UPSC એ 120 જગ્યાઓ માટે પાડી જાહેરાત : પરીક્ષા નહીં માત્ર ઈન્ટરવ્યું, અમદાવાદમાં છે જગ્યાઓ

UPSC Recruitment 2024: તમને સારી નોકરી કરવાની તક છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ વિવિધ જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ ભરતી માટે, ઉમેદવારોએ માત્ર 25 રૂપિયાની અરજી ફી ચૂકવવાની રહેશે. ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુ દ્વારા થશે.
 

UPSC એ 120 જગ્યાઓ માટે પાડી જાહેરાત : પરીક્ષા નહીં માત્ર ઈન્ટરવ્યું, અમદાવાદમાં છે જગ્યાઓ

UPSC Recruitment 2024 : જો તમારી પાસે ડિગ્રી છે તો બિલકુલ ભૂલ્યા વિના અરજી કરી લેજો. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ નવી ભરતીની જાહેરાત કરી છે. જેમાં કમિશને આસિસ્ટન્ટ ડિરેક્ટર, વૈજ્ઞાનિક-બી, વહીવટી અધિકારી ગ્રેડ-1, વૈજ્ઞાનિક-બી, સ્પેશ્યાલિસ્ટ ગ્રેડ-III, વૈજ્ઞાનિક બી, એન્જિનિયર અને શિપ સર્વેયર કમ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ અને નિષ્ણાત ગ્રેડ-III ની જગ્યાઓ માટે આ ભરતીઓ જાહેર કરી છે. અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ યુપીએસસીની સત્તાવાર વેબસાઈટ પર અરજી કરી શકે છે. UPSC ભરતી 2024 ઓનલાઈન અરજી ફોર્મ 29 ફેબ્રુઆરીના રોજ 11.59 વાગ્યા સુધી ભરવામાં આવશે.

UPSC Recruitment 2024: મહત્વની તારીખો
ઑનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થશે: 10 ફેબ્રુઆરી 2024 થી

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 29 ફેબ્રુઆરી 2024 રાત્રે 11.59 વાગ્યા સુધી

સબમિટ કરેલ ફોર્મ પ્રિન્ટ લેવાની છેલ્લી તારીખ: 1 માર્ચ 2024 રાત્રે 11.59 વાગ્યા સુધી

UPSC Recruitment 2024: આવશ્યક લાયકાત
પોસ્ટ અનુસાર, UPSC એ તમામ પોસ્ટ માટે અલગ અલગ લાયકાત નક્કી કરી છે. આસિસ્ટન્ટ ડાયરેક્ટની પોસ્ટ માટે, ઉમેદવારે માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સિવિલ/મિકેનિકલ/કોમ્પ્યુટર સાયન્સ/ઈન્ફોર્મેશન ટેક્નોલોજી/એરોનોટિકલ/ઈલેક્ટ્રિકલ/ઈલેક્ટ્રોનિક્સ વિષયોમાં એન્જિનિયરિંગમાં  ડિગ્રી હોવી જોઈએ આ સાથે ત્રણ વર્ષનો અનુભવ અથવા ઈલેક્ટ્રોનિક્સ/ફિઝિક્સ વિષયો સાથે માસ્ટર ડિગ્રી હોવી એ જરૂરી છે. 

UPSC Recruitment 2024: વય મર્યાદા
UPSC એ અનેક પ્રકારની પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં, પોસ્ટ અનુસાર જુદી જુદી વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. 35 થી 50 વર્ષની વચ્ચેના લોકો આ માટે અરજી કરી શકે છે. મહત્તમ વય મર્યાદામાં, OBC કેટેગરીના ઉમેદવારોને ત્રણ વર્ષની છૂટ, SC, ST કેટેગરીના ઉમેદવારોને પાંચ વર્ષની છૂટ અને દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારોને દસ વર્ષની છૂટછાટ મળશે.

UPSC Recruitment 2024: પસંદગી કેવી રીતે થશે?
શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. ઇન્ટરવ્યુના દિવસે, ઉમેદવારોએ તેમના તમામ દસ્તાવેજો સાથે પસંદ કરેલા સરનામે પહોંચવાનું રહેશે. આ ભરતીઓ નવી દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, અમદાવાદ, દેહરાદૂન, લખનૌ, ભોપાલ, નાગપુર, પટના, ગુવાહાટી, જયપુર માટે છે.

UPSC ભરતી 2024, ઉમેદવારોએ સામાન્ય/OBC/EWS પુરૂષ ઉમેદવારો માટે રૂ. 25 (નૉન-રિફંડપાત્ર) ની અરજી ફી ચૂકવવી પડશે. SC, ST, PWBD અને કોઈપણ સમુદાયના મહિલા ઉમેદવારો માટે કોઈ ફી નથી. એપ્લિકેશન ફી એસબીઆઈની કોઈપણ શાખામાંથી રોકડ અથવા નેટ બેંકિંગ અથવા ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ દ્વારા ઑનલાઇન મોડમાં ચૂકવવાની રહેશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news