લાઇફ પણ ઓછી છે, એટલું જ નહીં, તેને ચાર્જ કરવામાં ઘણો સમય લાગે છે અને તે થોડા મહિનામાં બગડી જાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news