SURAT માં પોલીસે ગુનાઓ પર નકેલ કસવા પોલીસે રીઢા આરોપીઓને ઝડપવા અભિયાન શરૂ કર્યું
Trending Photos
સુરત : સતત બની રહેલી ગુનાખોરીની ઘટનાઓ રોકવા પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે, ત્યારે ક્રાઇમ બ્રાન્ચે રૂપેશ ઉર્ફે બાલાજી કાશીનાથ પાટીલને લોડેડ રીવોલ્વર સાથે ઝડપી પાડ્યો હતો. આ અંગે પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે, શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર તકેદારી રાખવા પોલીસને સૂચના આપી હતી. સુરત શહેરમાં અસામાજીક તત્વો ઉપર કાઇમ બ્રાંચની ટીમે ખાનગી રાહે વોચ રાખેલ હતી.
દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે વેસુ, વી.આર.મોલ સામે આવેલ સુમન આવાસમાં રહેતા કુખ્યાત રૂપેશ ઉર્ફે બાલાજી કાશીનાથ પાટીલ લોડેડ રીવોલ્વર સાથે ફરી રહ્યો છે. જેને વોચ ગોઠવી રિવોલ્વર અને 11 કાર્ટીઝ સાથે ઝડપી પાડ્યો હતો. આરોપીની ઝીણવટ ભરી પુછપરછમાં હકીકત તેને જણાવ્યું હતું કે, અગાઉ વેડરોડ ઉપર આવેલ રૂપલ સોસાયટીમાં ભાડાના મકાનમાં નાનપણથી રહેતો હતો. આ વિસ્તારમાં યુ.પી.વાસી ટુનટુન નામનો ઇસમ અને સુર્યા મરાઠી જુથ વચ્ચે કાયમ સંઘર્ષ રહેતો હોય કુખ્યાત સુર્યા મરાઠીએ ગ્રૂપ બનાવ્યું હતું.
જેમાં આરોપી રૂપેશ પણ સુર્યા મરાઠી સાથે કામ કરવા લાગેલો અને સુર્યા મરાઠીની સને-૨૦૧૯ ની સાલમાં હત્યા થયા બાદ સુર્યા મરાઠી ગેંગના માણસો આ વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં રહેવા જવા લાગ્યો હતો. જેમાં આરોપી પણ પોતાના માતા પિતા સાથે વેસુ, સુમન આવાસમાં રહેવા માટે ગયો હતો, પરંતુ તેને ડર હોય કે, તે વેડરોડ ઉંપર જશે ત્યારે તેના ઉપર હુમલો થશે તેવા ડરને લઇને તે આજથી ચારેક મહિના પહેલા મધ્યપ્રદેશ ખાતેથી એક અજાણ્યા ઇસમ પાસેથી રીવોલ્વર અને કાર્ટીઝ નંગ-૧૧ ખરીદ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે