Hair Care Tips: વાળમાં લગાવો આ એન્ટી હેર ફોલ માસ્ક, ખરતા વાળ કાયમ માટે કહેશે અલવિદા

Hair Care Tips: વાળ તમારી સુંદરતામાં વધારો કરે છે.. વાળના કારણે અનેક લોકોની પોતાની ઓળખ સમાન પણ હોય છે... ત્યારે હાલમાં વાળના કારણે અનેક લોકોને મુશ્કેલી વેઠવી પડતી હોય છે... ત્યારે હાલમાં વાળ ખરવાની સમસ્યા સૌથી વધુ વિકટ બની રહી છે.. ત્યારે આ ખરતા વાળ માટે શું કરવું જોઈએ..... 
 

Hair Care Tips: વાળમાં લગાવો આ એન્ટી હેર ફોલ માસ્ક, ખરતા વાળ કાયમ માટે કહેશે અલવિદા

Hair Care Tips: વાળ તમારી સુંદરતામાં વધારો કરે છે,,, પરંતુ આજની ખાણીપીણીની આદતો તેમજ પ્રદૂષણના કારણે વાળ ખરવા એક સામાન્ય સમસ્યા બની ગઈ છે...  જેના કારણે વાળ ધીમે ધીમે પાતળા થતા જ છે.. જેના કારણે ટાલ પડવાની પણ સમસ્યા ઉભી થાય છે... ત્યારે અમે આજે આપના માટે એક ખાસ ચીજ લાવ્યા છે.. જે લગાવવાથી વાળ ખરવાની સમસ્યા ઓછી થઈ જાય છે.... અમે આપના માટે લાવ્યા છીએ એન્ટી હેર ફોલ માસ્ક.... 

ઈંડામાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે જે વાળ માટે સુપરફૂડનું કામ કરે છે... ઈંડા અને ડુંગળીનું મિશ્રણ તમારા વાળ ખરવા પર મોટું જાદુ જેવું કામ કરે છે... જો તમે તમારા વાળની સંભાળમાં આ એન્ટી હેર ફોલ માસ્કનો ઉપયોગ કરો છો તો તે તમને ખરતા વાળ અટકાવી શકે છે... તેમજ જાડા અને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે... ત્યારે આવો જાણીએ આ એન્ટી હેર ફોલ માસ્ક કેવી રીતે બને છે.... 

એન્ટી હેર ફોલ માસ્ક બનાવવા માટે જરૂરી સામગ્રી

4થી 5 ચમચી ડુંગળીનો રસ લો
ત્યાર બાદ એક ઈંડુ લો
ટી-ટ્રી અથવા લવંડર તેલના 2-3 ટીપાં લો

એન્ટી હેર ફ્લો માસ્ક કેવી રીતે બનાવાય?

એન્ટી હેર ફ્લો માસ્ક બનાવવા માટે એક ડુંગળી લો
ત્યાર બાદ ડુંગળીને છોલીને મિક્સરમાં સારી રીતે પીસી નાખો
ત્યાર બાદ તેનો રસ એક બાઉલમાં નીકાળો જેમાંથી 4-5 ચમચી રસ લો
આ રસમાં એક ઈંડુ ફોડીને નાખો
ત્યાર બાદ આ મિશ્રણને વ્યવસ્થિત રીતે મિક્સ કરો
ત્યાર બાદ મિશ્રણમાં તેલના 2-3 ટીપા ઉમેરીને સારી રીતે મિક્સ કરો
ત્યાર બાદ આપનું એન્ટી હેર ફોલ માસ્ક બનીને તૈયાર થઈ ગયું છે
ત્યાર બાદ આ હેર માસ્કને માથાની ચામડી અને લંબાઈ પર સારી રીતે લાગુ કરો પછી તેને તમારા વાળમાં લગભગ 30 મિનિટ સુધી રહેવા દો.. .આ પછી તમે શેમ્પુ અને કન્ડિશનરની મદદથી વાળને ધોઈને સાફ કરો...

(ડિસ્ક્લેમર - અહી આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર  આધારિત છે.. આ પદ્ધતિને અપનાવતા પહેલા જરૂરી ડૉક્ટરની સલાહ લો  આ મામલે ZEE મીડિયા તેની પુષ્ટી કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news