શું તમે પણ વાળમાં કલર કરવાના શોખીન છો?, તો સ્કીનટોનના પ્રમાણે પસંદ કરો હેર કલર

હાલના સમયમાં મોટાભાગના લોકો વાળને કલર કરવાનું પસંદ કરતા હોય છે. પરંતુ ક્યારેક ખોટો રંગ પસંદ કરવાથી દેખાવ ખરાબ થઈ જતો હોય છે. આવી સ્થિતિમાં અમે તમને કેટલીક ટિપ્સ જણાવીશું કે જેની મદદથી તમે તમારા વાળ માટે સારો કલર પસંદ કરી શકો. 

શું તમે પણ વાળમાં કલર કરવાના શોખીન છો?, તો સ્કીનટોનના પ્રમાણે પસંદ કરો હેર કલર

હાલના સમયમાં મોટાભાગના લોકો વાળને કલર કરવાનું પસંદ કરતા હોય છે. પરંતુ ક્યારેક ખોટો રંગ પસંદ કરવાથી દેખાવ ખરાબ થઈ જતો હોય છે. આવી સ્થિતિમાં અમે તમને કેટલીક ટિપ્સ જણાવીશું કે જેની મદદથી તમે તમારા વાળ માટે સારો કલર પસંદ કરી શકો. 

વધુ પડતા લોકો સફેદ વાળને છુપાવવા માટે કલર કરતા હોય છે. પરંતુ આજકાલ મોટાભાગના લોકો શોખ માટે પણ વાળને કલર કરાવવાનું પસંદ કરે છે. પરંતુ જ્યારે પણ તમે વાળ પર કલર કરાવો છો. ત્યારે તે ખૂબ જ જરૂરી છે કે તમે તેની કાળજી લો. ખાતરી કરો કે તમે જે રંગ પસંદ કરો છો તે તમારી ત્વચાના સ્કીનટોન અનુસાર હોવો જોઈએ. ક્યારેક ખોટો રંગ પસંદ કરવાથી તમે ખરાબ દેખાઈ શકો છો. અમે તમને એવી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમે તમારા માટે યોગ્ય હેર કલર પસંદ કરી શકો છો. ચાલો જાણીએ.

આ નુસ્ખાથી સ્કીનટોનના પ્રમાણે પસંદ કરો હેર કલર

જો તમારી સ્કીનનો ટોન ઘઉંવર્ણો છે
જો તમારી સ્કીનનો ટોન ઘઉંવર્ણો છે તો તમને લાઈટ બ્રાઉન, હની ચેસ્ટનટ, હની ચેસ્ટનટ, બ્લાન્ડ હાઈલાઈટ્સ કલર સારો લાગશે.  જો તમે ગ્લોબલ કલર વિશે વિચારી રહ્યા હોવ તો તમારે લાઈટ બ્રાઉન કલર પસંદ કરવો જોઈએ. લાઇટ બ્રાઉન કલર ખાસ કરીને મહિલાઓને ખૂબ જ સુંદર લાગશે, આ સાથે પરફેક્ટ વાળ ખૂબ જ સુંદર દેખાશે.

મીડિયમ સ્કીનટોન 
વધુ પડતી ભારતીય મહિલાઓનો સ્કીન ટોન મીડિયમ હોય છે. આ સ્કીન કલર પર ચોકલેટ બ્રાઉન, બ્રેસ કલર, ચેસ્ટનટ કલર ખૂબ જ સારો લાગતો હોય છે. આના સિવાય રિચ ગોલ્ડન બ્રાઉન, ડીપ રેડ બ્રાઉન હેર કલર પણ સારો લાગતો હોય છે. 

પીળાશ પડતો સ્કીન ટોન
જો તમારો સ્કીન ટોન પીળાશ પડતો છે. તો તમે ડાર્ક હેરકલર કરી શકો છો. તમારી સ્કીન પર પીળાશ પડતો છે તો તમને લાઈટ ગોલ્ડન કલરથી તમારા વાળને કુદરતી લુક મળશે. 

(નોંધ- અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારી પર આધારિત છે. આનો પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો. ZEE NEWS આ વાતની પુષ્ટી કરતું નથી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news