Skin Care: નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી લગાવો ચહેરા પર, 10 મિનિટમાં ચહેરા પર દેખાશે નિખાર

Skin Care: વિટામિન E અને નાળિયેર તેલ ત્વચા પરથી ડાઘ અને કરચલીઓને દુર કરે છે અને ત્વચાને ગોરી અને ચુસ્ત બનાવે છે. નારિયેળ તેલ અને વિટામીન E કેપ્સ્યુલનું મિશ્રણ લગાવવાથી તમારી ત્વચા થોડા દિવસોમાં જ યુવાન દેખાવા લાગશે. વિટામિન Eની કેપ્સ્યુલ તમને બજારમાં સરળતાથી મળી જશે. 

Skin Care: નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી લગાવો ચહેરા પર, 10 મિનિટમાં ચહેરા પર દેખાશે નિખાર

Skin Care: ચહેરાની સુંદરતા જાળવી રાખવા માટે લોકો શક્ય હોય ત્યાં સુધી તો બહાર નીકળવાનું ટાળે છે. પરંતુ દિવસ દરમિયાન તડકો ક્યારેય લાગે જ નહીં તેવું તો શક્ય નથી. દિવસભર બહાર રહેતા લોકોને તો તડકા સિવાય, ધૂળ-માટી અને પ્રદૂષણ પણ અસર કરે છે. જેના કારણે ત્વચા ડલ અને નિસ્તેજ લાગે છે. ત્વચામાં ચમક વધે તે માટે દરેક વ્યક્તિ પોતાની ત્વચાને ચમકાવવા માટે ઘણી પ્રોડક્ટનો ઉપયોગ પણ કરે છે. પરંતુ તેનો ઉપયોગ કરવા છતાં ઘણીવાર તેની કોઈ અસર દેખાતી નથી. પરંતુ શું તમે જાણો છો કે ત્વચા માટે વિટામિન E અમૃત સમાન કામ કરે છે ?

વિટામિન E અને નાળિયેર તેલ ત્વચા પરથી ડાઘ અને કરચલીઓને દુર કરે છે અને ત્વચાને ગોરી અને ચુસ્ત બનાવે છે. નારિયેળ તેલ અને વિટામીન E કેપ્સ્યુલનું મિશ્રણ લગાવવાથી તમારી ત્વચા થોડા દિવસોમાં જ યુવાન દેખાવા લાગશે. વિટામિન Eની કેપ્સ્યુલ તમને બજારમાં સરળતાથી મળી જશે.  

આ પણ વાંચો:

વિટામિન E ની કેપ્સ્યુલ રાત્રે લગાવો
વિટામિન E તેલને રાતભર લગાવવાથી ચહેરા પર તે એન્ટી એજિંગ તરીકે કામ કરે છે. નારિયેળના તેલમાં વિટામિન E કેપ્સ્યુલ મિક્સ કરી તેને રાત્રે સૂતા પહેલા હળવા હાથે ચહેરા પર લગાવો. નાળિયેર તેલ સવારે લગાડવાનું ટાળવું જોઈએ. તેનાથી સ્કીન ઓઈલી થઈ જાય છે 

ડાઘ દૂર થશે
જો તમે ચહેરા પર ફોલ્લીઓ અથવા રીન્કલ્સથી પરેશાન હોય વિટામિન ઈ સાથે નારિયેળ તેલનો ઉપયોગ કરવો. તેનાથી આ સમસ્યાઓ દુર થાય છે.

હોઠને સોફ્ટ બનાવવા માટે
ડ્રાય અને ફાટેલા હોઠથી છુટકારો મેળવવા માટે તમે વિટામિન ઇનો ઉપયોગ કરી શકો છો. તેનાથી ડેમેજ ત્વચા રીપેર થાય છે. રાત્રે સૂતા પહેલા હોઠ પર વિટામિન ઈ લગાડવું.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news