Gujarat Government Job: સરકારી નોકરીમાં જવાનું સપનું થશે સાકાર, ગુજરાત સરકારે આપ્યા GOOD NEWS

Sarkari Naukri: સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે એક સારા સમાચાર આવ્યા છે. જે યુવાઓ વર્ષોથી સરકારમાં જવાની આકરી મહેનત કરી રહ્યા છે તેમણે અમારો આ ખાસ અહેવાલ જોવો જોઈએ. કારણ કે આ અહેવાલ તમારા માટે ફાયદાકારક છે. જુઓ સરકારી નોકરીના સપના જોતા ઉમેદવારો માટેનો આ અહેવાલ....

Gujarat Government Job: સરકારી નોકરીમાં જવાનું સપનું થશે સાકાર, ગુજરાત સરકારે આપ્યા GOOD NEWS

સરકારી નોકરીનું ગુજરાતના અનેક યુવાનો સપનું જોઈ રહ્યા હશે. અને આ સપનું સાકાર કરવા માટે યુવાનો રાત-દિવસ એક કરીને આકરી મહેનત કરતા હોય છે. જેમાંથી કેટલાકનું નસીબ ખુલી જાય છે તો કેટલાક તૈયારીમાં જ રહી જાય છે. તો કેટલાક યુવાનો તૈયારી કરવા છતાં પરીક્ષા ન યોજાતી હોવાથી તેમનું સપનું સાકાર થતું નથી. પરંતુ હવે આવા યુવા વર્ગ માટે રાજ્ય સરકારે એક સારા સમાચાર આપ્યા છે. અને આગામી સમયમાં નવી ભરતીની જાહેરાત કરી છે.

ગૌણ સેવા પસંદગી મંડળે 5 હજાર 554 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બાદ તેની તારીખો પણ જાહેર કરી છે. પહેલી એપ્રિલથી શરૂ થતી પરીક્ષા 20 દિવસ સુધી ચાલશે. વર્ગ ત્રણની ખાલીઓ જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવામાં આવી હતી.  5 હજાર 554 જગ્યાઓ માટે 5 લાખ 17 હજારથી વધુ અરજીઓ આવી છે. આ તમામ ઉમેદવાર હવે 21 માર્ચથી કોલલેટર ડાઉનલોડ કરી શકશે. 

  • 5,554 જગ્યાઓ માટે 5.17 લાખથી વધુ અરજીઓ આવી 
  • સરકારી નોકરીમાં જવાનું સપનું થશે સાકાર
  • ઉમેદવારો માટે સરકારે આપ્યા સારા સમાચાર
  • મહેનતુ ઉમેદવારો થઈ જાઓ તૈયાર, આવી પરીક્ષા
  • ઓનલાઈન પરીક્ષા માટે કરો હવે તૈયારી
  • 21 માર્ચથી કોલલેટર થશે ડાઉનલોડ 

જે પણ અરજીકર્તા પરીક્ષા આપવા ઈચ્છતો હશે તેણે પરીક્ષામાં પોતાની ઓળખના ઓરિજનિલ પુરાવો સાથે રાખવો પડશે. પહેલા તબક્કામાં 100 ગુણની ઓનલાઈન પરીક્ષા યોજાશે. એટલે કે ઉમેદવારોએ કાગળ પર નહીં પરંતુ કોમ્ય્યુટર પર પરીક્ષા આપવાની રહેશે. 

રાજ્ય સરકારની નેમ છે કે જે પણ જગ્યાઓ ખાલી છે તેમાં સત્વણે નિમણૂક આપવામાં આવે. તેથી પરીક્ષાનું આયોજન કરવાનું નક્કી કરાયું છે. સરકારમાં અનેક પદો ખાલી છે, ખાલી પદો હોવાને કારણે અનેક કામ થઈ શકતા નથી. પરંતુ આ જગ્યાઓ ભરાયા બાદ કામમાં તો વેગ મળશે જ, સાથે સાથે અનેક યુવાનોનું સપનું પણ સાકાર થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news