રસ્તા વચ્ચે જ Zomato ડિલિવરી ગર્લે ટ્રાફિક પોલીસ સાથે કરી ગાળાગાળી

27 વર્ષની પ્રિયંકા નામની ઝોમેટો ફૂડ ડિલિવરી ગર્લ પર આરોપ છે કે, વાશી સેક્ટર-17 પાસે પામ બીચ રોડ પર તેણે નો પાર્કિંગ ઝોનમાં ગાડી પાર્ક કરી હતી 
 

રસ્તા વચ્ચે જ Zomato ડિલિવરી ગર્લે ટ્રાફિક પોલીસ સાથે કરી ગાળાગાળી

મુંબઈઃ મુંબઈના વાશીમાં પોલીસે ઝોમેટોમાં ફૂડ ડિલિવરીનું કામ કરતી એક યુવતીની ધરપકડ કરી છે. યુવતીનું નામ પ્રિયંકા મોગરે છે. 27 વર્ષની પ્રિયંકા નામની ઝોમેટો ફૂડ ડિલિવરી ગર્લ પર આરોપ છે કે, વાશી સેક્ટર-17 પાસે પામ બીચ રોડ પર તેણે નો પાર્કિંગ ઝોનમાં ગાડી પાર્ક કરી હતી. આ દરમિયાન ટ્રાફિલ પોલીસ સાથે પ્રિયંકાનો વિવાદ થઈ ગયો અને તે અસભ્ય વર્તન કરવાની સાથે ટ્રાફિક પોલીસ સાથે ગાળાગાળી કરવા લાગી હતી. 

ધમકી પણ આપી 
થોડા દિવસ પહેલા જ ઝોમેટો ડિલિવરી ગર્લનો આ વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં પ્રિયંકા મોગરે ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલને ગાળો ભાંડતી અને ધમકી આપતી જોવા મળી હતી. યુવતીએ ઝોમેટો કંપનીનું ટીશર્ટ પણ પહેરેલું છે અને તેની બેગ પણ લટકાવેલી છે. ટ્રાફિક પોલીસ સાથે દુર્વ્યવહારનો વીડિયો વાયરલ થયા પછી પોલીસે આરોપી પ્રિયંકાની ધરપકડ કરી છે. 

ટ્રાફિક કોન્સ્ટેબલે કરી હતી ફરિયાદ
પ્રિયંકા નવી મુંબઈના સાનપાડામાં રહે છે. વાશીના ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલે ફરિયાદ કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ ટોઈંગ વાન જ્યારે ગેરકાયદે પાર્કિંગમાં ઊભેલી ગાડીઓને ઉઠાવા ગઈ ત્યારે પ્રિયંકા મોગરેની ગાડી પણ ત્યાં પાર્ક કરેલી હતી. પોલીસ કાર્યવાહી કરે એ પહેલા પ્રિયંકા ત્યાં આવી પહોંચી અને હોબાળો મચાવ્યો હતો. ટ્રાફિક પોલીસે જ્યારે ઈૃચલણ માટે ફોટો ખેંચ્યો તો તેણે ગાળાગાળી શરૂ કરી દીધી હતી. પોલીસે ઝોમેટો ડિલિવરી ગર્લ સામે ધારા 353, 393, 294, 506, 504 અંતર્ગત કેસ દાખલ કર્યો છે. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news