Sarkari Naukri: રેલવેમાં નોકરીની શાનદાર તક! ઉંચા પગારમાં મજાવાળી નોકરી

Indian Railways; શું તમે પણ લાંબા સમયથી સરકારી નોકરીની ભરતીની રાહ જોઈને બેઠા છો? તો આ તક તમારા માટે પણ ખાસ છે. અહીં તમને સરકારી નોકરીની સારામાં સારી તક મળશે.

Sarkari Naukri: રેલવેમાં નોકરીની શાનદાર તક! ઉંચા પગારમાં મજાવાળી નોકરી

RRB Technician Recruitment 2024: સરકારી નોકરીવાંચ્છુક યુવાનો માટે સારા સમાચાર છે. જો તમે પણ રેલવેની આ ગર્વમેન્ટ જોબની રાહ જોઈને બેઠાં હોય તો હવે જલ્દી કરજો. રેલવે ભરતી બોર્ડ દ્વારા બમ્પર ભરતીઓની ઓફર આપવામાં આવી છે. જેના માટે આવેલાં નોટિફિકેશન મુજબ આ જગ્યાઓ માટે અરજી કરવાની પ્રક્રિયા 9 માર્ચ 2024થી શરૂ થશે. RRB દ્વારા ટેકનિશિયન ભરતી 2024 માટે ટૂંક સમયમાં વિગતવાર સૂચના જાહેર કરવામાં આવશે. જો તમે આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગો છો, તો તમે RRB ની અધિકૃત વેબસાઇટ indianrailways.gov.in દ્વારા અરજી કરી શકો છો.

તારીખો-
9 માર્ચથી ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકશે. એટલું જ નહીં આ નોકરી માટે ઉમેદવારી ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 8 એપ્રિલ 2024 છે. 

આ જગ્યાઓ પર ભરતી-
રેલવે ભરતી બોર્ડ આ પ્રક્રિયા દ્વારા કુલ ખાલી પડેલી 9 હજાર ટેકનિશિયનની જગ્યાઓ પર ભરતી કરવા જઈ રહ્યું છે. તેમાંથી ટેકનિશિયન ગ્રેડ I સિગ્નલની 1,100 જગ્યાઓ અને ટેકનિશિયન ગ્રેડ III સિગ્નલની 7,900 જગ્યાઓ ભરવાની છે.

ઉંમર-
ટેકનિશિયન ગ્રેડ I સિગ્નલ માટે અરજી કરનારા ઉમેદવારોની લઘુત્તમ વય 18 વર્ષ હોવી જોઈએ, જ્યારે મહત્તમ વય મર્યાદા 36 વર્ષ નક્કી કરવામાં આવી છે. તે જ સમયે, ટેકનિશિયન ગ્રેડ III ની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની લઘુત્તમ વય 18 વર્ષથી વધુ ન હોવી જોઈએ અને મહત્તમ વય 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

લાયકાત-
RRB માં ટેકનિશિયન પોસ્ટ્સ પર બમ્પર ભરતી માટે અરજી કરનારા ઉમેદવારો પાસે ભરતી સૂચનામાં આપવામાં આવેલી સંબંધિત લાયકાત હોવી આવશ્યક છે.

અરજી ફી-
સરકારી નોકરી મેળવવા માટે અરજી કરવી અતિઆવશ્યક છે. રેલવેમાં ભરતી થવા માટે સૌથી પહેલાં તમારે રેલવે ભરતી બોર્ડ પર તમારી નોકરી માટેની લાયકાત પૂરવાર કરતી અરજી કરવાની હોય છે. રેલવે ભરતી બોર્ડ દ્વારા ટેકનિશિયન ગ્રેડ I અને ગ્રેડ III ની જગ્યાઓ પર ભરતી માટે અરજી કરનારા સામાન્ય ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂ 500 ચૂકવવા પડશે. જ્યારે, SC, ST, ભૂતપૂર્વ સૈનિક, PWD, મહિલા, ટ્રાન્સજેન્ડર, લઘુમતી અથવા આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ 250 રૂપિયા ફી ચૂકવવાની રહેશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news