Almond Peel: પલાળેલી બદામની છાલનો આ 3 રીતે કરી શકાય છે ઉપયોગ, જાણીને તમે પણ ફેંકવાનું કરી દેશો બંધ

Almond Peel: બદામની છાલને કચરામાં ફેંકવાને બદલે તેનો પાવડર કરી અલગ અલગ રીતે ઉપયોગમાં લઈ શકાય છે. બદામની છાલમાં પણ અનેક પોષકતત્વો હોય છે. જે શરીર, ત્વચા અને વાળને લાભ કરે છે.

Almond Peel: પલાળેલી બદામની છાલનો આ 3 રીતે કરી શકાય છે ઉપયોગ, જાણીને તમે પણ ફેંકવાનું કરી દેશો બંધ

Almond Peel: બદામ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી શરીરને જરૂરી પોષણ મળે છે. ઘણા લોકો રોજ સવારે પલાળેલી બદામ ખાતા હોય છે. સવારે બદામ ખાવાથી પાચન અને મગજ બંનેને ફાયદો થાય છે. બદામ પલાળીને ખાતા લોકો તેની છાલ ઉતારીને ફેંકી દેતા હોય છે. પરંતુ બદામની છાલને ફેંકવાને બદલે તેનો ઉપયોગ કરી શકાય છે. બદામની છાલમાં પણ પોષકતત્વો હોય છે. તે શરીર, ત્વચા અને વાળને ફાયદો થાય છે. આજે તમને જણાવીએ બદામની છાલનો ઉપયોગ 3 રીતે કરી શકાય છે. 

વાળ માટે માસ્ક

બદામના પોષકતત્વો બદામની છાલમાં પણ હોય છે. તેમાં વિટામિન ઈ હોય છે જે વાળને ફાયદો કરે છે. તેનાથી તમે હેર માસ્ક બનાવી શકો છો. બદામની છાલની પેસ્ટ બનાવી તેમાં 1 ઈંડુ, 1 ચમચી નાળિયેર તેલ અને 2 ચમચી એલાવેરા જેલ મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને 30 મિનિટ વાળમાં લગાવો. 

ફેસ પેક

બદામની છાલનો ફેસ પેક બનાવવા માટે તેની પેસ્ટ બનાવી તેમા ગુલાબજળ મિક્સ કરી ચહેરા પર 10થી 15 મિનિટ લગાવો. આ મિશ્રણમાં તમે દહીં અને ચણાનો લોટ પણ મિક્સ કરી શકો છો. તેનાથી ચહેરાની ડેડ સ્કિન દુર થાય છે. 

ગાર્ડનિંગમાં 

બદામની છાલનો ઉપયોગ ગાર્ડનિંગમાં કરી શકાય છે. ઘરના માટીના કુંડામાં છોડમાં બદામની છાલ ઉમેરી દેવાથી તે ખાતરનું કામ કરે છે. 

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news