Jobs: નોકરી સાચવજો! 21 કરોડ લોકો બેકાર થશે, જાન્યુઆરીમાં અસંખ્ય લોકોએ ગુમાવી છે નોકરી

Jobs: તમારે નોકરી તો બચાવવી પડશે. આ સાથે સાથે વર્તમાન મંદીનો અર્થ છે કે અનેક શ્રમિકોને ઓછી ગુણવત્તાવાળી નોકરી સ્વીકારવી પડશે. ૧૫ થી ૨૪ વર્ષના લોકોને સારી નોકરી છોડવા અને ચાલુ રાખવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. યુક્રેન યુદ્ધ, ડોલર અને ઓઈલના વધતા જતા ભાવને પગલે હાલમાં આર્થિક વ્યવસ્થા ખોરવાઈ છે. જેની અશર દેશની આર્થ વ્યવસ્થાઓ પર પડી રહી છે. હાલમાં પાકિસ્તાન નાદારીના આરે પહોંચી ચૂક્યું છે. 

Jobs: નોકરી સાચવજો! 21 કરોડ લોકો બેકાર થશે, જાન્યુઆરીમાં અસંખ્ય લોકોએ ગુમાવી છે નોકરી

નવી દિલ્હીઃ વિશ્વમાં આર્થિક મંદીના ભણકારા ફૂંકાઈ રહ્યાં છે. મેટા અને માઈક્રોસોફ્ટ જેવી કંપનીઓએ પણ સીલિકોન વેલીમાં પોતાની ઓફિસો ખાલી કરી દીધી છે. થોડા દિવસોમાં મોટી ટેક કંપનીઓએ 24 હજાર લોકોને ઘરભેગા કરી દીધા છે. હવે નોકરી બચાવવી એ અધરી છે. આથી મંદીના આ સમયમાં પરફોમન્સ નહીં હોય તો તમે ફેંકાઈ જશો. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (આઇએલઓ)એ પોતાના નવા રિપોર્ટમાં ચાલુ વર્ષે બેકારીમાં વધારો થવાનો અંદાજ મૂક્યો છે. આ રિપોર્ટ મુજબ ૨૦૨૩માં ૨૧ કરોડ લોકો રોજગારી ગુમાવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ વધુ લોકો ગરીબીમાં ધકેલાવાની સંભાવના દર્શાવવામાં આવી છે.વૈશ્વિક સ્તરે બેરોજગારીની ચિંતા હકીકત બની રહી છે.

આ પણ ખાસ વાંચોઃ

યુનાઇટેડ નેશન્સના ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (આઇએલઓ)એ ટેક કંપનીઓ દ્વારા કરવામાં આવી રહેલી છટણીની વચ્ચે પોતાના રિપોર્ટમાં ચિંતાજનક ભવિષ્યવાણી કરી છે.  આ રિપોર્ટ ભારત માચે પણ ચિંતા ઉપજાવનારો છે. ભારતમાં માર્ચ બાદ મંદીની શક્યતા કેન્દ્રીય મંત્રીએ પણ દર્શાવી છે. જોકે, નિષ્ણાતો ભારતને મંદીની અસર નહીં થાય તેમ જણાવી રહ્યાં છે. હાલમાં વિશ્વને યુક્રેન યુદ્ધ પણ નડી રહ્યું છે.

તમારે નોકરી તો બચાવવી પડશે. આ સાથે સાથે વર્તમાન મંદીનો અર્થ છે કે અનેક શ્રમિકોને ઓછી ગુણવત્તાવાળી નોકરી સ્વીકારવી પડશે. ૧૫ થી ૨૪ વર્ષના લોકોને સારી નોકરી છોડવા અને ચાલુ રાખવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. યુક્રેન યુદ્ધ, ડોલર અને ઓઈલના વધતા જતા ભાવને પગલે હાલમાં આર્થિક વ્યવસ્થા ખોરવાઈ છે. જેની અશર દેશની આર્થ વ્યવસ્થાઓ પર પડી રહી છે. હાલમાં પાકિસ્તાન નાદારીના આરે પહોંચી ચૂક્યું છે. 

આ પણ ખાસ વાંચોઃ

જાન્યુઆરીના પ્રથમ પખવાડિયામાં જે ૨૪,૧૫૧ ટેક કર્મચારીઓએ નોકરી ગુમાવી છે, તેમાં પ્રમુખ એમેઝોન, સેલ્સફોર્સ, કોઈનબેઝ અને અન્યનો સમાવેશ હોવાનું કર્મચારીઓની છટણીને ટ્રેક કરતી લેઓફ એફવાયઆઈ દ્વારા જાહેર કરાયું છે. ભારતમાં ઓલા કે જેણે ૨૦૦ કર્મચારીઓને છૂટ્ટા કર્યા હતા, એવી કંપનીઓએ કર્મચારીઓની જાન્યુઆરીમાં છટણી કરી હતી. ગત વર્ષે ડિસેમ્બરમાં ૧૭,૦૦૦થી વધુ કર્મચારીઓને છૂટ્ટા કરાયા હતા.

 રોજગારી ગુમાવનારાને ટ્રેક કરતી વેબસાઈટના મતે મહામારીની શરૂઆતથી વર્ષ ૨૦૨૨માં ૧,૫૩,૧૧૦ કર્મચારીઓએ નોકરી ગુમાવી છે. ૨૦૨૩માં વિશ્વમાં બેકાર લોકોની સંખ્યા ૩૦ લાખથી વધીને ૨૦.૮ કરોડ થવાનો અંદાજ છે. આઇએલઓના સંશોધન વિભાગના નિર્દેશક અને તેના નવા પ્રકાશિત રિપોર્ટના સમન્વયક રિચર્ડ સેમન્સે જણાવ્યું હતું કે વૈશ્વિક રોજગાર વૃદ્ધિમાં મંદીનો અર્થ છે કે આપણે ૨૦૨૫ પહેલા કોવિડ-૧૯  કટોકટી દરમિયાન થયેલા નુકસાનની ભરપાઇની આશા રાખતા નથી. હાલમાં કોરોના વકરી રહ્યો છે. સૌથી મોટી અસર આ રોગચાળાએ પાડી છે જેની સીધી અસર હવે દેખાઈ રહી છે.

આ પણ ખાસ વાંચોઃ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news