IAS, IPS, IFS અધિકારીઓ તૈયાર કરતી UPSC કેવી રીતે શરૂ થઈ? જાણો સમગ્ર ઈતિહાસ
દેશને સક્ષમ અધિકારીઓ આપનાર UPSCની શરૂઆત અંગ્રેજોના સમયમાં જ થઈ હતી, પણ સ્વતંત્રતા પછી UPSCને ભારતીય સ્વરૂપ અપાયું.
Trending Photos
ઝી ન્યૂઝ/નવી દિલ્હી: દેશના કુશળ વહીવટ માટે IAS, IPS, IRS અને IFS સહિતના અધિકારીઓની જરૂર પડે છે, આ અધિકારીઓની પસંદગીનું કામ યુપીએસસી કરે છે. જે દેશની સૌથી અઘરી ગણાતી સિવિલ સર્વિસ પરીક્ષાનું આયોજન કરે છે.
UPSCની શરૂઆત ક્યારે થઈ?
UPSCની શરૂઆત ઓક્ટોબર 1926માં થઈ હતી. તે પહેલા આ સંસ્થા ફેડરલ પબ્લિક સર્વિસ કમિશન તરીકે ઓળખાતી હતી, દેશનું બંધારણ અમલમાં આવ્યા પછી, તેનું નામ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન કરી દેવાયું. 1924માં લી કમિશને કરેલી ભલામણોને આધારે ભારત સરકારના અધિનિયમ 1919 હેઠળ 1926માં UPSCની સ્થાપના કરવામાં આવી હતી.
UPSCના પ્રથમ અધ્યક્ષ કોણ હતા?
UPSCના પ્રથમ અધ્યક્ષ સર રોસ બાર્કર હતા. UPSCની રચના સર રોસ બાર્કરના અનુગામીઓ દ્વારા HCSUK ના મોડેલ અને પરંપરાઓને આધારે કરવામાં આવી હતી. ભારતના બંધારણના અનુચ્છેદ 378માં, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) અંગે પણ કેટલીક જોગવાઈઓ આપવામાં આવી છે.
ભારતની સૌથી અઘરી પરીક્ષા યોજે છે UPSC
ભારતની સૌથી અઘરી સિવિલ સર્વિસ પરીક્ષા UPSC દ્વારા યોજવામાં આવે છે. દેશભરના લાખો ઉમેદવારો આ પરીક્ષા આપીને સારા પદ અને પ્રતિષ્ઠા મેળવવાના સપના જુએ છે, જો કે દર વર્ષે થોડાક જ ઉમેદવારોના સપના પૂરા થઈ શકે છે.
UPSC 'A' ગ્રેડની ખાલી જગ્યાઓ બહાર પાડે છે
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) અખિલ ભારતીય સ્તરે 'A' ગ્રેડ સ્તરની ખાલી જગ્યાઓ માટે પરીક્ષા યોજે છે. તેમાં IAS, IPS, IRS, IFS, IFoS, IAAS, IRAS સહિતની ઘણી પોસ્ટનો સમાવેશ થાય છે. સિવિલ સર્વિસ પરીક્ષા પ્રિલિમ, મેઈન્સ અને ઇન્ટરવ્યૂ જેવા ત્રણ તબક્કામાં લેવાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે