ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ સુરક્ષા દળમાં જોડાવા માગતા યુવાનો માટે સારા સમાચાર
Trending Photos
નવી દિલ્લીઃ કોરોનાના કેસમાં ઘટાડો થતા અલગ-અલગ સ્તર પર ભરતી કરવામાં આવી રહી છે. ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ સુરક્ષા દળ માં કુલ 2000 પદ માટે ભરતી એ એક મોટી ભરતી કહી શકાય. કોરોનાના કપરા સમયમાં ખાનગી નોકરી પર સતત માઠી અસર પડી રહી છે. કોરોનાના સમયમાં દરેક વિભાગમાં ભરતી પ્રક્રિયા બંધ હતી. પરંતુ હવે ધીરે ધીરે જનજીવન સામાન્ય બનતા નોકરીઓની તક પણ ખુલી છે.
આ રીતે કરી શકાશે અરજી:
આ પદમાં અરજી કરવા માગતા ઉમેદવાર https://ojas.gujarat.gov.in/ પરથી અરજી કરી શકશે. તારીખ 27-08-2021 થી તારીખ 15--9-2021 સુધી ઉમેદવાર અરજી કરી શકશે.
લાયકાત:
આ પદમાં અરજી કરવા માટેની લાયકાત અંગેની માહિતી ઉમેદવારને https://ojas.gujarat.gov.in/ પરથી મળી જશે.
વય મર્યાદા:
ઉમેદવારોની વય તારીખ 15-09-2021 ના રોજ મહતમ 63 વર્ષથી વધુ ન હોવી જોઈએ. પસંદગી પામેલા ઉમેદવારો નિમણૂંક હુકમ મળે તે દિવસથી નિમણુંકના સ્થાને હાજર થવાનું રહેશે. સાથે જ ઉમેદવારે વેરિફિકેશન નું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
પગાર ધોરણ:
આ પદ માટે ઉમેદવાર ને 17,830 પગાર મળશે. જ્યારે કપાત પછી ઉમેદવારને 12,505 પગાર હાથમાં મળશે.
નોંધ:
આ પદ માટેની વધુ માહિતી https://ojas.gujarat.gov.in/ પરથી મળી જશે. આ પદ માટે CRPF/BSF/SSB/ITBP/ અને હોમગાર્ડ નિવૃત થયેલ હોય તેવા લોકો રાજીનામું આપેલ તેઓ ની પાસેથી અરજી મંગાવવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે