Jobs Layoff: 9 મહિનાનો પગાર લો અને નોકરી છોડી દો, દિગ્ગજ કંપનીએ આપી અનોખી ઓફર

Interesting Offer: આ ગ્લોબલ કંપનીએ કહ્યું છે કે તે નોકરીથી કાઢવામાં આવી રહેલા કર્મચારીઓને 9 મહિના સુધી નવા પ્રોજેક્ટમાં જોડશે નહીં. તે ઓફિસથી નોકરી શોધી શકે છે. તેને કરિયર કોચિંગ સર્વિસ પણ મળશે. 
 

Jobs Layoff: 9 મહિનાનો પગાર લો અને નોકરી છોડી દો, દિગ્ગજ કંપનીએ આપી અનોખી ઓફર

Interesting Offer: સામાન્ય રીતે ખાનગી કંપનીઓ નોકરીમાંથી કાઢવા પર એકથી ત્રણ મહિનાની નોટિસ કે પગાર આપે છે. પરંતુ ગ્લોબલ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી કંપની મેકેન્ઝી (McKinsey)એ પોતાના કર્મચારીઓને નોકરી છોડવાના બદલામાં કંઈક અલગ ઓફર આપવાનો નિર્ણય કર્યો છે. મેકેન્ઝીએ જાહેરાત કરી છે કે તે પોતાના વરિષ્ઠ અધિકારીઓને નવી નોકરી શોધવા માટે 9 મહિના સુધી મદદ કરશે. આ દરમિયાન તેને પગાર મળતો રહેશે. તેને ક્લાઇન્ટ પ્રોજેક્ટમાં સામેલ કરવામાં આવશે નહીં. સાથે આ કર્મચારીઓને નવી નોકરી શોધવા માટે ઓફિસ સમયનો ઉપયોગ કરી શકશે.

પગાર, ઈન્સેટિવ અને નોકરી શોધવાની તક આપવામાં આવશે
ધ ટાઇમ્સના રિપોર્ટ અનુસાર મેકેન્ઝી ઘણા કર્મચારીઓને નોકરીમાંથી કાઢવા જઈ રહી છે. આ બધા કર્મચારીઓને 9 મહિનાનો પગાર આપવામાં આવશે અને તેના પર કોઈ દબાણ કરવામાં આવશે નહીં. આ દરમિયાન તેને નોકરી છોડવાના બદલામાં ઈન્સેટિવ અને નોકરી શોધવાની તક આપવામાં આવશે. બ્રિટનમાં કામ કરી રહેલા કર્મચારીઓને આ અનોખી ઓફર 9 મહિના સુધી આપવામાં આવશે. કંપનીએ આ પ્રક્રિયાને જોબ સર્ચ પીરિયડનું નામ આપ્યું છે. તે મેકેન્ઝીના દરેક રિસોર્સનો ઉપયોગ કરી શકશે અને કરિયર કોચિંગ સર્વિસ પણ લઈ શકશે. પરંતુ કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ 9 મહિનામાં બીજી નોકરીન મેળવનાર કર્મચારીઓએ જોબ છોડવી પડશે. તેને કોઈ લાભ આપવામાં આવશે નહીં.

1400 કર્મચારીઓની છંટણીની કરી હતી જાહેરાત
રિપોર્ટ અનુસાર મેકેન્ઝી કારોબારની બદલાતી જરૂરીયાત જોતા પોતાના વર્કફોર્સનું મેનેજમેન્ટ કરવા ઈચ્છે છે. વર્ષ 2023માં કંપનીએ જાહેરાત કરી હતી કે તે લગભગ 1400 કર્મચારીઓની છટણી કરશે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર આ આંકડો તેના કુલ વર્કફોર્સનો લગભગ 3 ટકા છે. પાછલા મહિને કંપનીએ એપ્રેઝલ પ્રક્રિયા દરમિયાન લગભગ 3000 કર્મચારીઓને નિર્દેશ આપ્યો હતો કે તે પોતાનું પ્રદર્શન સુધારી લે કે પછી નોકરી છોડી દે. તાજેતરમાં એક મેકેન્ઝી કર્મચારીએ કામના ભારે દબાણને કારણે આપઘાત કરી લીધો હતો. આ મામલો ખુબ ચર્ચામાં આવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news