સરસવના તેલમાં આ વસ્તુ ઉમેરીને માથામાં કરો ઉપયોગ, ખરતાં વાળ અને ડેન્ડ્રફની સમસ્યા થશે દુર

Lemon And Mustard Oil: ઘણા લોકો પોતાના વાળ અને ત્વચાને સંભાળ માટે સરસવના તેલનો ઉપયોગ કરે છે. સરસવનું તેલ વાળને મજબૂત અને કાળા બનાવવામાં મદદ કરે છે. સરસવના તેલમાં એવા ગુણ હોય છે જે વાળને મજબૂત કરે છે. જો તમે સરસવના તેલમાં લીંબુ મિક્સ કરીને તેનો ઉપયોગ કરો છો તો ડેન્ડ્રફની સમસ્યા દૂર થઈ શકે છે.

સરસવના તેલમાં આ વસ્તુ ઉમેરીને માથામાં કરો ઉપયોગ, ખરતાં વાળ અને ડેન્ડ્રફની સમસ્યા થશે દુર

Lemon And Mustard Oil: ઘણા લોકો પોતાના વાળ અને ત્વચાને સંભાળ માટે સરસવના તેલનો ઉપયોગ કરે છે. સરસવનું તેલ વાળને મજબૂત અને કાળા બનાવવામાં મદદ કરે છે. સરસવના તેલમાં એવા ગુણ હોય છે જે વાળને મજબૂત કરે છે. જો તમે સરસવના તેલમાં લીંબુ મિક્સ કરીને તેનો ઉપયોગ કરો છો તો ડેન્ડ્રફની સમસ્યા દૂર થઈ શકે છે. આ સિવાય વાળમાં સરસવના તેલમાં લીંબુ મિક્સ કરીને લગાડવાથી ઘણા ફાયદા થાય છે.

સરસવના તેલમાં ફેટી એસિડ ભરપૂર પ્રમાણમાં હોય છે જે વાળને મોઈશ્ચર આપે છે. જો તમે રોજ વાળમાં સરસવના તેલમાં લીંબુ મિક્સ કરીને લગાડો છો તો વાળ ફ્રેશ અને બાઉન્સી થશે. 

આ પણ વાંચો:

ચોમાસામાં દિવસમાં એકવાર ગરમ પાણીમાં આ વસ્તુ ઉમેરીને પીવાનુ રાખો, ટનાટન રહેશે તબીયત
 
ઘણા લોકોની ફરિયાદ ખરતા વાળ હોય છે. વાળ ખરવાનું મુખ્ય કારણ એ હોય છે કે વાળને યોગ્ય પોષણ મળતું ન હોય. જેના કારણે  વાળ ધીરે ધીરે ખરાબ થવા લાગે છે. તેવામાં જો તમે રોજ તમારા વાળમાં સરસવના તેલથી માલિશ કરો છો તો તમારા વાળ અંદરથી મજબૂત થશે.

સરસવના તેલમાં લીંબુનો રસ ઉમેરવાથી વાળમાંથી ડેન્ડ્રફ દુર થાય છે. ડેન્ડ્રફની સમસ્યા માટે સરસવનું તેલ અને લીંબુ બેસ્ટ ઔષધી છે, તેનાથી ડેન્ડ્રફની સમસ્યા ઓછી થાય છે. તેથી જો તમે ડેન્ડ્રફની સમસ્યાથી પરેશાન છો તો તમારે આ રીતે તેલ અઠવાડિયામાં 2 વાર માથામાં લગાવવું જોઈએ.  

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. zee24kalak આની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news