કેનેડાની ડાર્ક સાઈટ : સ્ટુડન્ટ વિઝા મળ્યા એટલે PR પણ મળી જશે એવા વહેમમાં ન રહેતા, ગળાકાપ સ્પર્ધા છે
study abroad : ભારતીય વિદ્યાર્થીઓએ આ બાબત સમજવી પડશે કે કેનેડા જનાર બધાને પીઆર મળતા નથી. જો પીઆર ન મળ્યા તો બિસ્તરા પોટલા લઈને પાછું આવવુ પડશે
Trending Photos
Canada Student Visa : કેનેડા જવા હાલ ભારતીય વિદ્યાર્થીઓ ઉત્સુક બન્યા છે. કેનેડા હાલ ગુજરાતી વિદ્યાર્થીઓનું પણ હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયું છે. મોટી સંખ્યામાં સ્ટુડન્ટ વિઝા પર ગુજરાતી વિદ્યાર્થીઓ જવા માંગે છે. વિદ્યાર્થીઓ એવી આશાએ કેનેડા જઈ રહ્યા છે કે, એકવાર સ્ટુડન્ટ વિઝા પર કેનેડામાં એન્ટ્રી મળી જશે તો પીઆર પણ સરળતાથી મળી જશે. પરંતુ જો તમે આવા વિચારમાં કેનેડામાં પ્રવેશ મેળવવા માંગતા હોય તો તમે આ માહિતી પણ જાણી લેજો. કેનેડામાં સ્ટુડન્ટ વિઝા મળ્યા એટલે પીઆર પણ મળી જશે એવા વહેમમાં ન રહેતા. કારણ કે, ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને તેમણે ચેતવણી આપી છે કે કેનેડાના સ્ટડી વિઝા હોય એટલે પીઆર પણ મળી જશે તેવી કોઈ ગેરંટી નથી.
દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ કેનેડામાં સ્ટુડન્ટ વિઝા પર પ્રવેશ મેળવી રહ્યાં છે. ગમે તે કોર્સમાં એડમિશન લઈને વિદ્યાર્થીઓ કેનેડામાં પ્રવેશ લઈ રહ્યાં છે. પરંતું હાલ કેટલાક વિદ્યાર્થીઓ એવા કોર્સમાં પ્રવેશ લઈ રહ્યા છે જેનો ભવિષ્યમાં કોઈ ફાયદો થતો નથી. તેઓ માટે કેનેડામાં સેટલ્ડ થવાના ઈરાદે જ આવા કોર્સમા એન્ટ્રી મેળવે છે.
કેનેડાના નેતાઓએ આવા વિદ્યાર્થીઓને ચેતવણી આપી છે કે, કેનેડાના સ્ટડી વિઝાની અરજી કરતી વખતે તમારો ઈરાદો પીઆર મેળવવાનો હોય તો બે વખત વિચારજો. કારણ કે તેઓ આ કામ જેટલું સરળ માને છે તેટલું સરળ નથી. સ્ટુડન્ટ જ્યારે કેનેડામાં પગ મુકે છે ત્યારે તેમને એવી ધારણા હોય છે કે હવે થોડા દિવસોમાં જ તેઓ પીઆર માટે લાયક થઈ જશે. પરંતુ એવું નથી. કેનેડાની પીઆર સિસ્ટમ બહુ ચેલેન્જિંગ છે અને તેમાં ગળાકાપ હરિફાઈ હોય છે.
કેનેડામાં સારા કોર્સમાં એડમિશન લેશો તો જ તમારું ભવિષ્ય અહી બની શકશે. ગમે તેવો કોર્સ તમને કોઈ કામમાંનહિ આવે. એક રેકોર્ડ મુજબ, કેનેડા ગયેલા તમામ સ્ટુડન્ટ વિઝા બાદ પીઆર મેળવી શક્યા નથી. માત્ર 30 ટકા સ્ટુડન્ટ એક દાયકાની અંદર પીઆર મેળવવામાં સફળ થયા છે.
ભારતીય વિદ્યાર્થીઓએ આ બાબત સમજવી પડશે કે કેનેડા જનાર બધાને પીઆર મળતા નથી. જો પીઆર ન મળ્યા તો બિસ્તરા પોટલા લઈને પાછું આવવુ પડશે.
કેનેડામાં 12 લાખ જેટલા માઈગ્રન્ટ વસવાટ કરે છે. તેમાં ઈન્ટરનેશનલ સ્ટુડન્ટનો હિસ્સો ઘણો મોટો છે. પહેલી જુલાઈએ કેનેડાની વસતી ચાર કરોડનો આંક વટાવી ગઈ હતી અને છેલ્લા એક વર્ષમાં તેમાં ત્રણ ટકાનો વધારો થયો છે. વેસ્ટર્ન વિશ્વમાં કેનેડા અત્યારે સૌથી ઝડપી વસતી વધારો ધરાવતો દેશ છે જેના માટે ખાસ કરીને વિદેશી વિદ્યાર્થીઓ જવાબદાર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે