ITI અથવા ડિપ્લોમા કરેલા ઉમેદવારો માટે સુવર્ણ તક, કેન્દ્ર સરકારના આ વિભાગમાં આવી ભરતી

Defence Research and Development Organisation (DRDO) માં યાંત્રિક, ઇલેક્ટ્રોનિક, ધાતુશાસ્ત્ર, સાયન્સ અને ટેકનોલોજી જેવી ડિગ્રી ધરાવતા વિદ્યાર્થી માટે સારા સમાચાર

ITI અથવા ડિપ્લોમા કરેલા ઉમેદવારો માટે સુવર્ણ તક, કેન્દ્ર સરકારના આ વિભાગમાં આવી ભરતી

ઝી બ્યૂરો, અમદાવાદઃ ITI અથવા ડિપ્લોમા હોલ્ડર વિદ્યાર્થી માટે કેન્દ્ર સરકાર માં જોડાવવા માટે સારી તક છે. Defence Research and Development Organisation (DRDO) માં યાંત્રિક, ઇલેક્ટ્રોનિક, ધાતુશાસ્ત્ર, સાયન્સ અને ટેકનોલોજી જેવી ડિગ્રી ધરાવતા વિદ્યાર્થી આ તકનો લાભ લઈ શકે છે.

શૈક્ષણિક લાયકાત
ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ કરેલા વિદ્યાર્થીઓ કે જે(બીઇ / બીટેક. / કે તેની સમક્ષ લાયકાત ધરાવતા ઉમેદવાર અરજી કરી શકશે. ઉમેદવારોની પસંદગી લાયકાતની પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે ટૂંકી સૂચિ દ્વારા કરવામાં આવશે.ઉમેદવારની પસંદગી સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે.

પગાર ધોરણ
ભરતી પ્રકિયા પસંદ થયા પછી બીઈ,બી.ટેક અને તેના સમકક્ષ ઉમેદવાર માટે 9 હજાર રૂપિયા આપવામા આવશે,,,ITI અથવા ડિપ્લોમા કરેલા ઉમેદવારને 7000-8000 અપાશે,,,5 વર્ષ સુધી પગાર ફિક્સ રહેશે અને કામગીરીના આધારે પગારમાં વધારો કરવામાં આવશે,,,

શારીરિક ક્ષમતા
ઉમેદવારનું આરોગ્ય સંતોષકારક હોવું જોઈએ.પસંદગી થયા પછી ઉમેદવારને GTRIના મુજબ ફિટનેસનું સર્ટિફિકેટ બનાવવું પડશે,,,સરકારી હોસ્પિટલના અધિકુત ડોક્ટર દ્વારા જારી કરાયેલું પ્રમાણપત્ર યોગ્ય માન્ય ગણાશે,,,

ઉમેદવારની પસંદગી પ્રકિયા
સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે,,,ઉમેદવારની લાયકાત અને સ્થાનિક રહેવાસીને પ્રાથમિકતા અપાશે,,,

વય મર્યાદા
બીઈ,બી.ટેક અને તેના સમકક્ષ ઉમેદવાર માટે 18 વર્ષ માન્ય ગણાશે.,,,ITI અથવા ડિપ્લોમા કરેલા ઉમેદવાર માટે પણ 18 વર્ષ માન્ય ગણાશે,,,OBC ,SC, અને ST ઉમેદવાર માટે 5 વર્ષ સુધીની છૂટ આપવામા આવશે.

ઉમેદવાર અરજી કેવી રીતે કરી શકશે
ઉમેદવાર rac.gov.in અથવા drdo.gov.in. આ બન્ને લિંક પરથી અરજી કરી શકશે. ઉમેદવારને ફોર્મ ભરવાની તમામ વિગતો સાચી હોવી જોઈએ. બધા જ દસ્તાવેજો ઉમેદવારને ફરજિયાત અપલોડ કરવાના રહેશે.

નોંધ-
આ ભરતી પ્રકિયા માત્ર બેગ્લુરુ શહેર પુરતી  સિમિત રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news