વટાણા બટેટાના શાકને આપો શાહી ટ્વીસ્ટ, આંગળા ચાટી ચાટીને ખાશે બધા અને કરશે વાહ વાહ....
Shahi Aloo Matar Recipe: જો તમે મસાલેદાર શાક ખાવાના શોખીન છો અને તમારા પરીવારના લોકો પણ કંઈ નવું ખાવા માટે ડીમાંડ કરતાં હોય તો તમે વટાણા બટેટાના શાકને આ શાહી ટ્વીસ્ટ આપી વધારે ટેસ્ટી બનાવી શકો છો.
Trending Photos
Shahi Aloo Matar Recipe: વટાણા બટેટાનું શાક એવું શાક છે જે દરેક ઘરમાં બનતું જ હોય છે. તેવામાં જો તમે મસાલેદાર શાક ખાવાના શોખીન છો અને તમારા પરીવારના લોકો પણ કંઈ નવું ખાવા માટે ડીમાંડ કરતાં હોય તો તમે વટાણા બટેટાના શાકને આ શાહી ટ્વીસ્ટ આપી વધારે ટેસ્ટી બનાવી શકો છો. આ શાક બનાવવામાં ખૂબ જ સરળ છે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
આ પણ વાંચો:
શાહી આલુ મટર માટે જરૂરી સામગ્રી
નાના આખી બટેટી - 10, 15 નંગ
લીલા વટાણા - 100 ગ્રામ
તેલ - 3 ચમચી
કાળી અને લીલી ઈલાયચી - 2
જીરું - 1/2 ચમચી
ડુંગળીની પેસ્ટ - 1 કપ
ટામેટાની પ્યુરી - 1 કપ
આદુ લસણની પેસ્ટ - 1 ચમચી
લાલ મરચું પાવડર - 1/2 ચમચી
જીરું પાવડર - 1/2 ચમચી
ગરમ મસાલો – અડધી ચમચી
ધાણા પાવડર - 1/2 ચમચી
કસૂરી મેથી - 1 ચમચી
હળદર - 1/4 ચમચી
સ્વાદ પ્રમાણે મીઠું
શાહી આલુ મટર બનાવવાની રીત
સૌથી પહેલા બટેટાને સાફ કરી કુકરમાં અધકચરા બાફી લો. બટેટા ઠંડા થઈ જાય પછી એક કઢાઈમાં તેલ ગરમ મુકો અને તેમાં બટેટાની છાલ કાઢી તેને તળી લો. બટેટા તળાઈ જાય પછી તેને સાઈડમાં રાખો. હવે ગ્રેવી બનાવવા માટે કુકરમાં ત્રણ ચમચી તેલ લો. તેલ ગરમ થાય પછી તેમાં જીરું અને એલચીનો વઘાર કરો. ત્યાર પછી તેમાં ડુંગળીની પેસ્ટ અને છીણેલું આદુ લસણ ઉમેરીને 5 મિનિટ સુધી સાંતળો.
ડુંગળીમાંથી તેલ છૂટુ પડે પછી તેમાં લાલ મરચું પાવડર, જીરું પાવડર, ધાણા પાવડર, ગરમ મસાલા પાવડર, કસૂરી મેથી ઉમેરીને મિક્સ કરો. 2 મિનિટ પછી તેમાં ટામેટાની પ્યુરી, હળદર પાવડર, સ્વાદ મુજબ મીઠું અને થોડું પાણી ઉમેરો. બધી સામગ્રી એકરસ થઈ જાય અને તેલ છુટું પડે પછી તેમાં તળેલા બટેટા અને લીલા વટાણા ઉમેરો. ત્યારપછી તેમાં 2 કપ પાણી ઉમેરી કુકર બંધ કરી ધીમા તાપે 5થી 7 મિનિટ સુધી તેને પકાવો. ત્યારબાદ કુકર ખોલી ગરમાગરમ શાહી સબ્જી સર્વ કરો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે