IPL 2023, Points Table: પોઈન્ટ ટેબલમાં મોટો ઉલટફેર, પંજાબ કિંગ્સને મળ્યો જોરદાર ફાયદો

IPL 2023  ના પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. IPL 2023માં બુધવારે રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. પંજાબ કિંગ્સની ટીમે આ રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સને 5 રનથી હરાવ્યું હતું.
IPL 2023, Points Table: પોઈન્ટ ટેબલમાં મોટો ઉલટફેર, પંજાબ કિંગ્સને મળ્યો જોરદાર ફાયદો

IPL 2023 Points Table Latest Updates​: IPL 2023  ના પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. IPL 2023માં બુધવારે રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. પંજાબ કિંગ્સની ટીમે આ રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સને 5 રનથી હરાવ્યું હતું.

પોઈન્ટ ટેબલમાં મોટો ઉછાળો
રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ બાદ IPL 2023ના પોઈન્ટ ટેબલમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. પંજાબ કિંગ્સને જબરદસ્ત ફાયદો મળ્યો છે અને તે IPL 2023ના પોઈન્ટ ટેબલમાં બીજા નંબર પર પહોંચી ગઈ છે. IPL 2023 સીઝનમાં પંજાબ કિંગ્સની આ સતત બીજી જીત છે. આ જીત સાથે પંજાબ કિંગ્સનો નેટ રનરેટ +0.311 થઈ ગયો છે અને તે બીજા નંબર પર પહોંચી ગયો છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપવાળી ગુજરાત ટાઇટન્સ ટીમ ટોચ પર છે. સતત બે જીત બાદ ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ પાસે 4-4 પોઇન્ટ છે, પરંતુ નેટ રનરેટના મામલે હાર્દિક પંડ્યાની ટીમ પંજાબ કરતા આગળ છે. ગુજરાત ટાઇટન્સનો નેટ રનરેટ +0.700 છે.

પંજાબ કિંગ્સને જબરદસ્ત ફાયદો મળ્યો
તમને જણાવી દઈએ કે આ પોઈન્ટ ટેબલમાં જે પણ ટીમ ટોપ 4માં સ્થાન મેળવશે તેને જ પ્લેઓફમાં જવાની તક મળશે. આવી સ્થિતિમાં દરેક સ્કોર અને રનરેટ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે. હાર્દિક પંડ્યાની કપ્તાનીવાળી ગુજરાત ટાઇટન્સ ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. બીજા નંબર પર શિખર ધવનની કેપ્ટનશીપમાં પંજાબ કિંગ્સ છે. ત્રીજા નંબર પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ છે. મુંબઈ ઈન્ડિયન્સને 8 વિકેટે હરાવ્યા બાદ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 2 પોઈન્ટ મળ્યા અને તેનો નેટ રનરેટ +1.981 છે. આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની બીજી મેચ KKR સામે છે, જો RCB આ મેચ પણ જીતવામાં સફળ રહેશે તો તે ટોપ પર પહોંચી જશે. પંજાબ કિંગ્સ સામેની હાર બાદ રાજસ્થાન રોયલ્સની ટીમ નંબર વન પરથી ચોથા સ્થાને ખસી ગઈ છે.

ઓરેન્જ અને પર્પલ કેપ્સ આ ખેલાડીઓના માથે
ચેન્નાઈ સુપર કિંગ્સના ઓપનિંગ બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ IPL 2023માં અત્યાર સુધીની બે મેચમાં 149 રન બનાવ્યા છે. જે ઓરેન્જ કેપમાં આગળ છે. જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સનો ફાસ્ટ બોલર માર્ક વુડ પર્પલ કેપની રેસમાં સૌથી આગળ છે. લખનઉ સુપર જાયન્ટ્સના ફાસ્ટ બોલર માર્ક વૂડે IPL 2023ની બે મેચમાં અત્યાર સુધીમાં 8 વિકેટ ઝડપી છે.

IPL 2023: ઓરેન્જ કેપની યાદી
1. ઋતુરાજ ગાયકવાડ - 149 રન
2. શિખર ધવન - 126 રન
3. કાયલ મેયર્સ - 126 રન
4. સંજુ સેમસન - 97 રન
5. ડેવિડ વોર્નર - 93 રન

IPL 2023: પર્પલ કેપની યાદી
1. માર્ક વુડ - 8 વિકેટ
2. રાશિદ ખાન - 5 વિકેટ
3. રવિ બિશ્નોઈ - 5 વિકેટ
4. નાથન એલિસ - 5 વિકેટ
5. યુઝવેન્દ્ર ચહલ - 5 વિકેટ

આ પણ વાંચો:
અમદાવાદીઓની સૌથી ફેવરિટ જગ્યા પર સૌથી મોટો ખતરો! અટલ બ્રિજનો કાચ તૂટી ગયો, VIDEO
અમેરિકાના વિઝા કઢાવવા સહેલા, પણ રાજકોટ મનપામાંથી દાખલા કે આધાર કાર્ડ કઢાવવું કઠિન!

પંજાબ કિંગ્સની સતત બીજી જીત, રોમાંચક મેચમાં રાજસ્થાનને હરાવ્યું
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news