Bathua Benefits: વજન ઘટાડવાથી લઈને ઇમ્યુનિટી બુસ્ટ કરવામાં મદદ કરે છે બથુવાની ભાજી, શિયાળામાં ખાવી અચૂક
Bathua Benefits: શિયાળો શરૂ થાય એટલે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડે છે. આ ઋતુ દરમિયાન માર્કેટમાં વિવિધ પ્રકારના ફળ અને લીલા શાકભાજી મળવા લાગે છે. આ શાકભાજીનો ઉપયોગ કરીને તમે સ્વાસ્થ્યને સારું રાખી શકો છો. શિયાળાની ઋતુમાં કેટલાક વિશેષ શાકભાજીને ડાયટમાં સામેલ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે.
Trending Photos
Bathua Benefits: શિયાળો શરૂ થાય એટલે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડે છે. આ ઋતુ દરમિયાન માર્કેટમાં વિવિધ પ્રકારના ફળ અને લીલા શાકભાજી મળવા લાગે છે. આ શાકભાજીનો ઉપયોગ કરીને તમે સ્વાસ્થ્યને સારું રાખી શકો છો. શિયાળાની ઋતુમાં કેટલાક વિશેષ શાકભાજીને ડાયટમાં સામેલ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. આવું જ એક શાક છે જેને શિયાળામાં ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. ઠંડીની શરૂઆત થાય એટલે માર્કેટમાં બથુવાની ભાજી જેને ચીલની ભાજી પણ કહેવામાં આવે છે તે દેખાવા લાગે છે.
બથુવાની ભાજીનું શાક ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર બથુવાની ભાજી પૌષ્ટિક ગુણોથી ભરપૂર હોય છે શિયાળામાં તેને ડાયટમાં લેવાથી ઠંડીના કારણે થતી બીમારીઓ દૂર રહે છે. શાક ખાવાથી શરીરને અન્ય ઘણા ફાયદા થાય છે.
વજન ઘટે છે
જો તમે વજન ઘટાડવા ઇચ્છો છો તો શિયાળામાં બથુવાની ભાજી જરૂરથી ખાવ. તમે તેને બાફીને અથવા તો તેનું સૂપ બનાવીને પણ પી શકો છો. તેનું સેવન કરવાથી વજન ઝડપથી ઉતરે છે કારણ કે તેમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે તેને પીવાથી કલાકો સુધી પેટ ભરેલું રહે છે.
ડાયાબિટીસ માટે લાભકારી
ડાયાબિટીસના દર્દીઓ માટે પણ બથુવાની ભાજી ખૂબ જ લાભકારી છે. તેનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ સામાન્ય રહે છે. બથુવાની ભાજી તમે ભાત સાથે પણ ખાઈ શકો છો તેનું સેવન કરવાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે.
વાળ રહે છે સ્વસ્થ
બથુવામાં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે અને અન્ય વિટામિન્સ પણ હોય છે તેને ખાવાથી ખરતા વાળની સમસ્યા દૂર થાય છે અને વાળ મજબૂત તેમજ હેલ્ધી રહે છે.
ઇમ્યુનિટી બુસ્ટ થાય છે
બથુઆની ભાજી ખાવાથી શરીરની ઇમ્યુનિટી બુસ્ટ થાય છે તેમાં રહેલા એમિનો એસિડ અને ફાઇબર શિયાળામાં બીમારીઓથી શરીરનું રક્ષણ કરે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે